સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાનો જોરદાર મોકો, મૂળ કિંમત કરતા આપવા પડશે ઓછા પૈસા… જાણો કેવી રીતે મળશે આ લાભ…

તમે જાણો છો એમ સોનું ખુબ જ મોઘું થઇ ગયું છે. તેના ભાવમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. એવામાં કોઈ સામાન્ય માણસને સોનું ખરીદવું હોય તો વિચાર કરવો પડે એમ છે. એવા સમયે જો તમને એવા સમાચાર મળે કે સરકાર તમને આજે 500 રૂપિયા સસ્તું સોનું ખરીદવાનો મોક્કો આપી રહી છે. તો તમે ઉતાવળે આજે જ સોનું ખરીદી લો. ચાલો તો જાણીએ આ વિશે સરકાર શું કહે છે. તેમજ સોનાની ખરીદી કઈ રીતે કરી શકાય છે. 

જો તમે સોનામાં રોકાણ કરવા માંગતા હો તો આ સમાચાર ખુબ જ અગત્યના છે. સરકાર આજથી ફરીથી તમને સોનામાં રોકાણ કરવાનો મોક્કો આપી રહી છે. સરકારી સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 (Sovereign Gold Bond Scheme 2021-22) ની આઠમી કિસ્ત 29 નવેમ્બરથી ખુલ્લી રહી છે. સસ્તા સોનાની સ્કીમ 5 દિવસ સબ્સક્રીપ્શન માટે ખુલ્લી રહેશે.

જાણી લો કેટલી કિંમત છે ? : સરકારી સ્વર્ણ બોન્ડ યોજના 2021-22 માટે મુલ્ય ભાવ 4,791 પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવ્યું છે. સરકારે રીઝર્વ બેંક સાથે વિચાર-વિમર્શમાં ઓનલાઈન આવેદન કરનાર અને ડીઝીટલ રૂપે પેમેન્ટ કરનાર રોકાણકારોને 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. આવા રોકાણકારો માટે નિર્ગમ મુલ્ય 4,791 રૂપિયા પ્રતિ ગ્રામ રહેશે. 

3 ડિસેમ્બરે બંધ થશે : ભારતીય રીઝર્વ બેંકના કહ્યા અનુસાર આ યોજના 29 નવેમ્બર 2021 થી ખુલશે અને 3 ડીસેમ્બરે બંધ થશે. બોન્ડ માટે આવેદન 29 નવેમ્બરથી પાંચ દિવસ સુધી કરી શકાશે. ગોલ્ડ બોન્ડ્સની અવધી 8 વર્ષની રહેશે. આ સિવાય પણ પાંચ વર્ષ પછી એગ્જીટ ઓપ્શન મળશે. જેને પછીના વ્યાજના ભુગતાનની તારીખ પર ઉપયોગ કરી શકાય છે. રોકાણકારોને વાર્ષિક 2.50 પ્રતિશત નક્કી કરેલ વ્યાજ મળશે. જેનું ભુગતાન વર્ષમાં બે વખત કરવામાં આવશે. 

જાણી લો KYC ના માપદંડ પુરા કરવા પડશે : આ પહેલા સીરીજ સાત માટે નિર્ગમ મુલ્ય 4,791 રૂપિયા પ્રતિ ગ્રામ હતું. આરબીઆઈ ભારત સરકાર તરફથી બોન્ડ જાહેર કરશે. બોન્ડ ખરીદવા માટે ગ્રાહકોએ KYC સંબંધી માપદંડ એવી જ રીતે જ પૂરા કરવા પડશે જેવી રીતે માર્કેટ માંથી સોનું ખરીદતી વખતે કરવા પડે છે. સરકારની સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના નવેમ્બર 2015 માં શરૂ કરવામાં આવી હતી.

રોકાણકારો અહીંથી બોન્ડ ખરીદી શકે છે : જો તમે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માંગો છો તો તેની ખરીદી બોન્ડ સ્ટોક હોલ્ડીંગ કોપોરેશન of ઇન્ડિયા લીમીટેડ, રજીસ્ટ્રેટ પોસ્ટ ઓફીસ અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જો, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લીમીટેડ પાસેથી ખરીદી શકો છો. કોઈપણ વ્યક્તિ અને હિંદુ અવિભાજિત પરિવાર મેક્સીમમ ચાર કિલોગ્રામ મુલ્ય સુધીના બોન્ડ ખરીદી શકે છે. જયારે ટ્રસ્ટ અને સંસ્થાઓ માટે ખરીદીદારીની વધુમાં વધુ લીમીટ 20 કિલોગ્રામ છે. 

2015 માં લોન્ચ થઇ હતી આ સ્કીમ : સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમને નવેમ્બર 2015 માં જાહેર કરવામાં આવી હતી. તેનું મુખ્ય ધ્યેય ફીઝીકલ ગોલ્ડની માંગને ઓછી કરવી અને ઘરેલું બચતમાંથી જે ભાગનો ઉપયોગ સોનાની ખરીદારી માટે ઉપયોગ કરવામાં આવે છે, તેને વિત્તીય બચતમાં જોડવાનો વિચાર હતો. આમ તમે ગોલ્ડ ખરીદવા માટે સરકારની આ સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનાનો લાભ લઇ શકો છો. તેમજ સોનામાં રોકાણ કરીને એક સમયે તેમાંથી સારો એવો નફો પણ મેળવી શકો છો. આથી જો તમે સોનું ખરીદવાનું વિચાર કરી રહ્યા છો તો આ બોન્ડમાં રોકાણ કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment