છોડો પાર્લરના મોંઘા ખર્ચા અને ઘરે જ વાળને સ્ટ્રેટ કરો તે પણ પ્રાકૃતિક ઉપચારથી… જાણીલો આ રીત

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💇  છોડો પાર્લરના મોંઘા ખર્ચા અને ઘરે જ વાળને સ્ટ્રેટ કરો તે પણ પ્રાકૃતિક ઉપચારથી. 💇

💇 લગભગ સ્ત્રીઓને એક વાર તો એવી ઈચ્છા થતી જ હોય છે કે તેના વાળ એકદમ સ્ટ્રેઈટ દેખાય અને તેના માટે કેટલી મોંઘી ટ્રીટમેન્ટ પણ કરાવતી હોય છે. તેનો શરૂઆતી સ્ટેપ પણ ત્રણથી ચાર હજારના હોય છે જેમાં તમને તે લોકો પરમેનન્ટ સ્ટ્રેટ રહે તેની કોઈ ગેરેંટી નથી આપતા તેમજ જો પરમેનન્ટ સ્ટ્રેઈટ કરાવો તો તેનો ચાર્જ વધુ લાગે છે. અને મહીને મહીને હેઈરસ્પા અને મસાજ કરાવવાની માથાકૂટ તો ખરીજ. ઉપરથી તે પ્રોડક્ટ્સમાં ઘણા કેમિકલ એવા હોય છે જે આપણા વાળને નુંકશાન પહોંચાડી શકે છે.

Image Source :

💇 માટે અમે તમારા માટે લાવ્યા છીએ ઘરે જ વાળ સ્ટ્રેટ કરવાના ઉપાય અને તે પણ પ્રાકૃતિક જેથી તમારા વાળને કોઈ નુંકશાન પણ ન થાય. આમ તો સામાન્ય રીતે તમે આ ઉપાયો એક થી બે વાર અપનાવશો તો તમને થોડો ફરક દેખાશે. પરંતુ હા, ઘણી વાર એવું પણ બને કે તમે લાંબા સમય સુધી ઉપાય અપનાવો ત્યારે તેનું તમને ૧૦૦ % પરિણામ જોવા મળે છે. પરંતુ તેનાથી તમારે પરમેનન્ટ સ્ટ્રેટ વાળ થઇ જશે. તો ચાલો જાણીએ કે કંઈ રીતે તમે ઘરે જ પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને વાળને સ્ટ્રેઈટ કરી શકો છો.Image Source :

💇 મિત્રો પહેલો ઉપચાર છે હેઈર માસ્કનો અમે તમને એવું પ્રાકૃતિક હેઈર માસ્ક જણાવશું કે જેનો તમે માત્ર ૩૦ દિવસ સુધી ઉપયોગ કરશો તો તમારા વાળ બની જશે સ્ટ્રેટ. એટલું જ નહિ પરંતુ સાથે તમારા વાળની ગુણવત્તા પણ વધશે. તમારા વાળ સોફ્ટ, સ્મૂથ અને ચમકદાર બની જશે. તેમજ તમારા વાળને વધારવામાં પણ મદદ કરશે. તો મિત્રો આ માસ્કને તો આપણે ઓલ ઇન વન કહીએ તો પણ કદાચ ખોટું ન કહેવાય. તો ચાલો જાણીએ કે આ જાદુઈ હેઈર માસ્કને કંઈ રીતે બનાવી શકાય તેમજ કંઈ રીતે તેને વાળમાં અપ્લાય કરવાનું છે.

🥣 હેઈર માસ્ક : 🥣Image Source :

🥣 હેઈર માસ્ક બનાવવા માટે જોઈતી વસ્તુ,

🥣 1 કપ દહીં,

🥄 ત્રણ ચમચી એલોવેરા જેલ,

🥄 બે ચમચી હેઈર ઓઈલ,

🧝‍♀️ હેઈર માસ્ક બનાવવાની અને લગાવવાની રીત, 🧝‍♀️

🥣 સૌથી પહેલા દહીંને બરાબર હલાવી લો ત્યાર બાદ તેમાં એલોવેરા જેલ નાખી દો અને હલાવી લો અને છેલે તેમાં હેઈર ઓઈલ નાખીને તેને બરાબર હલાવી તેની પેસ્ટ બનાવી લો.

🥣 હવે તેને અપ્લાય કરતા પહેલા તમારા વાળની ઘૂંચ કાઢી લો.ત્યાર બાદ વાળને બે ભાગ માં વેંચી દો.હવે હાથની મદદથી તમારા વાળમાં તે પેસ્ટ લગાવી દો. પહેલા વચ્ચે ઉપર પાથી છે ત્યાં પેસ્ટ લગાવી લો. હવે એક સાઈડના વાળમાં થોડા થોડા વાળ કરી આ પેસ્ટ લગાવી લો. વાળમાં મૂળથી લઈને છેક નીચે સુધી આ માસ્ક લગાવવાનું છે. એક બાજુ લગાવાય જાય ત્યારે તેને બક્કલની મદદથી ઉપર અટકાવી દો અને આજ રીતે બીજી બાજુ પેસ્ટ લગાવી લો. હવે જે બક્કલ લગાવ્યું તે કાઢી લો અને જમણી સાઈડના વાળ ડાબી સાઈડ જવા દો અને ડાબી સાઈડના વાળ જમણી સાઈડ અને વચ્ચે બક્કલ લગાવી લો. હવે આ માસ્કને ત્રીસ મિનીટ સુધી રાખી મૂકો. ત્યાર બાદ તેને સાદા પાણીથી ધોઈ લો માસ્ક ધોઈ નાખો ત્યાર બાદ તમે શેમ્પૂથી ધોઈ લો. આવું તમારે અઠવાડિયામાં એક વાર કરવાનું છે અને જો તમારા વાળ વધારે ડ્રાય હોઈ તો અઠવાડિયામાં બે વાર લગાવો. આમ એક મહિના સુધી પ્રયોગ કરવાથી તમારા વાળમાં ખૂબ સારું પરિણામ મળશે.

💇 હેઈર સ્પ્રે 💇Image Source :

🥛 હવે બીજી રીત છે એમાં તમારે માત્ર બે જ વસ્તુની જરૂર છે. એક તો કાચું દૂધ એટલે કે દૂધ ગરમ થયેલું ન હોવું જોઈએ. અને બીજું લીંબુ. માત્ર બેજ વસ્તુ જે એકદમ સરળતાથી તમારા ઘરમાંથી મળી રહેશે તેના દ્વારા તમે તમારા વાળને સ્ટ્રેઈટ બનાવી શકો છો.

🥛 તેના માટે સૌથી પહેલા તમારે એક લીટર જેટલું દૂધ લેવાનું છે અને તેમાં અડધા લીંબુનો રસ નાખવાનો છે ત્યાર બાદ તેને બરાબર હલાવી લેવાનું છે. હવે તે મિશ્રણને હેઈર સ્પ્રેની બોટલમાં ભરી લેવાનું છે. મિત્રો બોટલ એકદમ ચોખી અને સાફ થયેલી હોવી જોઈએ.Image Source :

💆 હવે વાળની ઘૂંચ કાઢી લો અને બે ભાગમાં વેંચી લો અને હવે હાથમાં એક કાંસકો લઇ લો અને એક બાજુથી થોડો થોડો સ્પ્રે લગાવતા જાવ અને જે જગ્યાએ સ્પ્રે કરો તે જગ્યાએ વાળ કાંસકાની મદદથી ઓળતા જાઓ. આ રીતે એક બાજુ સારી રીતે વાળના મૂળથી લઈને નીચે સુધી આ રીતે લગાવી લો હવે બીજી સાઈડ પણ આ રીતે બધી બાજુથી વાળમાં સ્પ્રે લગાવી લો.

💆 આવી રીતે તમારે ત્રણ વખત સ્પ્રે લગાવો. ત્યાર બાદ વીસ મિનીટ સુધી તેને સૂકાવા દો. વીસ મિનીટ બાદ વાળને શેમ્પૂની મદદથી ધોઈ લો. આવું અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરવાનું છે અને તે પણ એક મહિના સુધી ત્યાર બાદ તમારા વાળ સ્ટ્રેટ થવા લાગશે. મિત્રો માત્ર બે વારના પ્રયોગમાં જ તમને ફરક જોવા મળશે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *