ઘરમાં LPG ગેસ કનેક્શન હોય તો જાણી લો આ પાંચ ફાયદાની વાત જે એજન્સી વાળા નહિ જણાવે…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

ઘરમાં LPG ગેસ કનેક્શન હોય તો જાણી લો આ પાંચ ફાયદાની વાત જે એજન્સી વાળા નહિ જણાવે…

જે લોકોના ઘરમાં LPG ગેસ કનેક્શન હોય તેના માટે આ ખુબ જ મહત્વની વાત છે કારણ કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પાંચ એવી બાબતો છે કે જેનાથી LPG ગેસ યુઝરને ફાયદો થાય છે જે લગભગ લોકોને નથી ખબર અને એજન્સી વાળા પણ નથી જણાવતા આ બાબતો.

સૌથી પહેલો ફાયદો એ છે કે જે તમે જ્યારે સીલીન્ડર ખરીદો છો ત્યારે તેનો ઇન્સ્યોરન્સ થઇ જાય છે. 50 લાખ સુધી થનાર આ ઇન્સ્યોરન્સની જાણકારી લોકોને નથી હોતી. સીલીન્ડરનો ઇન્સ્યોરન્સ તેની એક્સપાયરી ડેટ સાથે જોડાયેલ હોય છે. લોકો જ્યારે સીલીન્ડર ખરીદે ત્યારે ડેટ જોતા નથી.

img source

પરંતુ તે વાતનું ધ્યાન રાખવું જોઈએ. ભગવાનના કરે અને ગેસ સીલીન્ડરના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો તમે તેનો કલેઈમ કરી શકો છો. જેમાં 10 થી 25 લાખ રૂપિયાની વિમાની રકમ મળી શકે છે. તેમજ કોઈ સામુહિક દુર્ઘટના સર્જાય તો 50 લાખ રૂપિયા પણ મળી શકે છે.

તેનો બીજો ફાયદો છે શહેર બદલો તો ટ્રાન્સફરનું ટેન્શન થશે દુર. તમે તમારું ગેસ કનેક્શન કોઈ પણ શહેરમાં જાવ તો બદલી શકો છો. તેના માટે તમારે માત્ર થોડા ડોક્યુમેન્ટ આપવાના રહેશે અને આ સેવા ભારત દેશના કોઈ પણ શહેરમાં લાગુ પડે છે. તેના માટેની પ્રક્રિયા આ પ્રમાણે છે કે અત્યારે તમે જે શહેરમાં રહો છો ત્યાં તમારી એજન્સી પર જાવ અને તમારું ગેસ સીલીન્ડર અને રેગ્યુલેટર જમા કરાવી દેવું.

img source

તે આપ્યા બાદ એજન્સી વાળા તમને જમા કરેલા પૈસા પરત કરી દેશે અને તેની સાથે તે તમને એક ફોર્મ આપશે જેમાં તમારા કનેકશનનું પ્રૂફ હશે. હવે તમે જે શહેરમાં જાવ છો ત્યાંની ગેસ એજન્સી પર જાવ અને તે એજન્સીને પેલું ફોર્મ આપી દો અને જે પૈસા તમને પરત મળ્યા હતા તે અહીં જમા કરાવી દો અને તમને તમારું કનેક્શન પાછું મળી જશે.

img source

ત્રીજો ફાયદો એ છે કે તમે બીજાના નામ પર સરળતાથી ટ્રાન્સફર કરી શકો છો આ ઉપરાંત તમે બીજા કોઈના નામનું ગેસ સીલીન્ડરનો ઉપયોગ કરો છો તેને પણ તમારા નામે કરાવી શકો છો. તેને ટ્રાન્સફર કરવા માટે બે શપથ પત્રની જરૂર પડશે. બંને વ્યક્તિએ એક એક પત્ર ભરવાનું રહેશે. નામ બદલવા માટે NOC અને અમુક ડોક્યુમેન્ટ આપીને નામ બદલાવી શકાય છે.

ત્યાર બાદ ચોથા નંબરનો ફાયદો છે કે તમે તમારું કનેક્શન ઓનલાઈન પણ લઇ શકો છો. My LPG.in વેબસાઈટની મદદથી ઓનલાઈન કનેક્શન લઇ શકો છો. અને આ યોજના નરેન્દ્ર મોદી દ્વારા ડીજીટલ ઇન્ડિયા દ્વારા લાગુ પાડવામાં આવી છે. તમે ત્યાં તમારા ગેસ સીલીન્ડર સંબંધી કોઈ પણ કાર્યવાહી ઓનલાઈન કરી શકો છો.

img source

પાંચમો ફાયદો છે સબસિડીને લઈને. તમે સબસીડીની પ્રક્રિયા ઓનલાઈન પણ પૂરી કરી શકો છો. સૌથી પહેલા https://rasf.uidai.gov.in  /seeding/user/Resident  પર ક્લિક કરો. ત્યાર બાદ તેની સામે આધાર કાર્ડની વેબ્સાઈટ ખુલશે. ત્યાં તમારે start now બટન પર ક્લિક કરો અને ત્યાર બાદ એક પેજ ખુલશે. ત્યાં તમને જે માહિતી માંગે તે ભરવાની રહેશે અને આ રીતે તમે તમારી સબસિડીની પ્રક્રિયા કરી શકો છો.

img source

હજુ તમને આ જાણકારી પ્રત્યે કોઈ પ્રશ્ન છે તો કમેન્ટ દ્વારા જરૂર જણાવજો. આ ઉપરાંત તમારા ઘરે કંઈ કંપનીનું કનેક્શન છે તે પણ જણાવજો hp, Indane, bharatgas  જે પણ હોય કમેન્ટ કરજો જેથી તેના સંબંધી કોઈ અપડેટ હોય તો અમે તમારા સુધી પહોંચાડી શકીએ.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment