કુંબલેને દડો વાગતા જડબું તૂટી ગયું, અને ઇન્ડિયા હારે એમ હતું.. તો મો પર પાટો બાંધી આવ્યા. અને પછી…

મિત્રો, જીત કોને પસંદ ન હોય, લગભગ દરેકને જીતવું ગમે છે. પરંતુ માણસ હારી ક્યારે જાય છે ? તમે ક્યારેય એ વિશે વિચાર્યું છે ? જો નહિ, તો એકવાર આ લેખ વાંચી લો તમે હારવાનું ભૂલી જશો. આ લેખ તમને સફળતા તરફ ફરી પ્રયત્ન કરવા ઉત્સુક કરશે. ગમે તેવી મુસીબતનો સામનો કરવો અને હાર ન માનવી એ જ તો સફળતા તરફ લઈ જાય છે તમને.

દુનિયામાં ઘણા એવા લીડર અથવા તો કહીએ કે યોદ્ધાઓ થઈ ગયા છે, જેમનું જીવન જ જાણે સફળતાનું પર્યાય બની ગયું છે. આવા લીડરોમાં એક નામ આપણા ભારતીય ક્રિકેટર અનીલ કુંબલેનું પણ છે. જેઓ એ પોતાની કારકિર્દીમાં ક્યારેય હાર નથી માની.

અનીલ કુંબલે વિશે વાત કરીએ તો, તેમણે wisden india મેગેજીનના એક ઇન્ટરવ્યૂમાં એક વાતનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તેણે કંઈ રીતે 2002 ની 3 ત્રીજી સીરીજમાં કેટલી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. અને તેણે  હાર ન માનતા જીત તરફ પોતાની આગળ કુચ કરી હતી.

14 વર્ષ પછી અનીલ કુંબલે એક વાત કરતા કહ્યું હતું કે, આ વાત છે may 2002 ની છે. જેમાં india-west indies ની ત્રીજી ટેસ્ટ સિરીઝ ચાલી રહી હતી. ત્યારે તે ટેસ્ટ ડ્રો રહી હતી. પરંતુ અનીલ કુંબલેએ પોતાની શાનદાર બોલિંગ દ્રારા દરેકનું દિલ જીતી લીધું હતું. આ દિવસે જ લોકોએ અનિલની ક્રિકેટ પ્રત્યેની સાચી ભાવના જોઈ અને તેને બિરદાવી હતી. ચાલો તો તેના વિશે વિસ્તારથી જાણીએ.

India V/S west indies ની ટેસ્ટ મેચ બરાબર 1-1 ના ગુણ સાથે ચાલી રહી હતી. તે સમયે અનીલ કુંબલે જ્યારે બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે merv Dillon જે west indies નો ખુબ જ fast બોલર છે. તેનો fast બોલ અનીલ કુંબલેના મોં પર ગયો હતો. તેના કારણે અનીલ કુંબલે તો થોડીવાર માટે ચક્કર ખાઈ ગયા. તેને એમ લાગ્યું કે જાણે તેના બધા દાંત નીકળી ગયા છે. તેના મોઢા માંથી લોહી વહેવા લાગ્યું. અનીલ કહે છે કે, મોં માં જીભ ફેરવીને જોયું તો બધા દાંત બરાબર હતા, હું લોહી થુંકી રહ્યો હતો.

વધુ વાગ્યું હોવાથી તે સમયે physio, Andrew leipus પણ મેદાનમાં આવી ગયા હતા. તેણે મારું મોઢું જોઈને કહ્યું કે બધું ઠીક છે પણ મને વિશ્વાસ આવતો ન હતો કે બધું ઠીક છે. તેમ છતાં તેઓ 20 મિનીટ સુધી મેદાન પર ટકી રહ્યા. ત્યાર પછી તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા.

જ્યારે તેમને Antigua ના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા ત્યારે ત્યાં એમ જણાવવામાં આવ્યું કે, ત્યાં oral x-ray મશીન ન હતું. પરંતુ ત્યાંના ડોક્ટરોએ એવું જણાવ્યું કે, અનીલ કુંબલેના જમણી બાજુના જડબું  બે ભાગમાં વહેંચાય ગયું છે. પરંતુ તે સમયે ડોક્ટરએ તેમના જડબાને તારથી બાંધી દીધું. જેના કારણે જડબું લટકતું ન રહે.

આમ ખુબ જ ગંભીર ઈજા થવાને કારણે અનીલ કુંબલે ઓટોમેટીક મેચમાંથી બહાર થઈ ગયા હતા. જ્યારે બીજા દિવસે ભારતમાં તેમની સર્જરી પણ થવાની હતી. જ્યારે તેમના ડોક્ટર જુમલા એ જણાવ્યું કે, તારથી જડબું બાંધવાથી જાણે અનિલને દર્દ તો થતું હતું પણ તેની આંખમાં ચમક આવી ગઈ હતી. જાણે કે તેઓ હજી રમવા માંગતા હોય.

બીજા દિવસે જ્યારે અનીલ કુંબલે ડ્રેસિંગ રૂમમાં આવ્યા ત્યારે કેપ્ટન ગાંગુલીએ તેમની સામે જોયું. કેપ્ટન ગાંગુલી અનીલને જોખમમાં નાખવા માંગતા ન હતા. તે સમયે અનીલે પોતાના physio સાથે વાત કરી અને તેઓએ બોલિંગ કરવાનું નક્કી કર્યું. પરંતુ આ બોલિંગ દરમિયાન કોઈ જટકો ન લાગે તે માટે માથાથી લઈને દાઢી સીધીની પટ્ટી બાંધી. જેનાથી તેને કોઈ નુકસાન ન થાય. આમ આ ટેસ્ટમાં તેમણે સતત 14 ઓવર બોલિંગ કરી. તે સમયે બ્રાયન લારા ખુબ જબરદસ્ત રમી રહ્યા હતા અને કુંબલે એ તેમને આઉટ કરી પેવેલિયન ભેગા કરી દીધા. તે સમયે અનીલ કુંબલે કહ્યું કે, ‘હવે તે આરામથી ઘરે જઈ શકશે.’

તો મિત્રો જો તમે જીત મેળવવા માંગો છો તો કોઈ પણ અડચણ આડી આવે તો પણ આગળ વધી શકીએ છીએ. આ સમયે અનીલ કુંબલેને મેચ રમવાની કોઈ જરૂર ન હતી. તેઓ બીજે જ દિવસે ભારત આવી શકતા હોત, અને તે માટે કોઈ તેમને દોષ પણ ન દેત. આ સિવાય તેના કરિયરમાં પણ કોઈ ફરક ન પડ્યો હોત.

આમ આપણે પણ અનીલ પાસેથી શીખી શકીએ છીએ કે, આપણે પણ આપણા માટે આપણી ફેમિલી માટે જીવવું જોઈએ. કોઈ પણ મુશ્કેલીમાં હાર માનવાને બદલે આગળ વધો અને પોતાના જીવનના ખેલને ખુબ જ સારી રીતે રમી લો.

આમ મુશ્કેલ સમય ક્યારેય લોકોને બદલતો નથી પણ તેના સાચા રૂપને બહાર લાવે છે. માટે જ વિચારો કે અનીલ કુંબલેને ટેસ્ટ સિરીઝની પહેલી બે મેચમાં તેને ડ્રોપ કરવામાં આવ્યા. ત્રીજી મેચમાં તેને ઈજા થઈ અને આ ઈજા પણ એટલી ગંભીર હતી કે તે માટે સર્જરીની જરૂર હતી. પરંતુ તેઓએ હાર ન માની અને ગંભીર ઇંજા થઈ હોવા છતાં મોઢા પર પટ્ટી બાંધીને પણ મેચ રમ્યા.

 

Leave a Comment