તથ્યો અને હકીકતો

ગરુડ પુરાણ અનુસાર બાળકે માતાના ગર્ભમાં જ કરવો પડે છે આવા આવા કષ્ટોનો સામનો…. જાણો કેવા કષ્ટો હોય છે તે

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, અને પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

બાળકે માતાના ગર્ભમાં જ કરવો પડે છે કષ્ટોનો સામનો…. જાણો ગરુડ પુરાણ તેના વિશે શું કહે છે….

મિત્રો ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ પોતાના પરમ ભક્ત અને વાહન ગરુડને જીવન-મૃત્યુ, સ્વર્ગ-નર્ક, પાપ-પુણ્ય અને મોક્ષ પામવાના વિષયો પર વિસ્તાર પૂર્વક જણાવ્યું હતું. 18 પુરાણમાંથી ગરુડ પુરાણનું એક વિશેષ મહત્વ રહેલું છે. તો આજે અમે તમને ગરુડ પુરાણ અનુસાર જણાવશું કે ગર્ભસ્થ શિશુને નવ મહિના દરમિયાન માતાના ગર્ભમાં ક્યાં પ્રકારના કષ્ટો સહન કરવા પડે છે. IMAGE SOURCE
તેમજ તે શિશુના મનમાં કેવા વિચારો આવે છે. મિત્રો આ માહિતી ખુબ જ રોચક છે જેને જાણ્યા બાદ તમે આશ્ચર્ય ચકિત થઇ જશો. એટલા માટે આજે આ લેખને ખાસ વાંચો.

મિત્રો દરેક વ્યક્તિએ આ બાબત જાણવી જોઈએ. જે ભવિષ્યમાં માતાપિતા બનવા જઈ રહ્યા છે તે અને જે પહેલેથી જ કોઈ બાળકના માતાપિતા છે તેમણે પણ આ દુર્લભ માહિતીને ખાસ વાંચવી જોઈએ.

સ્ત્રીઓને માસિક ધર્મ આવવાથી સંતાનની ઉત્પત્તિ થાય છે. તેના કારણે ત્રણ દિવસ સુધી સ્ત્રીઓ અપવિત્ર રહે છે. આ ત્રણ દિવસ દરમિયાન પહેલા દિવસે સ્ત્રી ચાંડાલી, બીજા દિવસે બ્ર્હ્મઘાતીન અને ત્રીજા દિવસે ધોબણ સમાન રહે છે. આ ત્રણ દિવસ સ્ત્રી માટે નરક સમાન જ હોય છે.

IMAGE SOURCE
ઈશ્વરથી પ્રેરિત થયેલ કર્મોના આધારે શરીર ધારણ કરવા માટે પુરુષના વીર્યના માધ્યમથી સ્ત્રીના શરીરમાં જીવ પ્રવેશ કરે છે. એક રાત્રિનું જીવ સુક્ષ્મ કણ, પાંચ રાત્રીનો જીવ પાણીના પરપોટા સમાન અને 10 દિવસનું જીવ બોર સમાન હોય છે. ત્યાર બાદ તે જીવ એક માંસના પીંડનો આકાર લઇ ઈંડા સમાન થઇ જાય છે.

એક મહિનામાં મસ્તિષ્ક બીજા મહિનામાં હાથ તેમજ પગ જેવા અંગોનો વિકાસ થાય છે. ત્યાર બાદ ત્રીજા મહિનામાં નખ, હાડકા, લિંગ, નાક, કાન, મોં વગેરે અંગ બની જાય છે. ચોથા મહિનામાં ત્વચા, માંસ, રક્ત, મેદ, મજ્જા વગેરેનું નિર્માણ થાય છે અને પાંચમાં મહિનામાં શિશુને ભૂખ તરસ લાગવાનું શરૂ થઇ જાય છે.

IMAGE SOURCE
ત્યાર બાદ શીશું ગર્ભની દીવાલથી ઢંકાઈને માતાના ગર્ભમાં ફરવા લાગે છે. આ દરમિયાન માતા દ્વારા ખવાયેલ અન્નથી વિકાસ પામતું તે બાળક મૂત્ર, ગંદકી અને જ્યાં અનેક જીવની ઉત્પત્તિ થાય છે તેવા સ્થાન પર સુવે છે. તે સ્થાન પર કૃમિ જીવોના કરડવાથી શિશુના બધા અંગોને કષ્ટ પહોંચે છે. જેના કારણે શિશુ વારંવાર બેહોશ પણ થતું હોય છે.

માતા આ સમય દરમિયાન જે વધારે પડતું તીખું તળેલું અને મસાલેદાર ભોજન કરે છે તેના સ્પર્શથી બાળકના કોમળ અંગોને ખુબ કષ્ટ પહોંચે છે. ત્યાર બાદ બાળકનું મસ્તક નીચે અને પગ ઉપરની બાજુ થઇ જાય છે. ત્યાર બાદ બાળક ગર્ભમાં આમ તેમ ફરી નથી શકતું. જે રીતે કોઈ પક્ષી પિંજરામાં તડપતુ હોય છે તે જ રીતે બાળક માતાના ગર્ભમાં દુઃખ ભોગવે છે.

IMAGE SOURCE
આ સમયે શિશુ સાત ધાતુઓથી ભયભીત થઈને હાથ જોડીને ઈશ્વરને સ્તુતિ કરવા લાગે છે. સાતમાં મહિનામાં શિશુને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યારે શિશુ વિચારે છે કે, હું ગર્ભની બહાર જઈશ તો ઈશ્વરને ભૂલી જઈશ એવું વિચારી તે દુઃખી પણ થતું હોય છે. સાતમાં મહિનામાં બાળક ખુબ જ દુઃખથી વૈરાગ્યયુક્ત થઈને ભગવાનને પ્રાર્થના કરે છે કે, “હે જગતના નાથ, સંસારના પાલનહાર અને તારા શરણે આવેલ હોય તેનું પાલન કરનાર ભગવાન વિષ્ણુને, હું શરણાગત થાવ છું.”

ત્યાર બાદ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા શિશુ કહે છે કે, “હે ભગવાન પાછળના જન્મમાં મેં મારા પરિવાર માટે શુભ કાર્યો કર્યા તે લોકો તો ખાઈ પીને જતા રહ્યા, પરંતુ હું એકલો દુઃખ ભોગવી રહ્યો છું. હે ભગવાન હું આ યોનીથી અલગ થઈને તમારા ચરણોનું સ્પર્શ કરી ફરીથી એવા ઉપાય કરીશ જેથી હું મુક્તિને પ્રાપ્ત કરી શકું.”

IMAGE SOURCE
ત્યાર બાદ બાળક ગર્ભમાંથી ભગવાનને કહે છે કે, “હે ભગવાન, હું મહાદુઃખી અને ભૂખથી વ્યાકુળ છું અને હું આ મૂત્રના કુવામાંથી બહાર આવવાની ઈચ્છા ધરાવું છું, તમે મને ક્યારે બહાર કાઢશો ?” તો બીજી બાજુ શિશુને એવો પણ વિચાર આવે છે કે હું ગર્ભમાંથી બહાર નીકળીશ તો મારે પાપ કર્મો કરવા પડશે અને મારે ફરી નરકમાં જવું પડશે. તેમજ મારી આત્માને દુઃખ ભોગવવું પડશે તો મારે પુનઃજન્મ નથી જોઈતો. આ દુઃખથી વ્યાકુળ હોવા છતાં બાળક વિચારે છે કે તમારા ચરણનો આશ્રય લઈને હું આત્માનો સંસારથી ઉદ્ધાર કરીશ. આ પ્રકાર 9 થી 10 મહિના સુધી શિશુ બુદ્ધિ વિચાર કરતા કરતા નીચે મુખથી પ્રસુતિના સમયે વાયુથી તત્કાલ બાહાર નીકળે છે.

IMAGE SOURCE
પ્રસુતિની હવાથી શિશુ શ્વાસ લેવા લાગે છે અને ત્યાર બાદ શિશુને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી રહેતું. ગર્ભથી અલગ થતા શિશુ જ્ઞાન રહિત થઇ જાય છે માટે જ તે જન્મના સમયે રડે છે.
જે સમયે બાળક કર્મયોગ દ્વારા ગર્ભમાંથી બહાર આવે છે તે સમયે ભગવાન વિષ્ણુની માયાથી તે મોહિત થઇ જાય છે. માયાથી મોહિત થવાના કારણે તે જન્મ બાદ કંઈ નથી બોલી શકતો અને નાનપણના દુઃખોને ભોગવે છે.

તો મિત્રો ગરુડ પુરાણ અનુસાર શિશુ ગર્ભમાં આ રીતે વિકાસ પામે છે અને કષ્ટોને ભોગવે છે. તો મિત્રો આ બાબતમાં તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.. કેવો લાગ્યો આ આર્ટીકલ એ પણ જણાવો..અને કોમેન્ટમાં જણાવો તમારા નાનપણની કોઈ એવી વાત છે જે તમને હજુ સુધી યાદ છે?

IMAGE SOURCE
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી?  આવી જ  બીજી જાણકારી મેળવવા લાઈક કરી  લો  SOCIAL  GUJARATI  પેજ…  અને  નીચે મુજબનું સેટિંગ કરી નાખો..  એટલે  તમામ આવા લેખ દરરોજ મળ્યા કરશે સૌથી પહેલા

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *