લગભગ બધાએ ભૂતકાળમાં શાળાના દિવસોમાં આપણા પ્રિય શિક્ષક પર નિબંધ જરૂર લખ્યો જ હશે. જેમાં ઘણા વિદ્યાર્થીઓ પરાણે કોઈ પણ શિક્ષક પર નિબંધ લખતા હોય, અથવા તો કોઈ વિદ્યાર્થીઓ ખુબ જ મનથી પોતાના પ્રિય શિક્ષક વિશે નિબંધ લખતા. આમ તો દરેક શિક્ષક પોતાની રીતે મહાન જ હોય છે. પરંતુ વિદ્યાર્થીઓને હંમેશા એક સારા અને પ્રિય શિક્ષકની ચાહત હોય છે. જેમાં લગભગ લોકોની જિંદગીમાં કોઈને કોઈ એવા શિક્ષક આવતા જ હોય છે કે જે તેમની જિંદગીને એક નવો ધ્યેય આપતા હોય છે. આવા જ એક શિક્ષકમાં આશિષ ડંગવાલનો પણ સમાવેશ થાય છે.

આશિષ ડંગવાલ ઉત્તર કાશીના એક ગામની સરકારી સ્કુલમાં છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા હતા. આશિષ ડંગવાલનો સ્વભાવ સરળ અને મિલનસાર હતો. જેણે બાળકોના દિલને જીતી લીધું હતું. પરંતુ ત્રણ વર્ષ બાદ જ્યારે આશિષની વિદાયનો સમય આવ્યો ત્યારે માત્ર શાળાનો જ નહિ, પરંતુ સમગ્ર ગામનો માહોલ દુઃખદ બની ગયો હતો. ગામ લોકોએ આ શિક્ષકનું જુલુસ કાઢીને વિદાઈ આપી હતી. જેમાં ગામના દરેક લોકોની આંખો ભીની થઇ ગઈ હતી. તે એક શિક્ષકની સૌથી ભાવભીની વિદાય રહી હતી.

સરકારી શાળાના શિક્ષક આશિષ ડંગવાલની વિદાયનો સમય આવ્યો તો સમગ્ર ગામ લોકો તેમની વિદાયમાં હાજર રહ્યા. તેમના જુલુસમાં વિદ્યાર્થીઓની સાથે સાથે ગામના વૃદ્ધ, પુરુષો અને મહિલાઓ પણ સામેલ રહ્યા હતા. આશિષની વિદાય પર એક બાજુ વિદ્યાર્થીઓ રડતા હતા, ત્યાં અભિભાવકો પણ હતા તે પણ રડી રહ્યા હતા. તેમની પાસે કોઈ જ શબ્દો ન હતા. જીઆઈસી ભંકોલીમાં આશિષ એક શિક્ષક તરીકે કામ કરતા હતા અને ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ તેમનું ટ્રાન્સફર થઇ ચુક્યું હતું. જેમાં તેમની વિદાયને ગામલોકોએ સામેલ થઈને યાદગાર બનાવી હતી.

આશિષની વિદાયની અમુક ફોટોસ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઇ રહી છે. ફેસબુક પર આશિષ ડંગવાલે પોસ્ટ લખીને પોતાના દિલની વાત જણાવી હતી. આશિષ એક એવા પ્રતિભાશાળી અને પ્રભાવી શિક્ષક છે કે જ્યારે તેમનો વિદાયનો સમય આવ્યો ત્યારે બાળકો તેમને ગળે વળગીને રડી પડ્યા હતા.

પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ લખતા આશિષ જણાવે છે કે, “મારી પ્યારી, કેસુલ ઘાટી, તમારા લગાવ, તમારા સમ્માન, તમારા પોતીકાપણા સામે તો મારા શબ્દો પણ ઝાંખા પડે. સરકારી આદેશોને માનવા મારી મજબૂરી છે, તેથી મારે જવું પડ્યું. મને તે વાતનું ખુબ જ દુઃખ છે. તમારી સાથે વિતાવેલા ત્રણ વર્ષ મારા માટે યાદગાર રહેશે.”આ સાથે તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ગામની દરેક માતાઓ, વૃદ્ધ, યુવાઓએ છેલ્લા ત્રણ વર્ષમાં જે સ્નેહ આપ્યો તેના માટે હું તમારો જન્મજન્માંતરનો ઋણી બની ગયો છું. મારી પાસે તમને આપવા માટે કંઈ નથી પરંતુ કેસુલા ઘાટી હંમેશા માટે મારું બીજું ઘર રહેશે, તમારો દીકરો પાછો આવશે, તમારા બધા લોકોનો દિલથી આભાર, મારા પ્રિય બાળકો હંમેશા હસતા રહેજો, તમારા લોકોની ખુબ યાદ આવશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here