ચાણક્યના મત મુજબ આ ચાર આદતો જે વ્યક્તિમાં જોવા મળે તે હોય છે “બુદ્ધિમાન.” જાણો તે ચાર આદત કઈ છે

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

ચાણક્યના મત મુજબ આ ચાર આદતો જે વ્યક્તિમાં જોવા મળે તે હોય છે “બુદ્ધિમાન.”

મિત્રો આજકાલ લોકો દરેક જગ્યાએ પોતાની બુદ્ધિમતા સાબિત કરવાની કોશિશ કરતા હોય છે તેના માટે તેઓ ઘણી અલગ અલગ રીતો અપનાવતા હોય છે જેમ કે પોતાનો એટીટ્યુડ બદલી નાખવો વગેરે. પરંતુ મિત્રો આચાર્ય ચાણક્ય કહેવું છે કે અમુક આદતો માત્ર બુદ્ધિમાન વ્યક્તિઓમાં જ જોવા મળે છે.

તો મિત્રો આજે અમે જણાવશું કે ચાણક્યના મત મુજબ કંઈ ચાર આદતો હોય છે. એક બુદ્ધિમાન વ્યક્તિમાં તો તમે આ લેખ વાંચો અને જાણો કે તમે પણ બુદ્ધિમાન નથી ને….

(1) બુદ્ધિમાન લોકોમાં પહેલી આદત હોય છે કંઈ પણ બોલતા પહેલા વિચારવું :

મિત્રો ઘણા લોકોની એવી આદત હોય છે કે તેઓ ધડાધડ બોલતા રહે છે. તેમને એ પણ નથી ખબર હોતી કે તેઓ શું બોલે છે. આ પરિસ્થિતિમાં સામે વાળા તરત જ સમજી જ જાય છે કે વ્યક્તિ કેવો છે. પરંતુ તેનાથી વિપરીત જો તમે કંઈ પણ બોલતા પહેલા સામે વાળાની વાત સાંભળો છો અને કંઈ પણ બોલતા પહેલા વિચારો છો તો તેનો ખુબ જ સારો પ્રભાવ પડશે અને સામે વાળી વ્યક્તિ પણ તમને બરાબર સાંભળશે અને સમજશે.

(2) બીજી આદત બુદ્ધિમાન લોકોની એ હોય છે કે તેઓ તર્કહીન વાતો નથી કરતા : મિત્રો આમ તો જીવનમાં ક્યારેય પણ વધારે તર્ક હીન વાતો ન કરવી જોઈએ. કારણ કે આવું કરવાથી આધારહીન વ્યક્તિત્વના માલિક બની જઈએ છીએ. તમે કોઈ પણ વાત કોઈ વ્યક્તિ સામે રાખો તો તેને સત્ય સિદ્ધ કરતા તમને આવડવું જોઈએ.

મતલબ જે વિષયમાં તમને જાણકારી છે તેના પર જ તમારે કંઈક કહેવું જોઈએ. જેમાં તમને જાણકારી ન હોય તો ત્યારે ચુપ રહેવું જ સારું માનવામાં આવે છે. જ્યારે આપણે તર્ક વાળી વાતો જ કરતા હોઈએ તો જાણકારી પ્રાપ્ત થવા લાગે છે.

(3) ઓછું બોલવું અને વધારે સાંભળવું આ આદત પણ હોય છે બુદ્ધિમાન વ્યક્તિમાં : મિત્રો જે લોકો બુદ્ધિમાન હોય છે તે પોતાના મોં માંથી ઓછામાં ઓછા શબ્દોનો ઉપયોગ કરે છે અને જો કોઈ બોલતું હોય તો તેને વધારે સાંભળે છે. આવું કરવાથી વ્યક્તિ સામે વાળી વ્યક્તિની માનસિકતાનો અંદાજો લગાવી શકે છે. માનસિકતા જાણ્યા બાદ તેને અનુરૂપ જવાબ આપી શકે. જેથી તેમની સામે તમે વધારે પરિપક્વ અને બુદ્ધિમાન સાબિત થશો. જો કોઈ વ્યક્તિ એવી આવે કે જે બેમતલબ વાતો કરે છે તો તેનાથી દુર રહેવું જેથી ભવિષ્યમાં જો તે વ્યક્તિ સામે આવે તો એ તમારી સાથે સમજી વિચારીને વાત કરે.

(4) બુદ્ધિમાન લોકોમાં પીઠ પાછળ બુરાઈ કે ઈર્ષા કરવાની આદત હોતી નથી : ઘણા લોકો તમે જોયા હશે કે તે વ્યક્તિ પાછળથી બુરાઈ કરવામાં માહિર હોય છે. પરંતુ આવું ક્યારેય કરવું જોઈએ નહિ કારણ કે આવું કરવાથી લોકો પર તમારી એક ઈર્ષાળુ માનસિકતાની છબી ઉભી થાય છે અને ત્યાર બાદ તે વ્યક્તિ આપણી સાથે પોતાની નીજી વાત નથી કરતા અને આપનાથી દુર રહે છે.

જે વ્યક્તિની બુદ્ધિ સામાન્ય હોય તે બીજાની વાતો કરવામાં પોતાનો કિંમત સમય બગાડે છે. જ્યારે બુદ્ધિમાન વ્યક્તિ પોતાનો સમય બીજાની વાતોમાં બરબાદ કરવાને બદલે તે પોતાનો સમય પોતાના કાર્યોમાં લગાવે છે.

તો ચાણક્યના મત મુજબ એક બુદ્ધિમાન વ્યક્તિમાં આ ચાર આદતો જોવા મળે છે. તમારામાં પણ જો આમાંથી કોઈ પણ આદત હોય તો કોમેન્ટ બોક્સમાં લાખો અને અમને જણાવો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

1 thought on “ચાણક્યના મત મુજબ આ ચાર આદતો જે વ્યક્તિમાં જોવા મળે તે હોય છે “બુદ્ધિમાન.” જાણો તે ચાર આદત કઈ છે”

Leave a Comment