શા માટે જીવનમાં દરેક જગ્યે સંઘર્ષ કરવો પડે છે? જાણો એ વાત સમજાવતી નાનકડી વાર્તા.

મિત્રો જિંદગીનું બીજું નામ સંઘર્ષ છે અને સંઘર્ષ વગર કોઈને કંઈ પણ વસ્તુ નથી મળતું. પરંતુ જો મળી પણ જાય, તો આપણને તેની કદર નથી હોતી. સહેલાઇથી મળેલી સફળતાનો કોઈ અર્થ જ નથી. હા, એ વાત અલગ છે કે કોઈના જીવનમાં થોડો વધુ સંઘર્ષ હોય છે, તો કોઈના જીવનમાં થોડો ઓછો હોય. પરંતુ એક વાત ચોક્કસ હોય છે કે સંઘર્ષનું પરિણામ અંતમાં તો સારું જ હોય છે. તો આજે અમે તમને જીવનના સંઘર્ષ વિશે થોડ વાત જણાવશું. જે દરેક વ્યક્તિના જીવન માટે ખુબ જ પ્રેરણા રૂપ બનશે. માટે આ લેખને અંત સુધી વાંચો.

એક કહાની વિશે તમને જણાવશું જે સત્ય બનેલી છે. મિત્રો પિકાસો નામના એક પેઇન્ટર હતા. જે સ્પેનના ખુબ જ પ્રખ્યાત પેઇન્ટર હતા. જેના વિષે એવું કહેવામા આવે છે કે તેના પેઇન્ટિંગ્સ વિશ્વભરમાં કરોડો અને અબજો રૂપિયામાં વહેંચાયા હતા.

પિકાસો સાથે એક ઘટના બની હતી. એક દિવસ જ્યારે તેઓ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા.  ત્યારે એક મહિલાએ પિકાસો તરફ જોયું અને આકસ્મિક રીતે મહિલાએ તેને ઓળખી પણ લીધા અને તે તેની પાસે દોડીને આવી અને તરત જ કહ્યું, ‘સર, હું તમારી મોટી ચાહક છું. મને તમારી પેઇન્ટિંગ્સ ખુબ જ ગમે છે. તમે મારા માટે એકાદ પેઇન્ટિંગ બનાવશો ?’

તે સમયે પિકાસોએ સહજ હાસ્ય સાથે કહ્યું, ‘હું તો અત્યારે ખાલી હાથ છું. મારી પાસે કંઈ પણ નથી, હું ફરી તારા માટે પેઈન્ટિંગ પછી ક્યારેક બનાવી આપીશ.’ પરંતુ પેલી મહિલા તે સમયે જીદ જ પકડી અને ખુબ જ ભારપૂર્વક ફરી કહ્યું, ‘તમે મને અહીં જ એક પેઇન્ટિંગ બનાવી દો, હું ફરી તમને મળી શકું કે ન મળી શકું એ ખબર નહીં’.

તે સમયે પિકાસોએ પોતાના ખિસ્સામાંથી એક કાગળનો નાનો ટુકડો કાઢ્યો અને પોતાની પેનથી તેના પર કંઈક દોરવાનું શરૂ કરી દીધું અને માત્ર 10 મિનિટમાં જ પિકાસોએ પેઇન્ટિંગ બનાવી અને તે મહિલાને કહ્યું, “આ લો, આ એક મિલિયન ડોલરની પેઇન્ટિંગ છે.”

આમ કહેવાથી તે મહિલાને ખુબ આઘાત લાગ્યો કે આ એક મિલિયન ડોલરની પેઇન્ટિંગ છે એમ કહીને પિકાસોએ ફક્ત 10 મિનિટમાં ખુબ જ ઝડપથી અને એકદમ વ્યવસ્થિત પેઇન્ટિંગ બનાવ્યું. તે મહિલા એ પેઇન્ટિંગ લીધી અને કશું પણ બોલ્યા વિના તે ઘરે આવી ગઈ.

પછીથી તે મહિલાએ વિચાર્યું કે પિકાસો તેને પાગલ બનાવી રહ્યો છે અને તે માર્કેટમાં ગઈ અને પેઇન્ટિંગની સાચી કિંમત શોધી કાઢી. તેને આશ્ચર્ય થયું કે એ પેઇન્ટિંગ ખરેખર મિલિયન ડોલરની જ હતી. ત્યારે તે ફરી એકવાર પિકાસો પાસે ગઈ અને કહ્યું  ‘સર, તમે સાચા હતા. આ એક મિલિયન ડોલરની જ પેઇન્ટિંગ છે.’

ત્યારે પિકાસોએ હાસ્ય સાથે કહ્યું, “મેં તમને પહેલા જ કહ્યું હતું.” ત્યાર બાદ મહિલાએ કહ્યું, ‘સર, મને તમારી વિદ્યાર્થીની બનાવો અને મને પણ પેઇન્ટિંગ બનાવતા શીખવો. જેમ તમે 10 મિનિટમાં એક મિલિયન ડોલરની પેઇન્ટિંગ બનાવી છે, જ્યારે હું 10 મિનિટમાં તો નહીં, પણ 10 કલાકમાં આવી સારી પેઇન્ટિંગ બનાવી શકું, મને એવી પેઇન્ટર બનાવી દો.’

એ સમયે પિકાસોએ હાસ્ય સાથે કહ્યું, ‘આ પેઇન્ટિંગ, જે મેં 10 મિનિટમાં બનાવી છે. તેને શીખવામાં મારે 30 વર્ષનો સમય લાગ્યો છે. મેં મારા જીવનના 30 વર્ષ ભણવામાં શીખવામાં કાઢ્યા છે. તમે પણ આપો અને પછી શીખી જાવ.’  આ સમયે પેલી સ્ત્રી ભાવુક બનીને પિકાસોને જોતી જ રહી.

આમ એક નાનકડી સત્ય ઘટનાથી બસ એટલું જાણવામળે છે કે, દરેક વ્યક્તિ સફળતા અને સફળતાની ઇચ્છા રાખે છે. પરંતુ સફળ થવા માટેના સંઘર્ષોથી દૂર રહે છે. સફળતા કે જે દરેકને આકર્ષે છે, પરંતુ તે સફળતા હાંસલ કરવાના સંઘર્ષને કોઈ જોતું નથી અને આકર્ષતું નથી. જ્યારે સફળતા સુધી પહોંચવાની વાસ્તવિક કડી સંઘર્ષ છે. જો આપણે લોકોને સફળતાની જે ઊંચાઈ પર જોઈએ છીએ, તો આપણે જાણી શકીશું કે આ સફળતા જીવન સાથેના સંઘર્ષ દ્વારા જ પ્રાપ્ત થઈ છે. માટે સંઘર્ષથી દુર ક્યારેય ન ભાગવું જોઈએ. સફળતા અવશ્ય મળે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment