દર મહિને આ જગ્યા પર કરો પૈસાનું નાનું એવું રોકાણ, આટલા વર્ષે મળશે 1.30 કરોડ રૂપિયા રોકડા… જાણો રોકાણ કરવાની સાચી માહિતી અને નફાના ફાયદા…

મિત્રો મ્યુચુઅલ ફંડ એક એવું ફંડ છે જેમાં રોકાણ કરવાથી તમને અમુક વર્ષે લાખોથી લઈને કરોડો સુધીનું રિટર્ન મળી શકે છે. આથી આજે મોટાભાગના લોકો પોતાની બચત મ્યુચુઅલ ફંડમાં રોકે છે. જેમાં અમુક વર્ષે આ રૂપિયાનું સારું એવું રિટર્ન મળે છે. પણ દુવિધા ત્યારે ઉભી થાય છે જયારે તમને એ વાતનો અંદાજ ન આવતો હોય કે, કયું મ્યુચુઅલ ફંડ સૌથી વધુ બેસ્ટ છે. અથવા તો ક્યાં મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરવાથી તેનું રિટર્ન લાખોથી લઈને કરોડોમાં મળી શકે.

દિનેશ 30 વર્ષના છે અને બેંગ્લોરની એક મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરે છે. તેમનો પગાર 80,000 રૂપિયા દર મહિને છે. દિનેશ દર મહિને 25,000 રૂપિયા હોમ લોનનું વ્યાજ ભરે છે. 3000 રૂપિયા વીમા માટે 5000 રૂપિયા દર મહિને નેશનલ પેન્શન સ્કીમમાં જમા કરે છે. આ રીતે દિનેશ 80,000 માંથી 33,000 રૂપિયા દર મહિને વિભિન્ન ક્ષેત્રોમાં રોકાણ કરે છે.

દિનેશ લાંબા સમયથી એસઆઇપી (Systematic Investment Plans-SIP) ના માધ્યમથી મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરવા માંગે છે. દિનેશે મ્યૂચુઅલ ફંડના ઇક્વિટી, ડેટ અને ઇંડેક્સ ફંડ્સ વિશે ઘણી સ્ટડીઝ કરી, પરંતુ સમજણ નથી પડતી કે, તેઓ ક્યાં રોકાણ કરે. આવી મુશ્કેલી લગભગ દરેક લોકો અનુભવે છે.

મ્યૂચુઅલ ફંડ સારા છે : માર્કેટ એક્સપર્ટ કહે છે કે, લાંબી અવધિ માટે મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરવાનો દિનેશનો નિર્ણય સાચો છે. કારણ કે આ રોકાણ તેને એક અવધિમાં એક સારો કોષ બનાવવામાં મદદ કરી શકે છે. દિનેશે મ્યૂચુઅલ ફંડ વિશે ઘણું બધુ વાંચ્યું હશે, મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરવાની સાચી રીત એ છે કે, તેને માત્ર રોકાણ કરવાને બદલે પોતાના ઉદ્દેશો સાથે જોડવામાં આવે. જેમ કે દિનેશે ઉલ્લેખ્યું છે કે, તેઓ લાંબી અવધિની દ્રષ્ટિએ રોકાણની શોધ કરી રહ્યા છે, માટે આ રોકાણને વેલ્થ ક્રિએશન અથવા રિટાયરમેન્ટ અથવા કોઈ અન્ય લોંગ ટર્મ ઉદ્દેશ સાથે જોડી શકાય છે. આમ રોકાણ કરવા માટે તમારી પાસે એક ઉદ્દેશ હોવો જરૂરી છે.

ટારગેટને ધ્યાનમાં રાખીને રોકાણ : કોઈ પણ જગ્યાએ તમે રોકાણ કરો છો પણ તેની પહેલા તમારે એક નિશ્ચિત ટાર્ગેટ રાખવો ખુબ જ જરૂરી છે. જો દિનેશ 20 વર્ષ સુધી દર મહિને 10,000 રૂપિયા રોકાણ કરે છે તો તે 12 ટકા પ્રતિ વર્ષના દરે લગભગ 91 લાખ રૂપિયા બનાવી શકે છે. જો તે 10,000 ના બદલે 15,000 રૂપિયા મહિનાનું રોકાણ કરે છે તો તેની પાસે 20 વર્ષ પછી લગભગ 1.36 કરોડ રૂપિયા હશે. અહીં દિનેશે તે સ્ટડી કરવી પડશે કે, આટલા પૈસા તેમના ટાર્ગેટને મેળવવા માટે પર્યાપ્ત છે કે નહીં. જો આ રાશિ તેમના ટારગેટથી ઓછી હોય તો તેમણે દર મહિને રોકાણને હજુ વધારવું પડશે.

પોતાના રોકાણના પ્લાન પર કામ કરવાની બીજી રીત લક્ષ્ય રાશીને પરિભાષિત કરવી અને પછી તે લક્ષ્ય માટે દર મહિને જરૂરી રોકાણ પર કામ કરવાનું છે. તમે તમારા લોંગ ટર્મ ટાર્ગેટ માટે ઇક્વિટી મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરવાનો વિચાર કરી શકો છો કારણ કે ડેટ મ્યૂચુઅલ ફંડ ઓછી કે મધ્ય અવધિના લક્ષ્યો માટે ફાયદાકારક હોય છે.

ઇંડેક્સ ફંડ એક ઇંડેક્સને ટ્રેક કરે છે અને વધુ સારા પ્રદર્શન કરવાને બદલે તેના રિટર્નને રિપીટ કરવાનો પ્રયત્ન કરે છે. માર્કેટ એક્સપર્ટ જણાવી રહ્યા છે કે દિનેશ ઇંડેક્સ મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરીને પોતાનો ટાર્ગેટ પૂરો કરી શકે છે. આજકાલ માર્કેટમાં નીચે મુજબના ઇંડેક્સ મ્યૂચુઅલ ફંડ સારું રિટર્ન આપી રહ્યા છે-

1 ) કેનરા રોબેકો બ્લૂચિપ ફંડ
2 ) પરાગ પારીખ ફ્લૈક્સિકૈપ ફંડ
3 ) યુટીઆઇ ફ્લૈક્સિકૈપ ફંડ
4 ) મિરે એસેટ ઇમર્જિંગ બ્લૂચિપ ફંડ
5 ) કોટક ઇમર્જિંગ ઇક્વિટી ફંડ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment