6 નવેમ્બર સુધી સૂર્ય રહેશે રાહુ નક્ષત્રમાં ! 7 રાશિઓ માટે કપરો સમય અને 5 રાશિઓને છે લાભ જ લાભ.

6 નવેમ્બર સુધી સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં રહેશે. આ નક્ષત્રના સ્વામી રાહુ છે. આપણે બધા જ જાણીએ છીએ કે સૂર્યના બધા જ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. આ ગ્રહના કારણે જ મૌસમ, ઋતુઓ, સેહત અને માનસિક સ્થિતિમાં બદલાવ થવા લાગે છે. સૂર્ય જ આત્મવિશ્વાસ અને ઉર્જાને વધારે છે. એટલા માટે સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી દેશની પ્રશાસનિક વ્યવસ્થામાં બદલાવ થઈ શકે છે. સૂર્યના પ્રભાવથી 5 રાશિઓ માટે સારો સમય રહેશે. પરંતુ બીજી 7 રાશિના જાતકોએ ધ્યાન રાખવું પડશે.

રાહુના નક્ષત્રમાં સૂર્યના આવી જવાથી મૌસમમાં બદલાવ થશે. દેશના અમુક ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધશે. સાથે જ દેશની સીમાઓ સાથે જોડાયેલા અમુક મોટા મામલા સામે આવી શકે છે. પ્રશાસનિક વ્યવસ્થામાં પણ ફેરબદલ થવાની સંભાવના બની રહી છે. સૂર્યનું નક્ષત્ર પરિવર્તન થવાના કારણે ઘણા લોકોમાં ચીડિયાપણું વધી શકે છે. કામકાજને લઈને તણાવની સ્થિતિઓ પણ બની શકે છે. મેષ, કર્ક, કન્યા, તુલા, વૃશ્વિક, કુંભ અને મીન રાશિ વાળા લોકોએ આ સમયમાં સંભાળીને રહેવું પડશે. સૂર્યના કારણે આ 7 રાશિ વાળા લોકો માટે મુશ્કેલી વધી શકે છે. તેમજ વૃષભ, મિથુન, સિંહ, ધન એ મકર રાશિના લોકો માટે સારો સમય રહેશે.

સૂર્યથી બઢતી પણ મળે છે તો નુકશાન પણ થાય છે ; સૂર્યની શુભ અસરથી સેહત સંબંધી સમસ્યાઓ દુર થાય છે. આત્મવિશ્વાસ વધી શકે છે. સરકારી કામકાજ પણ પૂર્ણ થઈ જાય છે. નોકરી અથવા બિઝનેસમાં પણ પ્રગતિ મળે છે. મોટા લોકો અને અધિકારીઓ પાસે મદદ પણ મળે અચે અને સમ્માન પણ વધે છે. સૂર્યની અશુભ અસરના કારણે નોકરી અને બિઝનેસમાં રૂકાવટ આવી શકે છે. નુકશાન પણ થઈ શકે છે. મોટા લોકો સાથે વિવાદ પણ થઈ શકે છે. આંખ સંબંધિત પરેશાની પણ થાય છે. માથાનો દુઃખાવો પણ થતો હોય છે. કામકાજમાં રૂકાવટ આવે છે અને વિવાદ અને તણાવ પણ રહે છે.આ 5 રાશિઓ માટે સારો સમય ; વૃષભ, મિથુન, સિંહ, ધન અને મકર રાશિના લોકો માટે આ સમય સારો રહેશે. આ રાશિના લોકોને કિસ્મતનો સાથ મળશે. દુશ્મનો પર જીત મળવાના યોગ બની રહ્યા છે. કોઈ જગ્યા પર તમારા પૈસા અટક્યા હોય તો એ પરત આવી શકે છે. વિચારેલા મોટા કામો પણ થઈ શકે છે. પ્રોપર્ટી અને આર્થિક મામલામાં ફાયદા વાળો સમય છે. નોકરી અને બિઝનેસમાં તરક્કી મળી શકે છે. સેહ્દ માટે પણ સારો સમય છે.

આ 7 રાશિઓ માટે મુશ્કેલી ભર્યો સમય ; સૂર્યના રાશિ પરિવર્તનથી મેષ, કર્ક, કન્યા, તુલા, વૃશ્વિક, કુંભ અને મીન રાશિવાળા લોકો માટે નોકરી અને બિઝનેસમાં મુશ્કેલી વાળો સમય આવે. સૂર્યના કારણે વિવાદ અને તણાવ વધી શકે છે. પોતાની રીતે લીધેલ અમુક નિર્ણય ખોટા પણ સાબિત થઈ શકે. આ સાત રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે. સૂર્યના અશુભ પ્રભાવથી કામકાજમાં સમસ્યાઓ આવી શકે. વિવાદ થવાની આશંકા પણ છે. ધનહાનિ અને સેહ્દ સંબંધિત પરેશાની પણ થઈ શકે છે. નવા કામની શરૂઆત કરવાથી બચવું પડશે. કામકાજમાં લાપરવાહી અને ઉતાવળ કરવાથી પણ બચવું જોઈએ.

અશુભ પ્રભાવથી બચવા માટે શું કરવું જોઈએ ; અશુભ પ્રભાવથી બચવા પીપળા અને મદારના છોડને પાણી પીવડાવવું જોઈએ. શુભ ફળ વધારવા માટે સૂર્યોદય પહેલા ઉઠીને સૂર્યદેવને પ્રણામ કરવું જોઈએ. તેમજ તાંબાના વાસણમાં સૂર્યદેવને જળ આર્પ્ન કરવું જોઈએ. પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્પણ કરવું જોઈએ. સૂર્ય દેવને લાલ ફૂલ ચડાવવા જોઈએ. 

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment