એક ચપટી હિંગ આપે છે શરીરની આટલી સમસ્યામાં બિલકુલ રાહત,  કરે છે આ રોગોને દુર.

એક ચપટી હિંગ આપે છે શરીરની આટલી સમસ્યામાં બિલકુલ રાહત, કરે છે આ રોગોને દુર.

સામાન્ય રીતે લગભગ ઘરોમાં હિંગનો ઉપયોગ થતો હોય છે. હિંગથી આપણી રસોઈમાં સુંગધ ફેલાવે છે. સાથે સાથે તેનો સ્વાદ પણ ખુબ જ સારો હોય છે. મોટાભાગે હિંગને લોકો સબ્જી બનાવતી વખતે ઉપયોગમાં લેતા હોય છે. કેમ કે હિંગથી સબ્જીનો ટેસ્ટ વધી જાય છે. ઘણા લોકો હિંગથી સબ્જીમાં સુગંધ લાવવા પણ ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ હિંગ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભકારી છે હિંગનું સેવન આપણા શરીરને પ્રોટીન, આયરન, નિયાસીન અને રાઈબોફ્લેવિન જેવા તત્વ પ્રદાન કરે છે.

પરંતુ મિત્રો એટલું જ નહિ, હિંગમાં ઓક્સીડેન્ટ પણ રહેલું હોય છે. તેની સાથે સાથે એન્ટીબેક્ટેરીયલ, એન્ટીઈંફ્લેમેન્ટ્રી ગુણ પણ જોવા મળે છે. તો હિંગમાં અમુક પ્રાકૃતિક રૂપે પણ દુઃખાવો દુર કરવાના ગુણ રહેલા હોય છે. એટલા માટે મોટાભાગે સબ્જીમાં હિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સાથે સાથે સ્વાસ્થ્ય માટેની અન્ય સમસ્યાનો ઈલાજ પણ હિંગ દ્વારા કરી શકાય છે.

તમને જણાવી દઈએ કે હિંગનો પ્રયોગ ઘણી બધી રીતે ઘરેલું ઉપચાર તરીકે કરી શકીએ છીએ. તો ચાલો જાણીએ કે હિંગનો ઉપયોગ ક્યાં ક્યાં સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓમાં કરી  શકાય છે.

પેટની સમસ્યાને કરે થોડી વારમાં દુર : જો તમને પેટ સંબંધી કોઈ સમસ્યા હોય, જેમ કે, ગેસ, બ્લોટિંગ, પેટ ખરાબ હોય તો તમે હિંગનો પ્રયોગ કરી શકો છો. તે તમારી પેટની સમસ્યાને ખતમ કરવા માટે ખુબ જ લાભકારી છે. કેમ કે હિંગની અંદર એન્ટીબેક્ટેરીયલ અને એન્ટીઈંફ્લેમેન્ટ્રી ગુણની સાથે સાથે દુઃખાવાને ઓછો કરવાનો પણ ગુણ હોય છે. તેના માટે તમારે માત્ર એટલું જ કરવાનું છે કે, એક ચપટી હિંગને પાણીમાં ઘોળીને જમ્યાના અડધા કલાક બાદ તેનું સેવન કરવાનું. પેટને લગતી સમસ્યા તરત જ દુર થઇ જશે.

શ્વાસ સંબંધી પરેશાનીમાં છુટકારો મેળવવા : હિંગમાં જે એન્ટીબેક્ટેરીયલ અને એન્ટીઈંફ્લેમેન્ટ્રી ગુણ હોય છે તે કફ, ઉધરસ અને શરદી  જેવી સમસ્યાઓથી પણ છુટકારો અપાવે છે. હિંગની પેસ્ટ બનાવીને તેને છાતી પર લગાવવામાં આવે તો તરત જ રાહત મળે છે.

માથાના દુઃખાવાની સમસ્યાને દુર કરવા માટે : હિંગમાં રહેલ એન્ટીઈંફ્લેમેન્ટ્રી જે માથાના બ્લડ વેસલ્સના સોજાને દુર કરે છે અને માથાના દુઃખાવાને તુરંત દુર કરે છે. તેના માટે તમારે એક કપ પાણીમાં અડધી ચમચી હિંગ નાખીને 15 મિનીટ સુધી પાણીમાં ઉકાળી લેવાનું. ત્યાર બાદ ઠંડુ કરીને ગાળી લેવાનું અને તેનું સેવન કરવાનું. માથું દુઃખવાની પરેશાની માંથી પણ રાહત મળે છે.

દાંતના દુઃખાવામાં રાહત : હિંગ દાંતના દુઃખાવામાં પણ રાહત આપે છે અને તે ખુબ જ લાભકારી પણ હોય છે. હિંગ મસુડોમાં સંક્રમણ થતા અટકાવે છે. પાણીમાં હિંગ નાખી તેમાં લવિંગ નાખીને સારી રીતે ઉકાળી લો, ત્યાર બાદ તે પાણીના કોગળા કરી લેવાના. તેનાથી દાંતની કોઈ પણ સમસ્યામાં રાહત મળે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment