આ પાંચ લક્ષણો તમારામાં છે તો તમે છો ખુબ ઈન્ટેલીજન્સ… પૈસાવાળા લોકોમા જ જોવા મળે છે આ ગુણ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

આ પાંચ લક્ષણો તમારામાં છે તો તમે છો ખુબ ઈન્ટેલીજન્સ …

ખુદ પર ભરોસો ન હોવો એક ખુબ જ મોટી સમસ્યા છે. પરંતુ આ ખુબ જ સામાન્ય સમસ્યા છે. ક્યારેક ક્યારેક આપણે આપણી ક્ષમતાઓ ઉપર આપણે ખુદ પણ વિશ્વાસ નથી કરતા હોતા. મોટા ભાગે આવી બાબતો જીવનમાં મળતી નિષ્ફળતાના કારણે થાય છે. પરંતુ એક વસ્તુની જો ગાંઠ બાંધી લેવામાં આવે કે જો આપણે આપણી ક્ષમતાઓ પર વિશ્વાસ નહિ કરીએ તો કોઈ પણ વ્યક્તિ આપણા પર વિશ્વાસ નહિ કરે. આપણા બધામાં એક જીનિયસ છુપાયેલો હોય છે. તો આજે અમે તે જીનિયસને જગાડવાની કોશિશ કરીશું.

img source

આ લેખને એક વાર જરૂર વાંચો તમારા અંદર રહેલો જીનિયસ મેન જાગી જશે અને સફળતા તમારા હાથમાં આવી જશે. આજે અમે પાંચ એવા લક્ષણો જણાવશું જેમાંથી ત્રણ લક્ષણો તમારા હોય તો સમજી લેવાનું કે તમે એક એવા વ્યક્તિ છો જે એક ખુબ જ મોટો જીનિયસ છે. પરંતુ તેના માટે તમારે તમારા ખુદ પર વિશ્વાસ કરવાનું શરૂ કરવું પડશે. તો ચાલો જાણીએ કંઈ તે પાંચ વસ્તુ છે જે આપણે જીનિયસ સાબિત કરે છે.

img source

1) શું તમે તમારી આસપાસના લોકોને હસાવ્યાં કરો છો ? શું તમે હંમેશા હસતા હોવ છો અને તમારા બોલવાથી પણ તમારી આજુબાજુના લોકો ખુબ જ ખુશ થાય છે, જ્યારે તમારી પાસે કોઈ વ્યક્તિ એની સમસ્યા લઈને આવે છે ત્યારે તમે તેને સમસ્યામાંથી બહાર કાઢીને હસતો કરો છો, તો આ ખુબ સારું કહેવાય છે.

જો તમે એક મજાકી વ્યક્તિ છો તો તે એક બુદ્ધિમાનીની નિશાની છે. 1990 માં ડૉ. એ. માઈકલ જહોન્સને એક અધ્યન પ્રકાશિત કર્યું જેમાં હાસ્ય અને સમસ્યાનો હલ કાઢવા બંને વચ્ચે સીધો સંબંધ છે તેવું જાણવા મળ્યું. તે શોધમાં ભાગ લીધેલા લોકોને થોડાક જોક્સ સંભળાવવામાં આવ્યા અને પછી અમુક સમસ્યાઓનું સમાધાન કરવાનું કહ્યું. જે લોકોને જોક્સ ખુબ જ હાસ્ય પૂર્ણ લાગ્યા તેણે સમસ્યાનું હલ તરત જ શોધી લીધું.

2 શું તમે બેક બેન્ચર છો અથવા હતા ? આપણા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામજી એ કહ્યું હતું કે સૌથી તેજ દિમાગ ક્લાસરૂમમાં સૌથી છેલ્લી બેંચ પર બેઠેલા વિદ્યાર્થી પાસે હોય છે. બધા લોકો એવું વિચારતા હોય છે કે ક્લાસરૂમમાં સૌથી છેલ્લે બેઠેલો વિદ્યાર્થી કંઈ નથી કરી શકતો અને તે એકદમ ઠોઠ વિદ્યાર્થી હોય છે. તો તેવા લોકોનો નજરીયો ખોટો છે.

પહેલી બેંચ પર બેસવા વાળો વિદ્યાર્થી દરેક સવાલનો જવાબ આપી શકે છે. પરંતુ સૌથી છેલ્લે બેઠેલો વિદ્યાર્થી જિંદગીની દરેક મુસીબત સામે લડવાનું જાણતો હોય છે. એક નવા અધ્યયનથી ખબર પડી છે કે એક વ્યક્તિ એક રૂટીન કામ કરવાની સાથે બીજા કામ પણ કરી શકે તો તે સામાન્ય માણસથી વધારે બુદ્ધિમાન છે.

img source

3)  શું તમે ખુબ અંદરને અંદર ખુશ રહી શકો છો ? ખુદમાં જ મગ્ન રહેવા વાળો વ્યક્તિ રવિવારે પણ પુસ્તક અને કોફી અથવા ચા સાથે આખો દિવસ ઘરમાં જ રહેવાનું પસંદ કરતા હોય છે. તેવા લોકો માટે પુસ્તક જ તેનો સૌથી સારો મિત્ર હોય છે. એટલા માટે તેવા લોકો વિશે સૌથી સારી વાત એ હોય છે કે તે ખુદમાં જ ખુશ રહેવાનું પસંદ કરતા હોય છે. તેનું પણ વૈજ્ઞાનિકો દ્વારા રીચર્સ કરવામાં આવ્યું છે.

કોલેજના 2000 વિદ્યાર્થી પર આ શોધ કરવામાં આવી. આ શોધમાં એવું સિદ્ધ થયું કે જે વિદ્યાર્થી બાળપણમાં જલ્દી વાંચવાનું શીખી ગયા હતા તે જીવનમાં દરેક વસ્તુને બહેતર કરી શક્યા છે. એટલા માટે એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો કે ઓછી ઉમરથી જ પુસ્તક વાંચવું તે વ્યક્તિના ઈન્ટેલીજન્સને વધારે છે. કેમ કે ખુદમાં પડ્યા રહેવા વાળા લોકો બાળપણમાંથી જ પુસ્તકો ખુબ જ વાંચતા હોય છે અને તે લોકો ખુબ જ બુદ્ધિમાન હોય છે.

img source

4)  શું તમે ડાબા હાથ વાળા છો એટલે કે ડાબોડી છો ? જે લોકોનું બાળક જમણા હાથે નથી લખી શકતું તો ખુશ થઇ જાવ. તે તમારા માટે ખુબ સારી ખબર છે. ડાબા હાથ વડે દરેક કામ કરતા લોકો ખુબ જ બુદ્ધિમાન હોવાનો સંકેત છે. 90 ના દાયકાની શરૂવાતના અધ્યનમાં જાણવા મળ્યું કે ડાબા હાથ વડે કામ કરવા વાળા લોકો પોતાનો અલગ જ નજરીયો રાખતા હોય છે.

img source

તે બે અલગ અલગ વસ્તુને અર્થ પૂર્ણ બનાવી નાખે છે. જે ખુબ બુદ્ધિમાનીનો સંકેત છે. ડાબા હાથ વાળા લોકો રચનાત્મ વિચારવાળા હોય છે. જેની જરૂર સમસ્યાને હલ કરવામાં પડે છે. ડાબા હાથે કાર્ય કરવા વાળા લોકોને સમસ્યાઓમાંથી નીકળવું ખુબ જ સારી રીતે આવડતું હોય છે અને તે સરળતાથી નીકળી પણ જાય છે.

5)  શું તમે હંમેશા ચિંતિત રહો છો ? આપણે ત્યાં હંમેશા કહેવામાં આવે છે કે ચિંતા સારી બાબત નથી. પરંતુ જ્યારે તણાવનો ઉપયોગ બરાબર રીતે કરવામાં આવે તો શરીર અને મગજ બંને માટે લાભદાયક માનવામાં આવે છે. આપણે તણાવને સારા અથવા ખરાબ તણાવમાં પરિભાષિત કરતા હોઈએ છીએ.

img source

સારા તણાવ ઘણી પ્રકારના હોય શકે છે અને તે આપણા સ્વસ્થ જીવન માટે પણ મહત્વપૂર્ણ પણ હોય છે. એક શોધમાં એવું જાણવા મળ્યું છે કે માનવ મસ્તિષ્ક તનાવમાં વધારે એલર્ટ હોય છે. તણાવ અને ચિંતામાં રહેવા વાળા લોકો મોટાભાગે કાર્યકુશળ અને સમસ્યાઓનો સારી રીતે સામનો કરવા માટે તૈયાર રહેતા હોય છે.

તો આ હતા પાંચ લક્ષણો. જેમાંથી તમારામાં કોઈ પણ લક્ષણ છે તો તમે છો એક ખુબ જ ઈન્ટેલીજન્સ વ્યક્તિ. આ પાંચ માંથી તમારામાં કોઈ પણ લક્ષણ હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment