સરકાર કરે છે સહાય… દર મહીને કમાઈ શકો છો 30 હજારથી વધુ જન ઔષધી યોજના દ્વારા… જાણો પૂરી માહિતી.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

સરકાર કરે છે સહાય… દર મહીને કમાઈ શકો છો 30 હજારથી વધુ જન ઔષધી યોજના દ્વારા… જાણો પૂરી માહિતી.

મિત્રો આજકાલ આપને જોઈએ છીએ કે કોઈ પણ નોકરી અથવા ધંધો કરવો હોય તો ખુબ  પરેશાનીનો સામનો કરવો પડે છે. છતાં પણ સફળતા મળે તેની કોઈ પણ ગેરેંટી નથી હોતી. તો આજે અમે તમારા માટે ખુબ જબરદસ્ત વાત લઈને આવ્યા છીએ. તેનાથી તમે આરામથી પૈસા કમાઈ શકો છો. તે બિઝનેસ શરૂ કરવામાં તમને મદદ પણ મળે છે. તો ચાલો જાણીએ શું છે એ બીઝનેસ અને કોણ કરે છે તેના માટે મદદ.

જો તમે નોકરીની જગ્યાએ બીઝનેસ શરુ કરવા માંગતા હોવ તો સરકાર દ્વારા તમારા માટે ખુબ જ સારો મોકો મળી રહ્યો છે. સરકાર દ્વારા એક પ્લાનિંગ કરવામાં આવ્યું છે કે 2020 સુધીમાં આખા ભારતમાં 2500 જન ઔષધીની દુકાનો ખોલવાની યોજના આવી રહી છે. આ પ્રસ્તાવની જાહેરાત સરકાર દ્વારા હજુ હમણાં જ કરવામાં આવી છે. હાલમાં દેશમાં સસ્તી દવાઓની લગભગ 5000 કરતા પણ વધારે દુકાનો સંચાલિત છે. આ દવાની દુકાનો માંથી ખુબ જ સસ્તી અને ખુબ જ સારી દવાઓ મળી રહેશે.

કેન્દ્રીય રસાયણ અને ઉર્વરક મંત્રી મનસુખ માંડવીયા એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આખા દેશમાં “પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી યોજના” દ્વારા ઔષધી કેન્દ્રોની સંખ્યા 5 હાજર કરતા પણ વધારે છે. પરંતુ 2020 સુધીમાં આ સંખ્યા માં વધારો કરવાનો છે અને તેની સંખ્યામાં 2500 જેટલા કેન્દ્રો હજુ પણ ખોલવાના છે. જેમાં સસ્તી દવાઓ મળી રહે. અને એ પણ જણાવ્યું હતું કે જે લોકોને દવાની જરૂર હોય તે લોકો આ ઔષધી કેન્દ્રોમાંથી ખરીદો તેવી અપીલ કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી એ જણાવ્યું હતું કે દર્દીના ઈલાજ માટે 70 % ખર્ચ દવાનો હોય છે. જે બજારમાં ખુબ મોંઘી મળતી હોય છે જ્યારે જનઔષધીમાં તે દવાઓ ખુબ જ સસ્તી મળે છે.

જન ઔષધી કેન્દ્ર માંથી હાલ રોજ 10 થી 15 લાખ લોકો દવાઓ ખરીદે છે તેવો એક સર્વે કરવામાં આવ્યો હતો. જો ભારત સરકારની આ યોજનામાં રસ ધરાવતા હોવ તો આ યોજનાનો લાભ લઈને દર મહીને 30 હજાર કરતા પણ વધારે કમાઈ શકો છો. તો ચાલો જણીએ કે કેવી રીતે આ યોજના સાથે જોડાવવું અને પૈસા કમાઈ શકાય.

કોઈ પણ ખોલી શકે છે મેડીકલ સ્ટોર.
જન ઔષધી કેન્દ્ર શરૂ કરવા માટે કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે છે. પરંતુ શરત માત્ર એટલી જ છે કે ભારતીય નાગરિક હોવા જોઈએ. તમે કોઈ સરકારી ઓફીસ કે અન્ય કોઈ પણ કામ કરતા હોવ છતાં આ યોજનાનો લાભ લઇ શકો છો. જો કોઈ અપંગ આ યોજના માટે આવેદન આપે તો તેને સરકાર તરફથી 50 હજાર રૂપિયાની આર્થિક સહાય પણ મળે છે.

આ યોજના નો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ.
જન ઔષધી કેન્દ્ર માટે આવેદન આપવા માટે આપણી પાસે પાનકાર્ડ હોવું ખુબ જ જરૂરી છે. જો તમે કોઈ હોસ્પિટલ અથવા NGO માટે કરવા માંગતા હોવ તો તેનું રજીસ્ટ્રેશન પ્રમાણ પત્રઅને પણ કાર્ડની જરૂર પડે છે. અને ખાસ વસ્તુ એ કે મેડીકલ ખોલવા માટે 100  સ્ક્વેર ફૂટની જગ્યા વળી દુકાનના દસ્તાવેજ અથવા ભાડે હોય તો ભાડા કરાર. હોવો આવશ્યક છે.

કેવી રીતે કરવાની અરજી. 
તમે આ અરજી માટે ઓનલાઈન પણ આવેદન આપી શકો છો. http:/janaushadhi.gov.in/index ઓપન કરવાનું એટલે તેમાં Bureau of Pharma PSUS of India (BPPI) નામનું પેઈજ ખુલી જશે. ત્યાં રજીસ્ટ્રેશનના ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને ત્યાં ક્લિક કરશો એટલે ઘન બધા ઓપ્શન્સ ખુલી જશે. તેમાં બે ઓપ્શન હશે ઓફ લાઈન રજીસ્ટ્રેશન અને ઓન લાઈન રજીસ્ટ્રેશન હશે. અને સાથે સાથે ત્યાં જન ઔષધી ખોલવા માટેની ગાઈડલાઈન્સ પણ ત્યાં આપેલી હશે.

રજીસ્ટ્રેશન કરતા સમયે તેમાં તમારું નામ, મોબાઈલ નંબર, જન્મ તારીખ જેવી ઘણી બધી સુચીઓ ભરવી પડશે. ત્યાર પછી આવેદન આપવા માટે રજિસ્ટર્ડ થઇ ગયા હશું. આ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાર બાદ આધારકાર્ડ નંબર નાખવાનો રહેશે. વેરીફાઈ કરવામાં માટે OTP ઓપ્શન્સ પણ પસંદ કરી શકો છો. ત્યાં એક ફોર્મ ખુલશે તેને ભરીને સબમિટ કરી દેવાનું છે. અને તેની પ્રિન્ટ કાઢી લેવાની છે. ત્યાર પછી તે પ્રિન્ટને લઈને Bureau of Pharma PSUS of India (BPPI) સેન્ટરમાં 2000 રૂપિયાની ફી સાથે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યાર બાદ તે વિલેજ લેવલ એન્ટરપ્રેન્યોર(વીએલઈ) માં લાઇસન્સ લેવું પડે છે.

જન ઔષધી કેન્દ્રનું સંચાલન કરવા માટે તમને દવાના એમઆરપી ટેક્સ અને તેના સિવાય 20 નફો આપવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે વધુમાં સરકાર દ્વારા દર મહીને પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવે છે. 

તો મિત્રો આ યોજનાના લાભ હેઠળ પૈસા કમાવવાનો ખુબ જ સારો મોકો છે. આ આર્ટીકલ વધુમાં વધુ શેર કરજો, જેથી કોઈ લાભ લેવા ઈચ્છતા લોકો વાંચી શકે. અને કેવી લાગી આ યોજના તે કોમેન્ટમાં જણાવો. (હેલ્પફુલ કે ગૂડ કે એવરેજ)

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

Leave a Comment