હૃદય રોગનું મૂળ કારણ કોલેસ્ટ્રોલ નથી પણ આ છે.

નીચેનો પૂરો લેખ વાંચતા જ તમારો હૃદયરોગ વિશેનો અભિપ્રાય બદલાય જશે તેની ખાતરી છે.

પહેલા તો તમે એ જાણી લો કે કોલેસ્ટ્રોલ હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જે કોઈ તમને હૃદયરોગનું કારણ ફક્ત  કોલેસ્ટ્રોલ છે એમ જણાવતા હોય તો તે કોઈ માહિતી તમારાથી છુપાવી રહ્યા છે એમ જાણવું.

તમને નહિ ખબર હોય કે કોલેસ્ટ્રોલના પણ બે પ્રકાર હોય છે. ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ.

આજકાલ જે કોઈ પામ ઓઇલ, સોયાબીનનું તેલ, સૂર્યમુખીનું તેલ વગેરે લેવાની સલાહ આપે છે તેમાં ગુડ કોલેસ્ટ્રોલ ઓછું હોય છે અને બેડ કોલેસ્ટ્રોલ વધુ હોય છે. ગુડ કોલેસ્ટ્રોલ એટલે High-density lipoproteins (HDL) અને બેડ કોલેસ્ટ્રોલ એટલે Low-density lipoproteins (LDL).

હાર્ટ-એટેકનું ખરું કારણ કોલેસ્ટ્રોલ નથી પણ ધમનીનો સોજો છે કે જે બેડ કોલેસ્ટ્રોલને કારણે આવે છે. આપણી ભૂલએ છે કે આપણે આ બેડ કોલેસ્ટ્રોલને કારણે ગુડ કોલેસ્ટ્રોલને પણ હૃદયરોગ નું કારણ ગણીએ છીએ.

અમેરિકાના પ્રખ્યાત ડૉ. ડ્વાઇટ લુન્ડેલએ હૃદયરોગ વિશે કરેલ ઘટસ્ફોટ માટે નીચેનો પૂરો લેખ તમે ખુદ જ વાચી લો.

આપણી છાતીમાં જરાક દુ:ખાવો થાય કે તરત જ આપણે ફેમિલી ડોક્ટર પાસે દોડી જઇએ છીએ. ફેમિલી ડોક્ટર આપણને કાર્ડિયોગ્રામ કઢાવવાની સલાહ આપે છે. કાર્ડિયોગ્રામના આડાઅવળા લિટાઓનો અભ્યાસ કરીને હૃદયરોગના નિષ્ણાત ડોક્ટર આપણને એન્જિયોગ્રાફી કરાવવાની સલાહ આપે છે. એન્જિયોગ્રાફીમાં બ્લોકેડ દેખાય કે તરત જ આપણને સ્ટેન્ડ મૂકવાની કે બાયપાસ સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવે છે.

 આપણા હૃદયની બીમારીમાંથી તબીબો અબજો રૂપિયાની કમાણી કરે છે, પણ તેઓ આપણને જીવતા રાખવાની ગેરન્ટી આપી શકતા નથી. પોતાની જિંદગીમાં આશરે ૫,૦૦૦ ઓપન હાર્ટ સર્જરી કરી ચૂકેલા અમેરિકાના હૃદયરોગના નિષ્ણાતે તાજેતરમાં એવી ચોંકાવનારી કબૂલાત કરી છે કે …..ઘણા તબીબો હૃદયરોગની સારવાર બાબતમાં આજે પણ અજ્ઞાન છે અને તેમની સારવારથી હૃદયરોગ મટી શકે તે સંભવિત નથી.

ડો. લુન્ડેલની ગણતરી હૃદય રોગ બાબતમાં ઓથોરિટી તરીકે થાય છે. તેઓ અને તેમના સાથીદારો હૃદય રોગ બાબતમાં ઓપિનિયન મેકર ગણાય છે. તેઓ કહે છે કે, વર્ષો સુધી અમે માન્યા કર્યું કે હૃદય રોગનું મુખ્ય કારણ બ્લડ કોલેસ્ટ્રોલમાં થયેલી વૃદ્ધિ છે. 

આ કારણે અમે હૃદયરોગની સારવાર માટે કોલેસ્ટ્રોલ ઘટાડતી દવાઓ આપ્યા કરીએ છીએ અને ….જેમાં કોલેસ્ટ્રોલ વધુ હોય તેવો ચરબીયુક્ત આહાર ઓછો લેવાની સલાહ દર્દીને આપીએ છીએ. હવે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે કોલેસ્ટ્રોલના વધવાથી હૃદય રોગ થતો નથી. હવે એવું માનવામાં આવે છે કે ધમની પહોળી થવાથી અને તેમાં સોજો આવવાથી હૃદય રોગ થાય છે. આ કારણે હૃદય રોગના પ્રાદુર્ભાવ અને ચિકિત્સા બાબતમાં વિચારવાની આખી દિશા જ બદલાઇ ગઇ છે.

પોતાની દલીલના સમર્થનમાં આંકડાઓ અને હકીકતોનું વર્ણન કરતાં ડો. લુન્ડેલ કહે છે કે,  ….

આજની તારીખમાં અમેરિકાના ૨૫ ટકા નાગરિકો હૃદય રોગથી બચવા માટેની દવાઓ લે છે અને તેમણે પોતાના આહારમાં ચરબીનું પ્રમાણ એકદમ ઘટાડી દીધું છે. 

તેમ છતાં આ વર્ષે હૃદય રોગથી ક્યારેય નહોતા મર્યા એટલા અમેરિકનો મરશે. અમેરિકન હાર્ટ એસોસિયેશનના આંકડાઓ કહે છે કે અત્યારે ૭.૫ કરોડ અમેરિકનો હૃદય રોગથી પીડાય છે. બે કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે અને બીજા ૫.૭ કરોડ લોકો ડાયાબિટીસની સરહદરેખા ઉપર ઊભા છે. જો લોહીનું વહન કરતી ધમનીમાં સોજો ન હોય તો લોહીનું સહેલાઇથી પરિભ્રમણ થાય છે અને હૃદય રોગનો હુમલો આવતો નથી. 

જો ધમનીમાં સોજો હોય તો તેમાં કોલેસ્ટ્રોલ અટકી જાય છે અને હાર્ટ એટેક આવી શકે છે. આ રીતે હાર્ટ એટેકનું ખરું કારણ કોલેસ્ટ્રોલ નથી પણ ધમનીનો સોજો છે. જે તબીબો હૃદય રોગની સારવાર માટે કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઓ આપી રહ્યા છે..આપણા શરીરમાં સોજો શા માટે આવે છે, તે પણ સમજવા જેવું છે. 

આપણા શરીરને માફક ન આવે તેવો અથવા ઝેરી  પદાર્થ તેમાં દાખલ કરવામાં આવે ત્યારે તેને બહાર ફેંકી દેવા માટે આપણા કાકડામાં સોજો આવે છે. સોજો એ શરીરની કુદરતી સંરક્ષણ પ્રક્રિયા છે. પરંતુ આપણે જ્યારે ઇરાદાપૂર્વક શરીરમાં વારંવાર હાનિકારક પદાર્થો ઠાલવ્યા કરીએ ત્યારે …..આ સોજો અસાધ્ય બની જાય છે, જે શરીર માટે ભારે હાનિકારક છે. 

ડો. લુન્ડેલ અત્યંત જવાબદારીપૂર્વક લખે છે કે હૃદય રોગથી બચવા માટે તબીબો જે પ્રકારનો આહાર લેવાનું દર્દીઓને કહેતા આવ્યા છે એ આહાર જ હૃદય રોગ માટે કારણભૂત બને છે. તેમના જણાવ્યા મુજબ ઓછી ચરબી અને વધુ કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતો આહાર ધમનીના સોજાનું કારણ બને છે. કોઇ પણ વ્યક્તિને હૃદય રોગ થાય ત્યારે ડોક્ટરો તેને ઘી-તેલ જેવા ચરબીયુક્ત પદાર્થો આહારમાં લેવાની મનાઇ ફરમાવે છે. 

તેને બદલે તેને ઓછું કોલેસ્ટ્રોલ અને વધુ ઓમેગા-૬ ધરાવતાં સોયાબીન, મકાઇ અને સૂર્યમુખીનાં તેલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. ડો. લુન્ડેલ કહે છે કે આ પ્રકારનો આહાર જ ધમનીના સોજા માટે જવાબદાર છે. 

એક સરખામણી આપતાં તેઓ કહે છે કે જો તમે ચામડી ઉપર દરરોજ સૂકું બ્રશ ઘસ્યા કરો તો શું થાય

લાલ ચાંદા પડી જાય અને તેમાંથી લોહી નીકળવા લાગે. ત્યાર પછી પણ તમે બ્રશ ઘસવાનું ચાલુ રાખો તો શું થાયત્યાં સોજો આવી જાય અને પીડા થાય. 

ડો. લુન્ડેલ કહે છે કે બ્રશથી જે રીતે બાહ્ય ચામડી ઉપર ઇજા થાય છે, તેમ રૂક્ષ આહાર લેવાથી અંદરની ધમનીઓને ઇજા થાય છે. આ ઇજાગ્રસ્ત ધમનીઓમાં લોહીનું પરિભ્રમણ ઘટી જતાં હૃદય ઉપર દબાણ આવે છે અને હાર્ટ એટેક આવે છે.

હૃદય રોગના ભયથી અમેરિકાની અને મોટા ભાગના વિકાસશીલ દેશોની પ્રજા ઓછી ચરબી અને વધુ શર્કરા ધરાવતો આહાર લેવા લાગી છે. બજારમાં હૃદય રોગ સામે કહેવાતું રક્ષણ આપતાં ખાદ્ય પદાર્થોનો ખડકલો થયો છે. લોકો જે બટાટાની ચિપ્સ ખાતાં હોય છે, તેને પણ સોયાબીનના તેલમાં તળવામાં આવી હોય છે. પ્રોસેસ્ડ ફૂડમાં ઓમેગા-૬ તેલોનો બહોળો ઉપયોગ થાય છે. 

આ પ્રકારના ખોરાકને કારણે શરીરમાં ચરબી વધે છે અને ધમનીઓ પહોળી થાય છે. આ પ્રકારનો આહાર નિયમિત લેવાને કારણે જ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય રોગ અને છેવટે અલ્ઝાઇમર્સની બીમારી થાય છે.  આ વાતની ઘણાને ખબર જ નથી હોતી.

ડો. લુન્ડેલ આખી વાતનું સમાપન કરતાં કહે છે કે કોલેસ્ટ્રોલથી બચવા માટે આપણે જે પ્રોસેસ કરેલો આહાર ખાઇએ છીએ તે જ ….હૃદય રોગ પેદા કરે છે અને તેને વકરાવે છે. તેને બદલે જો આપણે ઘી, તલનું તેલ, માખણ વગેરેના સ્વરૂપમાં સંતૃપ્ત  ચરબીયુક્ત આહાર ગ્રહણ કરીએ તો તેમાં ઓમેગા-૬નું પ્રમાણ ઓછું હોય છે અને તે હૃદય માટે લાભકારક બને છે.

જો આપણે હૃદય રોગથી બચવું હોય તો આપણાં દાદીમા જે ખોરાક ખાતાં હતાં એ ખોરાક આપણે પણ ખાવો જોઇએ.

આપણાં દાદીમાં રસોઇમાં તલના તેલનો અને ગાયના ઘીનો છૂટથી ઉપયોગ કરતા હતા. ગાયના ઘીમાં જે કોલેસ્ટ્રોલ છે તેને તબીબી ભાષામાં ગુડ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. આ ગુડ કોલેસ્ટ્રોલ હૃદય અને કિડની માટે લાભદાયક છે. 

આપણું હૃદય એક યંત્ર છે. કોઇ પણ યંત્રને સારું ચલાવવું હોય તો તેમાં વારંવાર ઉંજણ કરવું પડે. ગાયનું ઘી અને તલનું તેલ હૃદય નામના યંત્રને સ્નિગ્ધ બનાવવાનું કામ કરે છેજેને કારણે તે લાંબું ચાલે છે. 

આજકાલ જે કોઈ પામ ઓઇલ, સોયાબીનનું તેલ, સૂર્યમુખીનું તેલ વગેરે લેવાની સલાહ આપે છે તેમાં ગુડ કોલેસ્ટ્રોલ ઓછું હોય છે અને બેડ કોલેસ્ટ્રોલ વધુ હોય છે. 

આવી ઊંધી સલાહને કારણે લોકો હૃદયરોગનો ભોગ બની રહ્યા છે. જેઓ હૃદયને હેમખેમ રાખવા માગતાં હોય તેમણે આ વાત સમજી લેવી જોઇએ.

અમારીસાથે જોડવા નીચેની લીંક પર ક્લિક કરવાનું ભૂલતા નહિ https://www.facebook.com/gujaratdayro/

 

One thought on “હૃદય રોગનું મૂળ કારણ કોલેસ્ટ્રોલ નથી પણ આ છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *