આખી દુનિયામાં બ્રહ્માજીનું માત્ર એક જ મંદિર, બ્રહ્માજીએ એવું કામ કર્યું હતું કે આજે પણ કોઈ તેની પૂજા નથી કરતું.

મિત્રો તમે અનેક દેવી દેવતાઓની પૂજા થતી સાંભળી હશે. તેમજ અનેક દેવી દેવતાના મંદિર છે તેવું પણ સાંભળ્યું હશે. પણ તમે ક્યારેય પણ એવું નહિ સાંભળ્યું હોય કે, ધરતી પર કોઈ જગ્યાએ બ્રહ્માજીનું મંદિર છે. અથવા તો બહુ ઓછા લોકો જાણતા હશે કે, ધરતી પર બ્રહ્માજીનું માત્ર એક જ મંદિર આવેલું છે. જ્યાં બ્રહ્માજીની મૂર્તિ છે. તેમજ ત્યાં તેમની પુજા કરવામાં આવે છે. સૃષ્ટિના સર્જનહાર એવા બ્રહ્માજીનું મંદિર શા માટે એક નથી તેના વિશે ચાલો વિસ્તારથી જાણી લઈએ.

શાસ્ત્રો અનુસાર આ સૃષ્ટિની રચના બ્રહ્માજીએ કરેલી છે. બ્રહ્માજીએ આપણને આ સુંદર દુનિયા આપી છે. જો કે આવી સુંદર દુનિયા બનાવ્યા છતાં પણ તેમનું એક પણ મંદિર નથી. તેમજ લોકો દ્વારા તેમની પૂજા પણ નથી કરવામાં આવતી. એક તરફ આખા ભારતમાં વિષ્ણુ અને ભગવાન શિવના ભારતની બહાર પણ મંદિર છે. તો બીજી બાજુ બ્રહ્માજીનું ભારતમાં એક જ મંદિર આવેલું છે. બ્રહ્માજીનું મંદિર ન હોવા પાછળ એક કહાની રહેલી છે.

પદ્મપુરાણ અનુસાર વ્રજનાશ નામનો એક રાક્ષસ ધરતી પર ખુબ આતંક ફેલાવતો હતો. લોકો તેનાથી ખુબ દુઃખી હતા. ત્યારે બ્રહ્માજીએ તે રાક્ષસનો વધ કર્યો. વ્રજનાશ રાક્ષસને મારતી વખતે બ્રહ્માજીના હાથથી ત્રણ જગ્યાએ કમળના ફૂલ પડી ગયા હતા. જ્યાં જ્યાં આ ત્રણ ફૂલ પડ્યા ત્યાં ઝરણાઓ બની ગયા. ત્યાર પછી તેનું નામ પુષ્કર બન્યું.

તેમજ સંસારની ભલાઈ માટે કોઈએ બ્રહ્માજીને ધરતી પર યજ્ઞ કરવાનું કહ્યું. ત્યારે બ્રહ્માજીએ નક્કી કર્યું કે, તે પુષ્કરમાં જ યજ્ઞ કરશે. આ યજ્ઞને બ્રહ્માજી અને તેમની પત્ની સાવિત્રી દ્વારા કરવામાં આવ્યો. યજ્ઞ સમયે સાવિત્રી સમયે ન પહોંચી શકી અને તેમના વગર આ યજ્ઞ થઈ શકે નહિ. તેવા સમયે બ્રહ્માજીએ ગુર્જર સમાજની એક કન્યા ગાયત્રીજી સાથે લગ્ન કરી લીધા અને યજ્ઞ શરૂ કર્યો. યજ્ઞના થોડા સમય પછી સાવિત્રી ત્યાં પહોંચી ગઈ. સાવિત્રીજીને પોતાના સ્થાને બીજી સ્ત્રીને જોઈને ગુસ્સો આવ્યો.

આમ ગુસ્સામાં સાવિત્રીજીએ બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે, તે એક દેવતા જરૂર છે. પણ તેમની પૂજા ક્યારેય નહિ થાય. સાવિત્રીના શ્રાપથી દરેકને હેરાન કરી દીધા. ઘણા દેવતાઓ સાવિત્રીને સમજાવી પણ તેણે કોઈની વાત ન માની. પછી ગુસ્સો શાંત થતા તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. પછી તેણે કહ્યું કે, ધરતી પર પુષ્કરમાં જ તેની પૂજા થશે. જો કોઈ તમારું મંદિર બનાવશે તો તે મંદિરનો નાશ થઈ જશે.

બ્રહ્માજીને યજ્ઞ પર સાવિત્રીજી ન આવવાથી બીજા લગ્ન કરવાનો વિચાર વિષ્ણુજી એ આપેલો, આથી સાવિત્રીજીએ વિષ્ણુને પણ શ્રાપ આપ્યો કે, પત્નીના વિરહનો કષ્ટ તમારે પણ સહન કરવો પડશે. આથી શ્રી રામને માતા સીતાથી અલગ રહેવાનું દુઃખ સહન કરવું પડ્યું હતું.

પુષ્કરમાં જ થાય છે બ્રહ્માજીની પૂજા : પુષ્કરમાં બ્રહ્માજીનું મંદિર આવેલું છે અને આ મંદિર સિવાય બીજા કોઈ સ્થાને તેની પૂજા નથી થતી. એવી માન્યતા છે કે, એક હજાર બસો વર્ષ પહેલા અર્ણવ વંશના એક શાસકને સપનું આવ્યું કે, આ જગ્યાએ એક મંદિર છે, ત્યાર પછી લોકોને આ મંદિર વિશે ખબર પડી.

દર વર્ષે બ્રહ્માજીના આ મંદિરમાં મેળાનું આયોજન થાય છે અને દુર દુરથી લોકો અહીં આવે છે અને પૂજા કરે છે. માન્યતા છે કે, અહીં પૂજા કરવાથી બધા પાપનો નાશ થાય છે. આ મંદિર નજીક ત્રણ ઝરણાઓ છે. જ્યાં લોકો ડૂબકી મારે છે અને ધન્ય બને છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment