નેપાળના PM એ આપ્યો ભડકાઉ નિવેદન- કહ્યું ભગવાન રામ હતા નેપાળી, તે ભારતના નથી.

મિત્રો આપણા દેશની આસપાસ આવેલા દેશો સાથે લગભગ ખુબ જ સમયથી સરહદી વિવાદ ચાલી રહ્યા છે. કેમ કે આપણી આસપાસના દેશો આપણી સરહદને લંબાવવા ઈચ્છે છે. પહેલા પાકિસ્તાન સાથે આ મુદ્દે સરહદ પર તણાવ રહેતો, ત્યાર બાદ ચીન દ્વારા પણ દબાણ કરવાની કોશિશ કરવામાં આવી અને હાલ નેપાળ દ્વારા પણ સરહદને લઈને વિવાદ કરવામાં આવી રહ્યો છે. તેવામાં નેપાળના પીએમ દ્વારા એક વિવાદાસ્પદ ટીપ્પણી કરી છે. જેને લઈને નેપાળ સાથેના સંબંધો વધુ તણાવમાં આવી શકે. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી.

આવા સમયમાં જ્યારે ભારત અને નેપાળની સરહદઓ વિવાદ ચાલી રહ્યો છે અને તેના કારણે બંને દેશો વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. પરંતુ તેની વચ્ચે નેપાળના પ્રધાનમંત્રી પી શર્મા ઓલી દ્વારા અયોધ્યાને લઈને એક વિવાદાસ્પદ ટીપ્પણી કરી છે. તેના કારણે બંને દેશો વચ્ચે તણાવ ખુબ જ વધી શકે. કેમ કે આ ટીપ્પણીમાં ભારતીયોની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું છે.

નેપાળના પ્રધાનમંત્રી કવિ ભાનુભક્ત જયંતિના અવસર પર સોવારે પોતાના આધિકારિક આવાસ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, “ભારત પોતાને ત્યાં ફર્જી અયોધ્યા બનાવીને સાંસ્કૃતિક અને ઐતિહાસિક તથ્યોની સાથે છેડછાડ કરી રહ્યું છે. વાસ્તવિક અયોધ્યા નેપાળના બીરગંજના એક ગામમાં આવેલ છે.” નેપાળના પ્રધાનમંત્રીએ આગલ જણાવ્યું કે, “અમે જનકપુરમાં જન્મેલ સીતાના વિવાહ કોઈ ભારતીય રાજા સાથે નથી કર્યા, પરંતુ સીતાના વિવાહ ભારતના નહિ પરંતુ અયોધ્યાના રામ સાથે થયા હતા જે નેપાળમાં છે.”ઓલીએ કહ્યું કે, આટલા દુરથી કોઈ રાજા કેવી રીતે સીતા સાથે વિવાહ કરવા માટે જનકપુર આવી શકે, કેમ કે તે સમયે સંચાર અને પરિવહન સાધનો ન હતા. તેમણે આગળ જણાવ્યું કે, “તેની અયોધ્યાને લઈને ખુબ જ વિવાદ છે જ્યારે આપની અયોધ્યા થોરી ગામમાં છે જેને લઈને કોઈ વિવાદ નથી.” શ્રી ઓલીએ એવો દાવો કરતા કહ્યું છે કે, વિજ્ઞાન અને જ્ઞાનનો વિકાસ નેપાળમાં થયો હતો.

નેપાળના પ્રધાનમંત્રીના આ બયાનથી એવું જણાય રહ્યું છે કે, બંને દેશો વચ્ચે તણાવ હજુ વધી શકે. રાષ્ટ્રીય પ્રજાતાંત્રિક પાર્ટીના સહ-અધ્યક્ષ કમલ થાપાએ પીએમ ઓલીની આલોચના કરી હતી. કમલ થાપાએ આલોચના કરતા જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી તરફથી આવા આધારહિન અને અપ્રમાણિક વક્તવ્ય કરવામાં આવે એ યોગ્ય ન કહેવાય. એવું લાગી રહ્યું છે કે, પ્રધાનમંત્રી ઓલી ભારત-નેપાળના સંબંધોમાં તણાવના ઓછા કરવાના બદલે વધારવા ઈચ્છે છે. હાલ થોડા સમયથી નેપાળ દ્વારા પણ વિવાદ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને હાલ ભારત અને નેપાળ વચ્ચે તણાવની સ્થિતિ ચાલી રહી છે. તો તેને લઈને નેપાળના પીએમ વારંવાર ભારત પર શાબ્દિક આક્રમણ કરી રહ્યા છે. તો તેની વચ્ચે અયોધ્યાને લઈને વિવાદ થાય તેવું ભાષણ કર્યું છે.

Leave a Comment