દૂધની થેલીને ફેંકવા કરતા આવી રીતે કરો ઉપયોગ, બચી જશે ઘરના ઘણા નાના નાના ખર્ચા… અને આપશે મશીન જેવું કામ…

મિત્રો દૂધ આપણા ખોરાકનો મુખ્ય ભાગ છે. તેથી આપણા દરેકના ઘરમાં મોટાભાગે દરરોજ પેકેટવાળું દૂધ આવે છે. લોકો પેકેટમાંથી દૂધ તો કાઢી લે છે પરંતુ તેના પેકેટને ફેંકી દે છે. તમે એવું પણ કહેશો કે ખાલી પેકેટને ઘરમાં રાખીને અમે શું કરીએ?

આજે અમે તમને એવી જ ખાલી પેકેટ કયા કામમાં આવી શકે તેની અત્યંત ઉપયોગી માહિતી જણાવીશું. દૂધનું ખાલી પેકેટ ઘણી કામની વસ્તુ છે. તેને ઘરના ઘણા બધા કામો માટે ઉપયોગમાં લઈ શકાય છે. તો આવો જાણીએ દૂધના ખાલી પેકેટ નો ઉપયોગ કરવાની ટિપ્સ.

1) કવરની જેમ કરો ઉપયોગ:- દૂધનું પેકેટ ઘણું જ મજબૂત હોય છે. તેને તમે પુસ્તકનું કવર ચડાવવામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. તમારે માત્ર બે થી ત્રણ દિવસ પેકેટ ભેગા કરવાના છે. ત્યારબાદ તમે આ પેકેટને પુસ્તકની સાઈઝ પ્રમાણે સેલોટેપ કે ગુંદરની મદદથી જોડી લો. આ સ્ટેપને ફોલો કર્યા બાદ તમારું કવર તૈયાર થઈ જશે. હવે તમે આને તમારી મરજી પ્રમાણે કોઈપણ પુસ્તક પર ચડાવી શકો છો.    

2) બનાવી શકો છો કોન:- દૂધના ખાલી પેકેટને તમે કોન નો પણ આકાર આપી શકો છો. તમારે માત્ર પેકેટને કોનનો આકાર આપીને સેલોટેપ લગાવવાની છે. ત્યારબાદ તમે આ કોનમાં ક્રીમ કે મહેંદી નાખીને તેનો ઉપયોગ કરી શકો છો.

3) ચટ્ટાઈ બનાવો:- ઘણા દિવસો સુધી પેકેટ ભેગા કરવા પર તમારી પાસે ઘણા બધા પેકેટ થઈ જશે. આ પેકેટને કોઈ સેલોટેપ ની મદદથી જોડીને તમે ચટ્ટાઈ બનાવી શકો છો. ચટ્ટાઈ સિવાય ભોજન કરતી વખતે ખાવાનું પથારીમાં ન પડે તેનાથી બચાવવા માટે તમે દૂધના ખાલી પેકેટને જોડીને કવર બનાવી શકો છો.4) પંખો બનાવો:- ગરમીથી બચવા માટે પંખો બનાવવામાં પણ દૂધનું ખાલી પેકેટ તમને ખૂબ જ મદદ કરી શકે છે. તમારે માત્ર પેકેટને એક સાથે જોડીને ચોરસ અથવા વર્તુળ આકાર આપવા માટે એકસાથે ફોલ્ડ કરવાનું છે અને તેની આસપાસ કાપડ મૂકવાનું છે. હવે તમારો પંખો તૈયાર છે. હવે તેમાં માત્ર પ્લાસ્ટિક કે લાકડીની સ્ટીક લગાવીને તેનો ઉપયોગ કરો 

5) છોડ લગાવો:- દૂધના ખાલી પેકેટમાં તમે છોડ પણ લગાવી શકો છો તમારે ફક્ત દૂધના પેકેટને એક તરફથી આખું કાપી લેવાનું છે. ત્યારબાદ આ પેકેટમાં માટી નાખો અને છોડ લગાવો. પેકેટમાં આ છોડ લગાવવા પર તમારે કુંડા માટે નો ખર્ચ પણ નહીં કરવો પડે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment