અઠવાડિયામાં 1 થી 2 દિવસ સુવાથી હાર્ટએટેકનું રિસ્ક ઘટી જાય છે, જાણો કેટલું સુવાનું.

મિત્રો ઘણા લોકોને સુવું ખુબ જ પસંદ હોય છે અને ઘણા લોકોને તો દિવસે પણ ઊંઘની જરૂરીયાત રહેતી હોય છે. પરંતુ ઘણા લોકો એવું કહેતા હોય છે કે દિવસે ન સુવું જોઈએ. તો તમને જણાવી દઈએ કે જે લોકો દિવસે થોડી વાર સુઈ જતા હોય છે તેમને હાર્ટએટેક આવવાનું જોખમ ઘટી જાય છે. સ્વીત્ઝરલૅન્ડની યુનિવર્સીટી ઓફ લોસેનની એક રીસર્ચ ટીમે એક અધ્યયન કર્યું છે. આ અભ્યાસમાં એવું સામે આવ્યું કે જે લોકો અઠવાડિયામાં એકથી બે દિવસ દિવસે સુઈ જાય છે તે લોકોમાં હાર્ટએટેક અને સ્ટ્રોક આવવાનું રિસ્ક 50% ઓછું થઇ જાય છે. જ્યારે જે લોકો ક્યારેય દિવસે સુતા નથી તેમને હાર્ટ અટેકનું જોખમ વધારે રહે છે.

આ વાતનું સચોટ અધ્યયન કરવા માટે સંશોધકોએ 35 થી 75 વર્ષની ઉંમરના આશરે 3462 લોકોની પ્રવૃતિઓ પર 5 વર્ષ માટે અભ્યાસ કર્યો. આ અધ્યયનમાં શરૂઆતમાં 58% લોકોએ કહ્યું હતું કે તેઓએ ગયા અઠવાડિયે દિવસના સમયે સુતા ન હતા. જ્યારે 19% લોકોએ જણાવ્યું હતું કે તેઓએ દિવસે પણ ઊંઘ કરી હતી અને આ અધ્યયનમાં 12% લોકોએ 3 થી 5 અને 11% લોકોએ 6 થી 7 વખત દિવસના સમયે  ઊંઘ કરી હતી.

અધ્યયન પૂર્ણ થતા જાણવા મળ્યું કે આ અધ્યયન દરમિયાન જે લોકોએ અઠવાડિયામાં એકથી બે વખત દિવસે ઊંઘ કરી હતી, તે લોકોમાં સ્ટ્રોક, હાર્ટ એટેક તેમજ હાર્ટ ફેલ્યોર જેવા હૃદય રોગોનું જોખમ 48% સુધી ઘટી ગયું હતું. પરંતુ મિત્રો તેનો મતલબ એવો નથી કે આપણે દિવસ દરમિયાન વધારે સુવું જોઈએ. કારણ કે દિવસે વધારે સુવું તે પણ આપણા સ્વાસ્થ્યને જોખમમાં મૂકી દે છે.  જો કે દિવસ દરમિયાન કેટલી ઊંઘ લેવી જોઈએ તેના વિશે કોઈ દ્વારા સચોટ રીતે કંઈ જ જણાવવામાં આવ્યું નથી. પરંતુ નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે દિવસના સમયે જો માત્ર 20 મિનીટ જેટલી પણ ઊંઘ લેવામાં આવે તો તમારો બાકીનો દિવસ સારો રહે છે અને આખો દિવસ એક્ટીવ અને સચેત રહે છે, અને તનાવ મુક્ત રહેશો તો હાર્ટ એટેકનું પ્રમાણ સાવ ઘટી જશે. હા, તમે ઇચ્છો તો થોડી ઊંઘ વધુ LAI

તમને જણાવી દઈએ કે મોટા ભાગની હાર્ટ સમસ્યા તણાવના કારણે થતી હોય છે. એવામાં જો તમે પુરતી ઊંઘ ન કરો  તો તે સ્વાસ્થ્ય માટે વધારે હાનીકારક નીવડે છે. પરંતુ જો તમે અઠવાડિયામાં એક કે બે વખત દિવસે સુઈ જાવ છો તો તમારા તણાવનું પ્રમાણ પણ ઓછું થઇ જશે. માટે દિવસે સુવું તે પણ આપણા હૃદય માટે લાભદાયી હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment