લોકડાઉનમાં કોંગ્રેસ અધ્યક્ષનો પીએમ મોદીને 7 મો પત્ર | 1 લાખ કરોડના રાહત પેકેજની સલાહ

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકડાઉનની વચ્ચે સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને સંકટમાંથી બહાર લાવવા માટે 1 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપવાની માંગ કરી છે. આ બાબતને શનિવારના રોજ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. તેમાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, જો લઘુ ઉદ્યોગોને બાયપાસિંગ કરવામાં આવશે તો એ દેશની આર્થિક વ્યવસ્થા માટે ખુબ જ ઘાતક સાબિત થશે. લોકડાઉનથી આ સેક્ટરને રોજ 30 હજાર કરોડ રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે. સોનિયા ગાંધી દ્વારા નરેન્દ્ર મોદીને આ સાતમો પત્ર હતો, જેમાં સોનિયા ગાંધીએ લોકડાઉનના કારણે ઉદ્યોગો, મજુરી કામ કરતા લોકો, ગરીબોની પરેશાની પણ ચિંતા વ્યક્ત કરી હતી. 

કોરોના સંકટ અને લોકડાઉનથી ઉદ્યોગો પર વિપરીત અસરને લઈને સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્રમાં સુઝાવ આપ્યા છે. તેમણે 1 લાખ કરોડનું રાહત પેકેજ, એટલી જ રકમ ક્રેડિટ ગેરંટી અને સંકટકાળથી લડવા માટે 24 કલાક હેલ્પલાઇન શરૂ કરવાની સલાહ આપી છે. 

1 ) સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગ સેક્ટર દરેક દિવસે 30 હજાર કરોડના નુકશાનમાંથી પસાર થઇ રહ્યું છે. આ લોકડાઉનની અસરમાંથી બહાર આવવું જરૂરી છે, કેમ કે એ જ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. જો તેના પર ધ્યાન આપવામાં ન આવે તો ઇકોનોમિને ખુબ જ મોટું નુકશાન ઉઠાવવું પડશે. એટલા માટે સરકાર દ્વારા તુરંત આ વિષય પર કદમ ઉઠાવવું જોઈએ, કેમ કે રાહત પેકેજથી ઉદ્યોગ સેક્ટરનું મનોબળ વધશે. 

2 ) કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, દેશના GDP માં સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગનો એક તૃતીયાંશ હિસ્સો છે. તેના સિવાય આ સેક્ટરના 50% નિકાસકારો પણ શામિલ છે. આ સેક્ટરમાં 11 કરોડ કરતા પણ વધારે લોકોને રોજગાર મળેલો છે.તેની સેલેરી માટે માલિકોને સંઘર્ષ કરો પડી રહ્યો છે. તેવામાં વગર મદદે 6.3 કરોડ કરતા વધારે ઉદ્યોગ સંકટમાં આવી જશે. 11 કરોડ લોકો ઉપર બેરોજગાર થવાનનો ખતરો મંડાય રહ્યો છે. 

તો બીજી તરફ, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સહીત અમુક કોંગ્રેસ નેતાઓએ, કેન્દ્રિય કર્મચારીઓના અતિરિક્ત મોઘવારી ભથ્થાને રોકવામાં આવ્યા તેને લઈને વિરોધ કર્યો છે. મનમોહન સિંહે જણાવ્યું કે, આ મુશ્કેલ સમયમાં સરકારી કર્મ્ચારીપ અને સૈનિકની પરેશાનીઓ વધારવામાં આવી છે, તે ખોટું છે. રાહુલ ગાંધી અને પૂર્વ આર્થિક કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે પણ સહકારના આ નિર્ણય પર સવાલ કર્યો છે. બંને નેતાઓ જણાવ્યું હતું કે સરકારે પૈસા બચાવવા માટે સૌથી પહેલા તો બુલેટ ટ્રેન જેવી યોજનાઓને અટકાવવી જોઈએ.

Leave a Comment