હૃદય સુધી જતી રગે રગ સાફ કરી નાખશે આનું સેવન, જિંદગીમાં ક્યારેય નહિ આવે મોંઘુ દવાખાનું કે હાર્ટએટેક, ખાવા લાગો આ 10 વસ્તુઓ…

આખી દુનિયામાં હૃદય રોગ મૃત્યુના પ્રમુખ કારણોમાંથી એક છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર દર ચાર મૃત્યુમાંથી એક મૃત્યુ માટે હૃદય રોગ જવાબદાર છે. આર્રટરીજ અથવા ધમનીઓમાં બ્લોકેઝ થવાના કારણે હૃદય રોગ એ રીત ઘાતક બની જાય છે કે, વ્યક્તિ માટે જીવલેણ સાબિત થાય છે. જ્યારે હૃદય સુધી પહોંચતી ધમનીઓ પ્લેગથી ભરાઈ જાય છે તો તે સાંકડી થઈ જાય છે. તેનાથી રક્ત વાહિકાઓના ફંક્શનમાં અડચણ આવે છે અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.

ધમનીઓએ રક્ત વાહિકાઓ હોય છે જે હૃદયથી ઓક્સિજન યુક્ત રક્તને શરીરના વિભિન્ન ટીશું સુધી પહોંચે છે. જ્યારે પ્લેગનું નિર્માણ થાય છે અને રક્તનો પ્રવાહ અટકે છે ત્યારે આ અવરુદ્ધ ધમનીઓ હાર્ટ એટેક, સ્ટ્રોક, અને અન્ય હૃદયને લગતી બીમારીનું કારણ બને છે. પોતાની ધમનીઓ સ્વસ્થ બનાવી રાખવા માટે સ્વસ્થ ખાનપાન હોવું જરૂરી છે. ચાલો તો જાણી લઈએ ખાનપાનની થોડી એવી વસ્તુ વિશે જેને ડાયટમાં સામેલ કરીને તમે કુદરતી રૂપે પોતાની ધમનીઓ સ્વસ્થ રાખી શકો છો અને હાર્ટ એટેકના ખતરાને દુર કરી શકો છો.એસ્પેરાગસ (શતાવરી) : તમારી ધમનીઓ સાફ કરવા માટે સૌથી પહેલા ભોજનમાંથી એક છે. ફાઈબર અને ખનીજથી ભરપુર, બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે અને બ્લડ ક્લોટ્સને રોકે છે. જેનાથી હૃદયને લગતી ગંભીર બીમારીઓ થઈ શકે છે. તે નસ અને ધમનીઓના સોજાને ઓછા કરે છે. એ શરીરમાં ગ્લુટાથીયોન નામના એન્ટી ઓક્સીડેંટના ઉત્પાદનને વધારે છે. જો સોજા અને હાનિકારક ઓક્સીડેશનને રોકે છે. તેમાં અલ્ફા લીનોલેઈક એસિડ અને ફોલિક એસિડ પણ હોય છે, જે ધમનીઓને કડક થવાથી રોકે છે. શતાવરીને ઘણી રીતે ડાયટમાં સામેલ કરી શકાય છે. તેને બાફીને, ગ્રીલ કરીને અને સલાડ બનાવીને પણ ખાઈ શકાય છે.

નટ્સ : નટ્સમાં બદામ સૌથી સારો વિકલ્પ છે. તેમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ, વિટામીન ઈ, ફાઈબર અને પ્રોટીન હોય છે. બદામમાં રહેલ મેગ્નેશિયમ પ્લેગને બનતા અટકાવે છે. બ્લડ પ્રેશરને ઓછું કરે છે, અખરોટ, ઓમેગા-3 ફેટી એસિડનો એક સારો એવો સ્ત્રોત છે. જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરીને ગુડ કોલેસ્ટ્રોલના લેવલને વધારે છે. જે ધમનીઓમાં પ્લેગનું નિર્માણને રોકે છે. એ.એચ.એ. અનુસાર દર અઠવાડિયે નટ્સની ત્રણથી પાંચ સવીન્ગ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે. નટ્સ સલાડની સાથે મિક્સ કરીને પણ ખાય શકાય છે.બ્રોકલી : ધમનીઓને બંધ થવાથી બચાવે છે. તેમાં વિટામીન કે હોય છે. જે કેલ્શિયમને ધમનીઓને નુકશાન પહોંચાડતા અટકાવે છે. બ્રોકલી કોલેસ્ટ્રોલના ઓક્સીડેશનને પણ રોકે છે. તેમાં રહેલ ફાઈબર બ્લડ પ્રેશરને ઓછું કરે છે અને તણાવ દુર કરે છે. તણાવને કારણે ધમનીની દીવાલમાં તિરાડ અને પ્લેગનું નિર્માણ થઈ શકે છે. તેમાં સલ્ફોરાફેન પણ હોય છે. જે ધમનીઓમાં પ્લેગના નિર્માણને રોકવા માટે શરીરને પ્રોટીનનું ઉપયોગ કરવામાં મદદ કરે છે. એક્સપર્ટ અનુસાર દર અઠવાડિયે બ્રોકલી બે થી ત્રણ સવિંગ ખાવાની સલાહ આપવામાં આવે છે. બ્રોકલીને ગ્રીલ કરીને, બાફીને અથવા સબ્જી બનાવીને ખાઈ શકાય છે.

વસાયુક્ત માછલી : વસાયુક્ત માછલી જેમ કે મેકેરલ, સાલ્મન, સાર્ડીન, હેરિંગ અને ટુના હેલ્દી ફેટથી ભરપુર હોય છે. તે ધમનીઓને સાફ કરવામાં મદદ કરે છે. ઓમેગા-3 ફેટી એસિડ, ટ્રાઈગ્લીસરાઈડના લેવલને ઓછું કરતા ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. ધમનીઓના સોજા ઓછા કરે છે અને બ્લડ ક્લોટનું નિર્માણ થવાથી રોકે છે. આ સિવાય ઓમેગા-3 ફેટી એસિડ બ્લડ પ્રેશરને પણ ઓછું કરવામાં મદદ કરે છે. અમેરિકન હાર્ટ એસોસીએશન લોકોને દર અઠવાડિયે ઓછામાં ઓછી બે વખત માછલી ખાવાની સલાહ આપે છે. જેનાથી ધમનીઓમાં પ્લેગનું નિર્માણ ન થાય. બેક્ડ અને ગ્રિલ્ડ ફીશ હૃદય માટે ખુબ જ સારી માનવામાં આવે છે.તરબૂચ : ઉનાળામાં સૌથી વધુ પસંદ કરાતું ફળ તરબૂચ છે. તે એમીનો એસિડ L-citrulline નો સારો એવો પ્રાકૃતિક સ્ત્રોત છે. જે શરીરમાં નાઈટ્રીક ઓક્સાઈડના ઉત્પાદનને વધારે છે. નાઈટ્રીક ઓક્સાઈડ ધમનીઓને આરામ આપે છે. સોજા ઓછા કરે છે અને બ્લડ પ્રેશરને ઓછું કરવામાં પણ મદદ કરે છે. તરબૂચ બ્લડ લીપીડને સંશોધિત કરે છે અને પેટની ચરબી ઘટાડે છે. તે હાર્ટ એટેકના ખતરાને પણ ઓછો કરે છે.

હળદર : હળદરમાં મળતું કરક્યુમીન નામનું તત્વ એક એન્ટી ઇન્ફલેમેટ્રી તત્વ છે. સોજા, arteriosclerosis અથવા ધમનીઓને કડક થવાનું એક કારણ છે. હળદર ધમનીઓમાં બ્લડ ક્લોટ અને પ્લેગના નિર્માણને રોકે છે. હળદરમાં વિટામીન બી 6 હોય છે, જે હોમોસિસ્ટીનના સ્વસ્થ સ્તરને બનાવી રાખવામાં મદદ કરે છે. હળદર નમકીનથી લઈને મીઠા વ્યંજનમાં ઉપયોગમાં લેવાય છે. નિયમિત રૂપે એક ગ્લાસ ગરમ હળદરનું દૂધ પીવાથી શરીર સારું રહે છે.ફણગાવેલા અનાજ : ફણગાવેલા અનાજમાં સોલ્યુબલ ફાઈબર હોય છે. તે પાચનતંત્રમાં વધારાના એલડીએલ કોલેસ્ટ્રોલને બાંધે છે અને તેને શરીરથી બહાર કાઢે છે. ફણગાવેલ અનાજમાં મેગ્નેશિયમ પણ હોય છે. જે રક્ત વાહિકાઓને ફેલાવે છે અને તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. એ.એચ.એ. દરરોજ ઘઉંની બનેલી વસ્તુઓ ઓછામાં ઓછી 6 વસ્તુઓ ખાવાની સલાહ આપે છે. આથી કોલેસ્ટ્રોલના સ્તરમાં સુધાર કરવા અને પોતાની ધમનીઓ સાફ કરવા માટે ઘઉંની રોટલી, ઘઉંના પાસ્તા, બ્રાઉન ચોખા, કવીનોઆ, જવ અને દાળિયા સારા ઓપ્શન છે.

ઓલીવ ઓઈલ : ઓલીવ ઓઈલમાં મોનોઅન સેચ્યુરેટેડ ઓલિક એસિડ હોય છે. જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. એન્ટી ઓક્સીડેંટથી ભરપુર તે રસોઈ બનાવવા, અથવા ડ્રેસિંગ ઉપયોગમાં લેવાતું સૌથી હેલ્દી ઓઈલમાંથી એક છે. સલાડ અને પાસ્તામાં માખણની જગ્યાએ ઓલીવ ઓઈલનો પ્રયોગ કરવો વધુ હેલ્દી છે. એક્સપર્ટ અનુસાર 100% ઓર્ગેનિક ઓલીવ ઓઈલ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.પાલક : પાલકમાં પોટેશિયમ, ફોલેટ અને ફાઈબર હોય છે. તે બ્લડ પ્રેશરને ઓછું કરે છે અને ધમનીના બ્લોકેઝને રોકે છે. દરરોજ પાલક એક સર્વિંગ હોમોસીસ્ટીનના સ્તરને ઓછું કરે છે. તેનાથી atherosclerosis જેવા હૃદય રોગના ખતરાને ઓછો કરે છે. તેની સબ્જી, સલાડ, સ્મુદી વગેરે બનાવીને પણ લઈ શકાય છે.

એવોકાડો : એવોકાડો બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવા અને ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે. તેના સેવનથી ધમનીઓ સાફ રહે છે. તેમાં વિટામીન-ઈ પણ હોય છે. જે કોલેસ્ટ્રોલનના ઓક્સીડેશનને રોકે છે. તેમાં પોટેશિયમ પણ મળે છે. જે બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે ઓળખાય છે. એવોકાડોની સેન્ડવિચ અથવા સલાડના રૂપમાં પણ ખાય શકાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment