ફૂલછોડમાં નાખો આ એક ઘરેલું વસ્તુ….. થશે ફૂલનો વરસાદ.. જાણો આ વસ્તું કઈ નાખવાની છે છોડમાં.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 ફૂલછોડમાં નાખો આ એક વસ્તુ….. થશે ફૂલનો વરસાદ…. 💁

🌹 લગભગ દરેક વ્યક્તિઓને ફૂલછોડ અને વૃક્ષોનો શોખ હોય છે અને દરેક વ્યક્તિના ઘરમાં ફૂલછોડ તો હોય જ છે. પણ તેમાં ફૂલ ઓછા અને ક્યારેક જ આવતા હોય છે. તો આજે અમે લાવ્યા છીએ તમારા ઘરના ફૂલછોડ માટે એક ખાસ વસ્તુ. જેને તમે ફૂલછોડમાં નાખશો તો થશે રોજ તમારા ફૂલછોડમાં ફૂલોનો વરસાદ……

🍌 મિત્રો લગભગ દરેક વ્યક્તિના ઘરમાં ફૂલછોડ હોય છે અને બધા કેળા પણ ખાતા જ હોય છે. પરંતુ ત્યારે આપણે કેળાને ખાઈને તેની છાલને ફેંકી દઈએ છીએ. પરંતુ હવે તેવું ન કરતા કેમ કે તે આપણા ઘરમાં રહેલા ફૂલછોડ માટે છે ખુબ જ ઉપયોગી છે કેળાની છાલ. તેને ઉપયોગમાં લેવા કેળાની છાલને સુકવી દેવાની છે. કેળાની છાલ બરાબર સુકાય જાય ત્યારબાદ તે બિલકુલ કાળી પડી જશે. બરાબર સુકાઈ જાય ત્યારબાદ તેનો પાવડર બનાવી લેવાનો છે.

🍌 આ પાવડરને તમે ખુબ જ લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો. પછી એ પાવડરને બે થી ત્રણ ચમચી ત્રણ-ત્રણ દિવસે છોડમાં નાખવો. આ પાવડરમાં પોટેશિયમ, કાર્બન એવા ઘણા તત્વો હોવાથી તેનો પાવડર છોડમાં નાખવાથી ફૂલ ખુબ જ વધારે ફૂલ આવશે.

🍚 બીજો ઉપાય. આપણે ઓસવેલા ભાત બનાવીએ છીએ તેમાં વધેલા પાણીને આપણે ફેંકી દઈએ છીએ. પરંતુ તે પાણીને ઠંડુ કર્યા બાદ તે પાણી ફૂલછોડને પીવડાવવું જોઈએ. ભાતના પાણીમાં સ્ટાર્ચ વધારે પ્રમાણમાં હોય છે. ભાત આપણા શરીરને ઘણા તત્વો આપે છે. ભાતનું ઓસાવેલું પાણી ફૂલછોડને પણ ખુબ જ ઉપયોગી થાય છે અને છોડમાં ફૂલ ખુબ જ આવે છે. આ પાણી મિત્રો કોઈ દિવસ ફેંકવું નહિ. પરંતુ એક ખાસ ધ્યાન રાખવું કે જો ભાતનું પાણી છોડમાં નાખવું હોય તો ભાતમાં મીઠું ન નાખવું જોઈએ.

☕ ત્રીજું છે ચા. લગભગ લોકો ચા તો પિતા જ હશે અને ચા આપણને બધાને તરોતાજા રાખે છે. પરંતુ ચા આપણા ઘરના ફૂલછોડને પણ તાજા રાખે છે. મિત્રો આપણે ચા બનાવીને તેની વધેલી ભૂકીને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ હવે તેવું ન કરતા તે ભૂકીને જો ફૂલ છોડમાં નાખવામાં આવે તો આપણા ફૂલછોડને ખાતર મળી રહે છે. તે ભૂકીને સુકવીને પછી છોડના થડમાં દસ બાર દિવસે એક વાર નાખવામાં આવે તો તેનાથી પણ ફૂલ ખુબ જ આવવા લાગશે. પરંતુ ભૂકી નાખતા સમયે છોડના થડમાં જ નાખવી.

🍆 મિત્રો દરેક ઘરમાં શાકભાજી તો સમારતા હોય છે. તેની વધેલી છાલને કચરામાં નાખવાને બદલે તેની મીક્ષ્યરમાં પેસ્ટ કરી નાખો અને એક ડોલ પાણીમાં નાખીને એ પાણીને છોડમાં નાખવું. આ પેસ્ટ ડોલમાં નાખ્યા બાદ એ પાણીને દસ પંદર મિનીટ સુધી મૂકી રાખવું પછી ફૂલછોડમાં નાખવું.  ઉનાળામાં મહિનામાં બે થી ત્રણ વાર છોડને પાણી આપવામાં આવે તો ફૂલોનો વરસાદ થઇ જશે.

🥚 ઈંડાના ઉપરના ફોતરાનો પણ ઉપયોગ કરી શકો. ઈંડાના ફોતરાને પાણીથી ધોઈને તેણે સુકવી દેવાના અને સુકાઈ જાય ત્યારબાદ તેણે મીક્ષ્યરમાં નાખીને તેનો પાવડર બનાવી લેવાનો. પછી તેણે એક એક ચમચી ચાર-પાંચ દિવસે નાખતું  રહેવાનું તેનાથી પણ ફૂલછોડમાં ફૂલ આવવા લાગશે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment