કૈરી બેગના 5 રૂપિયા વસુલવા દુકાનદારને પડ્યા ભારે, જાણો કૈરી બેગના નવા નિયમો.

મિત્રો, ગ્રાહકોને લઈને ઘણા નિયમો હવે બહાર પડી રહ્યા છે. આ નિયમોનું પાલન કરવું દરેક માટે ફરજિયાત છે અને જો નિયમનું પાલન નહિ કરવામાં આવે, તો ગ્રાહક પાસેથી 20 ગણી રકમ વસુલ કરવામાં આવશે. તેથી જો તમે આ નિયમોથી પરિચિત ન હો, તો આ નિયમો વિશે જરૂરથી જાણી લો. તો આવો જ એક કિસ્સો ચંડીગઢમાં સામે આવ્યો છે. જ્યાં એક ગ્રાહકે દુકાનદાર પર આરોપ લગાવ્યો કે તેના પાસેથી કૈરી બેગના એક્સ્ટ્રા 5 રૂપિયા વસુલ કરવામાં આવ્યા છે. તો આજે અમે તમને આ લેખમાં એ ઘટના વિશે જણાવશું માટે આ લેખ અંત સુધી અવશ્ય વાંચો. 

જેમ કે તમે જાણતા હશો કે, આપણા દેશમાં એક નવો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 માં લાગુ થઈ ગયા પછી હવે ઉપભોક્તાને ઘણા પ્રકારના અધિકાઓ મળી ગયા છે. જ્યારે ઘણા શહેરોમાં આ એક્ટનો ઉપયોગ પણ ઘણા ઉપભોક્તા એ કરવાનો શરૂ કરી દીધો છે, થોડા દિવસો પહેલાં જ એક ઉપભોક્તાએ કૈરી બેગને લઈને કન્ઝ્યુમર ફોરમમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આ ફરિયાદ પર સુનવણી કરતા એક મોટો ફેસલો કરવામાં આવ્યો હતો. ઉપભોક્તા એ કૈરી બેગના સ્ટોર પર આરોપ લગાવ્યો હતો કે, તેની અનુમતિ વગર જ 5 રૂપિયા કૈરી બેગના જોડવામાં આવ્યા હતા, ઉપભોક્તા ફોરમે સ્ટોરની ભૂલ માનતા ગ્રાહકને તેના 20 ગણા એટલે કે 100 રૂપિયા આપવા પડ્યા હતા. 

આ સિવાય અમે તમને જણાવી દઈએ કે જો કોઈ દુકાનદાર અથવા કોઈ મોટા સ્ટોરમાં દુકાનદાર તમારી પાસેથી કૈરી બેગના અલગથી પૈસા માંગે છે તો તેના પર સરકાર સખત કારવાઈ કરી શકે છે. જો તમારી પાસેથી કૈરી બેગના અલગથી 5 રૂપિયા કે 10 રૂપિયા વસુલ કરવામાં આવે છે તો તરત જ તેની ફરિયાદ કન્ઝ્યુમર ફોરમમાં કરી શકો છો. આમ મોદી સરકારે દેશના ઉપભોક્તાઓને ઘણા અધિકારો આપી દીધા છે. આમ આખા દેશમાં છેલ્લા એક મહિનાથી ઉપભોકતા સંરક્ષણ અધિનિયમ 2019 (Consumer Protection Act 2019) લાગુ થઈ ગયો છે. આમ નવો ઉપભોક્તા સંરક્ષણ કાનુન 1986 નું સ્થાન લીધું છે. આમ લગભગ 34 વર્ષ પછી દેશમાં નવો કન્ઝ્યુમર કાનુન અમલમાં આવ્યો છે. આ નવા કાનુનમાં ઉપભોક્તા દેશની કોઈ પણ અદાલતમાં કેસ દાખલ કરી શકે છે. આ સાથે ભ્રામક વિજ્ઞાપનો પર જુર્માના અને સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ સિવાય દુકાનદારો પર લગામ પણ કસવામાં આવી છે. આમ નવા કાનુન અનુસાર જો દુકાનદાર કૈરી બેગના અલગથી પૈસા વસુલ કરે છે અને ઉપભોક્તા તેની ફરિયાદ નોંધાવે છે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. આમ કૈરી બેગ પર અતિરિક્ત પૈસા વસુલવા નવા કાનુન મુજબ દંડને પાત્ર છે. 

આમ જો કોઈ ઉપભોક્તા વસ્તુની ખરીદી કરીને તેના માટે કૈરી બેગ માંગે છે અને તો તેના પર કોઈ પૈસા નહિ દેવા પડે. બીજી વાત એક એ કે, જો ઉપભોક્તા સામાન લઈ જવા માટે સક્ષમ નથી તો દુકાનદારે તેને કૈરી બેગ આપવી પડશે. આમ તેને લઈને દેશમાં ઘણા ઉપભોક્તા ફોરમમાં ફરિયાદો આવી રહી છે. ત્યાર પછી ઉપભોક્તા ફોરમ એ કૈરી બેગના પૈસા લેવા પર સ્ટોર અને દુકાનદાર પર જુર્માના લગાડવાનું શરૂ કર્યું છે. આમ નવા કાનુનમાં તેને લઈને ઘણા સખત નિયમો કરવામાં આવ્યા છે.

Leave a Comment