ભારતીય કંપનીએ કોરોના ના દર્દીઓ માટે લોન્ચ કરી માર્કેટ કરતા સસ્તી દવા… આ છે કિંમત

ભારતીય કંપનીએ કોરોના ના દર્દીઓ માટે લોન્ચ કરી માર્કેટ કરતા સસ્તી દવા… આ છે કિંમત

કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વ પર વરસી રહ્યો છે. આ સ્થિતિ દુનિયાના તમામ દેશો કોરોનાની વેક્સિન અને દવા શોધી રહ્યાં છે. હવે ભારતીય બજારમાં જાણીતી દવા બનાવતી કંપની ઝાયડસ કેડિલાએ ગુરુવારના રોજ રેમડેક બ્રાંડના નામે રેમડેસિવીર ઇન્જેક્શન લોન્ચ કર્યું છે. કંપની મુજબ, રેમડેસિવીર કોરોનાની સારવાર માટે સૌથી સસ્તુ ઇન્જેક્શન છે. 100 મિલીગ્રામની શીશીની કિંમત 2,800 રુપિયા રાખવામાં આવી છે. જે ભારતમાં ઉપલબ્ધ રેમડેસિવીર સૌથી સસ્તુ બ્રાન્ડ છે.

ઝાયડસ કેડિલાએ ગુરુવારના રોજ લોન્ચિંગ દરમિયાન કહ્યું કે,`કોરોના વાયરસથી સંક્રમિત થયેલા દર્દીઓના ઇલાજ માટે ઉપયોગી આ દવા રેમડેસિવીરને રેમડેક બ્રાન્ડ નામે ભારતીય બજારોમાં રજૂ કરી છે.’

ઝાયડસ કેડિલાએ જણાવ્યું કે,`આ દવા સંપૂર્ણ દેશમાં વિતરણ નેટવર્ક દ્વારા ઝડપથી ઉપલબ્ધ થશે. આ દવા દરેક સરકારી અને નજીકના હોસ્પિટલમાં મળશે. કેડિલા હેલ્થકેરના વહીવટી કર્તા ડો.શરવિલ પટેલે કહ્યું કે, રેમડેક સૌથી સસ્તી દવા છે કારણ કે અમે ઇચ્છીએ છીએ કે કોવિડ-19ની સારવાર માટે વધારેમાં વધારે દર્દીઓ સુધી આ દવા પહોંચી શકે.’ 

ઝાયડસ કેડિલા કોવિડ-19ની વેક્સિન બનાવવાનો પ્રયત્ન કરી રહી છે અને ઝાયકોવ-ડી નામની આ વેક્સિન ક્લિનિકલ પરીક્ષણના બીજા તબક્કામાં છે. ઝાયડસે રેમડેસિવીરના ઉત્પાદન અને તેને વેચવા માટે જૂન 2020માં અમેરિકાની ગિલેડ સાયન્સિસ ઇંકની સાથે નોનએક્સક્લૂસિવે સમાધાન કર્યું છે. આ દવાઓને અમેરિકન ઓથોરિટી યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટેશન દ્વારા કોરોનાની સારવાર માટે પ્રાથમિકતા આપવામાં આવી છે. 

ત્યાં કોરોના વેક્સિન માટે ગ્લોબલ હેલ્થકેર કંપની ઝાયડસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, પ્લાજમિડ DNA વેક્સિન ઝાયકોવ-ડી(ZyCov-D)ના પ્રથમ ચરણના ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઇ ચુક્યું છે. પરિણામમાં જોવા મળ્યું છે કે આ દવાઓ સુરક્ષિત છે અને બીમારીની સારવાર કરી શકે છે. કંપનીએ 15 જુલાઇથી કોરોના વેક્સિનનું હ્યુમન ટ્રાયલ પણ સરુ કર્યું છે. 

કંપની અનુસાર, પહેલા ચરણમાં સફળ થયા બાદ બીજા ચરણમાં ક્લિનિકલ ટ્રાયલ 6 ઓગષ્ટથી શરુ કરવાનું રહેશે. જેમાં દેશ અલગ-અલગ ભાગમાં 1000 લોકો પર ટ્રાયલ કરવામાં આવશે.

Leave a Comment

error: Content is protected !!