પોતાની દીકરી સાથે લગ્ન કરનારને આપશે 2 કરોડ રૂ… ખાલી શરત એટલી કે છોકરો વધુ પડતો સ્માર્ટ કે ભણેલો ના હોવો જોઈએ.

1
1409
views

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

એક પિતાની અનોખી શરત…. પોતાની દીકરી સાથે લગ્ન કરનાર વ્યક્તિને આપશે 2 કરોડ રૂપિયા…

મિત્રો દરેક પિતાનું એવું સપનું હોય છે કે, તેની દીકરીના લગ્ન ધૂમધામથી થાય અને લગ્ન જીવન ખુબ જ સુખમય રહે. પરંતુ તેમ છતાં પણ જો તેને ભવિષ્યમાં કોઈ સમસ્યા આવે તો તેનો સામનો કરવામાં સરળતા રહે તેના માટે કદાચ દહેજ આપવાની પ્રથા આપણા સમાજમાં શરૂ થઇ હતી. જેનો દોર હજુ પણ ચાલે જ છે. પરંતુ પહેલાના સમયમાં આ પ્રથા ખુબ જ પ્રચલિત હતી. દીકરીને કરિયાવર માટે તેના પિતાના વાળ ધોળા થઇ જતા હતા અને છતાં પણ દીકરીના બાપને ઓછું જ લાગતું હતું.

પરંતુ આજે આ પ્રથા ધીમે ધીમે નાબુદ થવા લાગી છે. સમાજના ભણેલાગણેલા ઘણા લોકો આ પ્રથાથી વિરુદ્ધ છે. પરંતુ છતાં હજુ ઘણા લોકો દહેજ આપતા હોય છે. તેનું કારણ હોય છે દીકરીના સાસરિયા વાળા લોકો. પરંતુ તેમ છતાં પણ દીકરીના પિતા રાજી ખુશીથી દીકરીને દહેજ આપતા હોય છે.

તો મિત્રો આજે અમે તમને એક એવા પિતા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેના વિશે જાણીને તમે પણ હેરાન રહી જશો. આજે અમે જે પિતાની વાત તમને જણાવશું તેમણે પોતાની દીકરી સાથે જે વ્યક્તિ લગ્ન કરે તેને પુરા 2 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તો મિત્રો આપણને પણ પ્રશ્ન થાય કે 2 કરોડ રૂપિયા આપવા પાછળનું સાચું કારણ શું હશે. તો મિત્રો ચાલો જાણીએ કે શા માટે એ પિતા તેની દીકરી સાથે લગ્ન કરનારને આવડી મોટી રકમ આપે છે.

એક વ્યક્તિ જેનું નામ રોથોંગ છે. તેણે પોતાની દીકરી સાથે લગ્ન કરનાર વ્યક્તિ માટે એક અજુગતી શરત રાખી છે. તે વ્યક્તિએ જાહેર કર્યું છે કે જે વ્યક્તિ તેની દીકરી સાથે લગ્ન કરશે તેને 240000 યુરો એટલે તેને ભારતીય રૂપિયામાં ગણીએ તો પુરા 2 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ મુદ્દા પર સુત્રોના આધારે એવું જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ થાઈલેન્ડનો એક કરોડપતિ પિતા છે. રીપોર્ટ અનુસાર પિતાની આ 2 કરોડ રૂપિયા આપવાની ઘોષણા કર્યા બાદ ઘણા છોકરાઓના લગ્ન માટેના પ્રસ્તાવો પણ આવી રહ્યા છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર અત્યાર સુધી લગભગ 10,000 છોકરાઓ આ પિતાની પરી સાથે લગ્ન કરવા માટે સંપર્ક કરી ચુક્યા છે અને લગ્ન કરવામાં પોતાની રૂચી જાહેર કરી છે. મિત્રો આનાથી પણ રસપ્રદ વાત તો અહીં એ છે કે 58 વર્ષના પિતા મિસ્ટર રોથોંગે એક છોકરાના પ્રસ્તાવને એટલે રીજેક્ટ કર્યો કે તે છોકરો ખુબ જ હેન્ડસમ હતો. તેથી તેને એવી આશંકા હતી કે તે છોકરો તેની દીકરીનું દિલ તોડી નાખશે.

આ વ્યક્તિએ ત્રણ મહિના માટે સર્ચ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. તેણે જણાવ્યું છે કે એક પછી એક ઘણા સારા છોકરાઓના ફોન આવી રહ્યા છે. જેના કારણે તે આરામ પણ નથી કરી શકતા. તમને જણાવી દઈએ કે આ વ્યક્તિની દીકરી સાથે લગ્ન કરવા માટે છોકરાઓ પોતાની પ્રોફાઈલમાં ચિત્ર વિચિત્ર વાતો લખી છે. કોઈએ લખ્યું છે કે તેની પાસે 300 વૃક્ષની જમીન છે, તો કોઈએ લખ્યું છે કે દસ વ્હીલ વાળો ટ્રક પણ ચલાવી શકે છે. આ વાતો સાંભળતા જ દરેક વ્યક્તિને ખુબ જ અજીબ લાગે.

તો મિત્રો આ બાબતમાં સૌથી સારી અને મહત્વની વાત તો એ છે કે દીકરીના પિતાએ કહ્યું છે કે, તેને છોકરો ક્યાં દેશનો રહેવાસી છે અને કંઈ ભાષા બોલે છે, તેનાથી તેને કોઈ ફરક નથી પડતો..(ટૂંકમાં આપણે ગુજરાતી પણ ચાલીએ)તેમની શરત માત્ર એટલી જ છે કે જે પણ છોકરો તેની દીકરી સાથે લગ્ન કરે, તે તેને અને તેની દીકરીને ખુશ રાખી શકે તેવો હોવો જોઈએ. આ ઉપરાંત છોકરો દીકરીના પિતાના બીઝનેસની પણ દેખરેખ રાખી શકે તેવો હોવો જોઈએ. પરંતુ તેમનું એવું પણ કહેવું છે કે તેમને કોઈ બેચલર કે માસ્ટર ડીગ્રી વાળો છોકરો નથી જોઈતો. આગળ તેમણે એવી પણ ઘોષણા કરી છે કે જ્યારે તેની દીકરીના લગ્ન થઇ જશે ત્યાર બાદ તે પોતાની બધી સંપત્તિ તેને દાનમાં આપી દેશે.

પરંતુ તે પિતાને હજુ સુધી એવો છોકરો કોઈ મળ્યો નથી. તમને શું લાગે છે તેના પિતા તેની દીકરી માટે આ ઠીક કરી રહ્યા છે? તો કોમેન્ટમાં લખજો “ઠીક છે” અને તમને એમ લાગે કે આ થોડું વધારે પડતો પ્રેમ છે તો કોમેન્ટમાં લખજો.. “આ ઠીક ના કહેવાય”.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી?  આવી જ  બીજી જાણકારી મેળવવા લાઈક કરી  લો  SOCIAL  GUJARATI  પેજ…  અને  નીચે મુજબનું સેટિંગ કરી નાખો..  એટલે  તમામ આવા લેખ દરરોજ મળ્યા કરશે સૌથી પહેલા

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here