આ રાશી ના લોકો નું આપસ માં બવ બને છે | રાશી ના આધારે જાણો લોકોના ગુણ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

જાણો રાશિ અનુસાર હોય છે દરેકમાં આ ગુણ….. અને તમારો સ્વભાવ થાય છે આ જાતકો સાથે રાશિ અનુસાર…

મિત્રો દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પોતાની રાશિના આધારે જ સ્વભાવ ધરાવતી હોય છે. આપણા સ્વભાવ પર આપણી રાશિનો પ્રભાવ હોય છે અને તે પ્રભાવ કોઈ વ્યક્તિ બદલી નથી શકતો. મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં બાર રાશિઓ છે અને આ બધી રાશિઓ ત્રણ મુખ્યો ગુણોને આધીન હોય છે. અને તે ત્રણેય ગુણો પરથી નક્કી કરી શકાય છે કે વ્યક્તિ કેટલો સાહસી છે અને તે દુનિયાને કેવા દ્રષ્ટિકોણથી જુવે છે. આ ઉપરાંત તે ત્રણ ગુણોના આધારે આપણે એ પણ જાણી શકીએ છીએ કે આપણો સ્વભાવ કંઈ રાશિના જાતકો સાથે મેચ થાય છે. તો આજે અમે તમને આ લેખ દ્વારા જણાવશું કે તમારો સ્વભાવ કંઈ રાશિના જાતકો સાથે મેચ થાય છે.

img source

પહેલા ગુણની વાત કરીએ તો એ છે દ્રઢનિશ્ચયી અને સ્થાયી ગુણ. આ ગુણ મુખ્યત્વે વૃષભ, સિંહ, વૃષિક અને કુંભ રાશિના જાતકોના સ્વભાવમાં હોય છે. આ રાશિના જાતકો એક સ્થિરતા સાથે પોતાની ઉર્જા ટકાવી રાખે છે. તેમને પોતાના નિર્ણયો પર પૂરો ભરોસો હોય છે અને તેઓ કોઈ પણ કાર્ય પુરા વિશ્વાસથી કરે છે અને આ જ આત્મવિશ્વાસ તેમના સ્વભાવને સ્થિર બનાવે છે. આ ઉપરાંત આ ચારેય રાશિના જાતકો સ્વભાવના થોડા જીદ્દી પણ હોય છે.

img source

આ રાશિના જાતકોને પોતાના પર સૌથી વધારે વિશ્વાસ હોય છે. તેથી તેમને અન્ય લોકોના દ્રષ્ટિકોણને સમજવામાં સમસ્યા થતી હોય છે, તો ક્યારેક તેઓ અન્ય લોકોનો દ્રષ્ટિકોણ સમજવા જ નથી માંગતા અને તેમના આ જ સ્વભાવને કારણે આ રાશિના જાતકોને લોકોને સમજવામાં અને વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવામાં મુશ્કેલી આવતી હોય છે.

img source

ત્યાર બાદ બીજો ગુણ છે પરિવર્તનશીલ ગુણ. આ ગુણ મુખ્ય રૂપે ધન, કન્યા, મીન અને મિથુન રાશિના જાતકોમાં જોવા મળે છે. આ લોકોની ઉર્જા હંમેશા બદલાતી રહે છે. પરિવર્તનશીલ હોવાને કારણે રાશિચક્રમાં આ રાશિઓ સૌથી યોગ્ય અને અનુકુળ ગણાય છે. આ લોકો પરિસ્થિતિ,વાતાવરણ અને લોકોના સ્વભાવ અનુસાર પોતાને ઢાળવામાં સક્ષમ હોય છે. આ ઉપરાંત આ રાશિના જાતકો સ્વતંત્ર વિચારના હોય છે અને તેઓ અન્ય લોકોના દ્રષ્ટિકોણને ખુબ જ સરળતાથી સમજી જાય છે. પરંતુ ક્યારેક પોતાના આ બદલાતા સ્વભાવના કારણે તેઓને પોતાના જ વિચારો, જીવનશૈલી અને ભાવનાઓને સમજવામાં તકલીફ થતી હોય છે.

ત્રીજો ગુણ છે મૌલિકતા અને કંઈક નવું કરવાની ચાહ. તો આ ગુણ મેષ, કર્ક, તુલા અને મકર રાશિમાં જોવા મળે છે. આ લોકોમાં મૌલિકતાનો ખાસ ગુણ હોય છે અને તેઓ નવીન ઉર્જાનું નિર્માણ કરે છે. આ રાશિના જાતકો હંમેશા કંઈક નવું કરવાની ચાહ રાખતા હોય છે અને તેમનો સ્વભાવ બીજાને પણ પ્રેરણા આપતો હોય છે. તેમના આ જ સ્વભાવને કારણે તેઓ વિપરીત પરિસ્થિતિમાં પણ હંમેશા નવો માર્ગ શોધતા હોય છે.

img source

આ ગુણ વાળા રાશિના જાતકોની એક ખૂબી એ પણ છે કે તેઓ પોતાના ખરાબ સમયમાં પણ પોતાના મિત્રોને મદદ કરવાની પૂરી કોશિશ કરે છે અને એક ખુબ સારા મિત્ર સાબિત થાય છે. જેમ કે તેમનો આ સ્વભાવ તેમને આશાવાદી પણ બનાવે છે અને ક્યારેક હકીકતમાં મુસીબતનો સામનો કરવો પડે ત્યારે તેમની યોજનાઓ પણ એટલી અસરકારક નથી હોતી. નવા નવા વિચારો ધરાવવાને કારણે તેઓ અંતહીન સંભાવનાઓ વિશે વાત કરી શકે છે. સામાન્ય રીતે તો આ ગુણ ધરાવતા જાતકો બીજાને પ્રેરિત કરતા હોય છે. પરંતુ જો કોઈ તેમના વિચારો પર સવાલ ઉઠાવે તો તે ઝડપથી નિરાશ થઇ જતા હોય છે.

img source

તો મિત્રો આ મુખ્ય ત્રણ ગુણોમાં જે રાશિઓ સમાન ગુણ ધરાવે છે તેમનો સ્વભાવ એકબીજા સાથે મેચ થતો હોય છે. જેમ કે વૃષભ, વૃષિક ,કુંભ અને સિંહ રાશિમાં પહેલો ગુણ જોવા મળે છે તો તેમનો સ્વભાવ એકબીજા સાથે પણ મેચ થતો હોય છે તેવી જ રીતે કન્યા, મીન, ધન, મિથુન આ  ચારેય રાશિના જાતકોનો સ્વભાવ પણ એકબીજા સાથે મેચ થતો હોય છે અને અંતે ત્રીજા ગુણમાં આવતી રાશિઓ મેષ,કર્ક,તુલા અને મકર રાશિના જાતકો પણ સમાન સ્વભાવના હોય છે.

તો મિત્રો જણાવો તમારો ગુણ અથવા રાશી  કઈ  છે કોમેન્ટ કરીને…

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *