ભારત માટે કેવું રહેશે 2021 નું વર્ષ, કોરોનાથી મુક્તિ મળશે કે શનિ-ગુરુ વધારશે મુશ્કેલીઓ. જાણો શું થશે….

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ આજે આપણો દેશ કોરોના જેવી મહામારી સામે એક જંગ લડી રહ્યો છે. જેમાં હજી સુધી જીત નથી મળી. હા, એ વાત સાચી છે કે, કોરોનાની વેક્સીનનું કામ ઘણા અંશે સફળ રહ્યું છે. અને હાલ હેલ્થ વર્કસને વેક્સીન પણ આપવાનું શરૂ થવાનું છે. પણ લોકોને હાલ એક પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું 2021 માં કોરોનાથી મુક્તિ મળશે કે નહિ. આ વિશે આપણા જ્યોતિષશાસ્ત્ર શું કહે છે તે જાણવા માટે વાંચી જુઓ આ લેખ.

જેમ કે તમે જાણો છો તેમ 2020 નું વર્ષ સમગ્ર દુનિયા માટે ખુબ જ ભયાનક રહ્યું છે. આ વર્ષે કંઈક મેળવવાની જગ્યાએ માત્ર ખોવામાં જ વર્ષ વિતી ગયું છે.  દેશની અર્થવ્યવસ્થાથી લઈને નોકરી-વ્યવસાય બધા પર પાણી ફરી વળ્યું છે. હવે 2021 નું વર્ષ આવવાનું છે. આ નવા વર્ષની રાહ જોઈ રહેલા લોકો હવે 2021 ના વર્ષ પાસે કંઈક સારું ઈચ્છી રહ્યા છે. આમ જ્યોતિષિયોએ ગ્રહો અને નક્ષત્રને આધારે 2021 ને લઈને ઘણી ભવિષ્યવાણી કરી છે.

કેવા રહેશે રાજનૈતિક સંબંધ :  2020 ની રાજનીતિ પર નજર નાખવામાં આવે તો આ વર્ષ રાજનીતિક દ્રષ્ટીએ એકાધિકારી જોવા મળ્યું છે. જ્યારે 2021 માં પણ આમ બની શકે છે. ગ્રાહકો, કૃષિ, મુદ્રા, અને સાર્વજનિક સ્વાસ્થ્ય જેવા વિષયોને લઈને સરકાર વિશેષ પગલા ભરી શકે છે.કરિયર અને વ્યવસાય : વ્યવસાય અને કરિયરની દ્રષ્ટીએ 2021 નું વર્ષ ખુબ જ અનુકુળ અને અવસરવાદી વર્ષ રૂપે જોઈ શકાય છે. મિથુન, ધન, અને વૃશ્ચિક રાશીના જાતકોઓએ 2021 ના ત્રિમાહી ભાગમાં પોતાના સ્વાસ્થ્યને લઈને થોડું વધુ ધ્યાન રાખવું પડશે. કારણ કે આ વર્ષે ચંદ્ર પુષ્ય નક્ષત્ર અને લગ્ન હસ્ત નક્ષત્રમાં ગોચર કરવા જઈ રહ્યો છે. જો કે વિત્તીય અને વિવાહિત જીવન માટે આ વર્ષ ખુબ સારું રહેશે. બુધ સુર્યની સાથે ચૌથા ઘરમાં જઈ રહ્યો છે. જે લોકો માટે ઘણા સારા સમાચાર આપે છે. આમ કરિયરને સ્વાસ્થ્યની દ્રષ્ટીએ લોકો માટે ઘણો લાભ થશે.

વૈશ્ચિક આર્થિક સંકટ : ભારતમાં આર્થિક મંદીના ઘણા અન્ય કારણો પણ છે. જ્યોતિષિયો અનુસાર ભારતનો આ આર્થિક સંકટમાં 2022 પહેલા સુધારો નહિ આવે. 2020 અને 2021 માં મકર રાશિમાં બૃહસ્પતિની યુતિ આર્થિક સંકટ વધારવાનું કામ કરશે. જે વૈશ્ચિક મંદીનું કારણ પણ બની શકે છે. શનિ અને બૃહસ્પતિની યુતિથી દુનિયાભરમાં આર્થિક, સામાજિક, અને રાજનીતિક પરિવર્તન થાય છે. શનિ સામાન્ય રૂપે જનતા માટે કારક માનવામાં આવ્યો છે અને બૃહસ્પતિ ધન અને જ્ઞાનનું પ્રતિક છે. પણ જ્યારે શનિ અને બૃહસ્પતિ યુતિમાં હોય છે અથવા સામસામા હોય છે તો રાજનીતિક, સામાજિક અને લોકોની નીજી જિંદગી પર બદલાવ લાવે છે.

વૈશ્ચિક આર્થિક મંદીના સમયે શનિ અને બૃહસ્પતિ કા તો એકબીજા પર દ્રષ્ટિ કરે છે અથવા એકબીજા સાથે યુતિ કરે છે. વર્ષ 1970 માં શનિ મેષ રાશિમાં ગોચર કરી રહ્યો હતો અને બૃહસ્પતિ આ સમયે તુલા રાશિમાં સાતમાં ઘરમાં હતો. 1980-81 માં શનિ અને બૃહસ્પતિ કન્યા રાશિમાં યુતિમાં હતા. 1990 માં શનિ ધન રાશિમાં હતો અને બૃહસ્પતિ મિથુન રાશિમાં સાતમાં ઘરમાં હતો. 2001 માં શનિ અને બૃહસ્પતિ વૃષભ રાશિમાં યુતિમાં હતા. આ પછી 2010 માં શનિ કન્યા રાશિમાં હતો અને બૃહસ્પતિ અહી સાતમાં ઘરમાં હતો. આ સમય હતો જ્યારે આખું યુરોપ અને અમેરિકા વૈશ્ચિક મંદીથી પ્રભાવિત હતા.શું થશે મોઘું અને શું સસ્તું થશે : આ વખતે ફરી શનિ અને બૃહસ્પતિ યુતિમાં છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન તે મકર રાશિમાં યુતિમાં હશે. બંને ગ્રહોની આ યુતિ રાજનીતિક અને સામાજિક ક્રાંતિઓની સાથે એક નાના યુદ્ધની સ્થિતિ લાવી શકે છે. વૈશ્ચિક આર્થિક મંદીથી ભારત, જાપાન, અમેરિકા, યુરોપ, બ્રાજીલની અર્થવ્યવસ્થા પર વધુ પ્રતિકુળ પ્રભાવ પડશે. રીયલ સ્ટેટ બજારમાં મંદી આવશે અને સ્ટીલની કિંમતમાં ઘટાડો થશે. એપ્રિલ 2022 પછી આવી સ્થિતિઓમાં થોડી રાહત થશે. જ્યારે બૃહસ્પતિ મીન રાશિમાં શનિના ગોચર કરશે. એપ્રિલ 2૦22 થી લઈને 2023 ની શરૂઆતમાં જ્યારે બૃહસ્પતિનું ગોચર મીન રાશિમાં થશે ત્યારે વૈશ્ચિક અર્થવ્યવસ્થામાં તેજી આવશે.

કેટલા નિયંત્રણમાં હશે કોરોના વાયરસ : જ્યોતિષિયો અનુસાર કોરોનાની અસર ડિસેમ્બર 2020 થી જાન્યુઆરી 2021 સુધી ઘટવા લાગશે, અ સમય દરમિયાન લોકોનું સામાન્ય જીવન પાછું આવી શકે છે. કોવિડ-19 ની જંગમાં જલ્દી જ સમાધાન મળી જશે. રીકવરી રેટમાં પણ સુધાર આવશે. જો કે આ મહામારીનો પ્રભાવ 2021 ની પહેલી ત્રિમાહી સુધી જોવા મળશે. ઓગસ્ટ મહિનાથી ફરીથી સામાન્ય જીવન શરૂ થઈ જશે અને જનજીવન સામાન્ય રૂપે ચાલવા લાગશે.સંચાર પર કેવી અસર રહેશે : વર્ષ 2021 બુધ ગ્રહનું વર્ષ છે અને આ વર્ષે બુધની વક્રી ચાલ ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આ ગ્રહની અસર સંચાર પર પણ પડશે. ભારત માટે પોતાના સંબંધોનું આકલન કરવા અને લોકો કે અન્ય દેશો સાથે સંબંધ સ્થાપિત કરવા માટે સારો સમય લઈને આવે છે. જાન્યુઆરી 30 થી લઈને 21 ફેબ્રુઆરી દરમિયાન બુધ કુંભ રાશિમાં વક્રી ગોચર કરશે. 29 મે થી 11 જુન સુધી મિથુન રાશિમાં, પછી 27 ડિસેમ્બર થી 23 ઓક્ટોબર સુધી તુલા રાશિમાં વક્રી ગોચર કરશે.

રાહુ કેતુનો પ્રભાવ : કાળ પુરુષ કુંડળીના બીજા ઘરમાં રાહુની હાજરી અર્થવ્યવસ્થાને નષ્ટ કરવા, વિત્તીય અપરાધ વધારવાનું કામ કરશે. આઠમાં ઘરમાં કેતું ખતરાની સ્થિતિનો સંકેત આપે છે. આથી રોજગારને નુકસાન, ને સાંપ્રદાયિક હિંસાને વધારે છે. વૃષભ અને વૃશ્ચિક રાશિ રાહુ-કેતુ માટે મજબુત રાશિ માનવામાં આવે છે. સપ્ટેમ્બર 2020 થી લઈને માર્ચ 2022 વચ્ચે થયેલ ઘટનાઓનો પ્રભાવ લાંબા સમય સુધી રહેશે. એટલે કે 18 મહિના આર્થિક મંદી, નોકરીને નુકસાન, ઉદ્યોગ અને ધંધા અને બેંક ઠપ રહેવાની સંભાવના બની શકે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment