છેલ્લે ભગત સિંહે લખ્યો હતો આ પત્ર….. વાંચો તે પત્રની લીટીઓ.. દેશના દરેક નાગરિકને થશે ગર્વ.. જાણો તેમાં શું લખ્યું છે….

વર્ષ 1931 માં ભારતીય સ્વતંત્રતા આંદોલન દરમિયાન ક્રાંતિકારી ભગત સિંહ, રાજગુરૂ અને સુખદેવને 23 માર્ચના દિવસે ફાંસી આપવામાં આવી હતી. તેથી મિત્રો આ દિવસને તેમના માનમાં ભારત સરકાર દ્વારા શહીદ દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો અને ઉજવવામાં આવે છે.

દેશ અને દુનિયામાં આમ તો ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ બની છે. પરંતુ 23 માર્ચ કે જે દિવસે ભગત સિંહ અને તેમના બે મીત્ર સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી તે ભારતીય ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ ઘટનામાની એક ઘટના છે.

મિત્રો એક બાજુ આજની યુવા પેઢી જે પ્રેમ સબંધ કે પબજીને પોતાની જિંદગી માનીને દેશ તો દૂરની વાત પણ પોતાના પરિવારથી પણ બગાવત કરતા અચકાતા નથી.

જ્યારે ભગત સિંહે પોતાની યુવાનીને દેશ માટે કુરબાન કરી દીધી હતી. ભગત સિંહ આઝાદ આંદોલનના એક એવા સિપાહી હતા કે જેની રગેરગમાં ક્રાંતિકારી દોડતી હતી. તેમનું નામ લેતા જ શરીરમાં જોશ દોડવા લાગે અને રુંવાડા ઉભા થઇ જાય છે. આપણે પોતાની જાતને દેશભક્તિના જજ્બાથી ભરવી હોય તો માત્ર ભગત સિંહ એક જ નામ કાફી છે.

મિત્રો આજે અમે ભગત સિંહની ફાંસી અને તેમણે લખેલા છેલ્લા પત્ર વિશે જણાવશું જે દેશના દરેક નાગરિકે વાંચવું જોઈએ અને બાળકો તેમજ  બીજા  લોકોને  પણ  જણાવવું  જોઈએ.

જે અંગ્રેજો ભારતને ખોખલું કરી રહ્યા હતા તેના નાકમાં દમ કરનાર સિપાહી એટલે વીર ભગત સિંહ. તેમણે  અંગ્રેજોની અસેમ્બલી પર બોમ્બ ફેંકીને તેમની ઊંઘ હરામ કરી દીધી હતી. ત્યાર બાદ તેઓ અંગ્રેજોના હાથે પકડાઈ ગયા અને તેમને ફાંસીની સજા સંભળાવામાં આવી હતી.

જે દિવસે ભગત સિંહ અને બીજા શહીદોને ફાંસી આપવામાં આવી તે દિવસે લાહોર જેલમાં રહેલા બધા કેદીઓની આંખોમાં આંસુ આવી ગયા હતા. એટલું જ નહિ પરંતુ જેલના કર્મચારી અને અધિકારીઓ શહીદ ભગત સિંહ જેવા ક્રાંતિકારીના ગાળામાં ફાંસીનો ફંદો પહેરાવા જઈ રહ્યા હતા ત્યારે તેમના પણ હાથ કાંપી રહ્યા હતા. જેલના નિયમ અનુસાર ફાંસી પહેલા ત્રણેય દેશ્ભકતને નવડાવામાં આવ્યા પછી તેમને નવા કપડા પહેરાવીને જલ્લાદની સામે લાવવામાં આવ્યા હતા.

જ્યારે તે ત્રણેય ક્રાંતિવીરને તેમની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી તો તેણે કહ્યું કે અમે એક બીજાને ગળે લગાવવા માંગીએ છીએ. ત્રણેય એકબીજાને હસતા હસતા ગળે મળ્યા અને ત્યાર બાદ દેશ માટે હસતા હસતા ફાંસીના માચળે ચડી શહીદ થઇ ગયા હતા.

ભગત સિંહ શહીદ થયા તે પહેલા તેમણે એક છેલ્લો પત્ર દેશ માટે લખ્યો હતો. જે જાણીને તમને પણ આ વિરસપૂતને સલામ કરવાનું મન થશે. પત્ર કંઈક આ પ્રમાણે છે,

“સાથીઓ સ્વાભાવિક છે કે જીવવાની ઈચ્છા તો મારામાં પણ હોવી જોઈએ, હું તે છુપાવવા નથી માંગતો. પરંતુ હું એક શરત પર જીવી શકું છું કે  કેદ થઈને કે પાબંદ થઈને ન રહું. મારું નામ હિન્દુસ્તાની ક્રાંતિનું પ્રતિક બની ગયું છે. ક્રાંતિકારી દળોના આદર્શે મને ખુબ ઉપર બેસાડી દીધો છે, એટલો ઉંચો કે જીવિત રહેવાની સ્થિતિમાં હું આનાથી ઉંચો જઈ શકતો નથી. મારા હસતા હસતા ફાંસી પર ચડવાથી દેશની માતાઓ પોતાના બાળકો ભગત સિંહ બને તેવી ઉમ્મીદો કરશે. તેનાથી આઝાદી માટે કુરબાની આપનાર લોકોની તાદાદ એટલી વધી જશે કે ક્રાંતિને અટકાવવી અશક્ય બની જશે. આજ કાલ મને પોતાના પર ખુબ ગર્વ છે. હવે હું ખુબ બેતાબીથી મારી અંતિમ પરીક્ષાની રાહ જોઈ રહ્યો છું. આશા છે કે તે ઝડપથી નજીક આવે.”

વીર ભગત સિંહ એક એવા ક્રાંતિકારી છે કે જે દેશ માટે જીવી પણ જાણ્યા અને સમય આવ્યે દેશ માટે શહીદ થતા પણ અચકાયા નહિ. આવા શહીદોને આજના શહીદ દિવસે શત શત નમન છે અને તેમના જજ્બાને સલામ છે. જો તમને પણ તેમના દેશભક્તિના જજ્બા પર ગર્વ થતો હોય તો કોમેન્ટમાં જઈ જવાન, ભારતમાતા કી જય લખવાનું ભૂલતા નહિ તેમજ ભગત સિંહ વિશે તમારે કંઈ કહેવું હોય તો તેમના માનમાં કોમેન્ટ કરી અવશ્ય જણાવજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ 

3 thoughts on “છેલ્લે ભગત સિંહે લખ્યો હતો આ પત્ર….. વાંચો તે પત્રની લીટીઓ.. દેશના દરેક નાગરિકને થશે ગર્વ.. જાણો તેમાં શું લખ્યું છે….”

  1. Aavi comment upload karvi joi
    Jethi mind ma rahe ke aazadi
    Kevi rite mali hati
    Desh mate jyare mushkeli aave
    Tyare bhagat sinh na vicharo yaad aave

    Reply

Leave a Comment