વાવાઝોડાના વેગમાં થયો વધારો. | જાણો કઈ દિશામાં આગળ વધી રહ્યું છે વાવાઝોડું | જાણો શું શું તકેદારી રાખવી

150 થી 170 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું…વાયુ વાવાઝોના વેગમાં થયો વધારો…

મિત્રો ગુજરાત તરફ ફરી એક ખતરો આગળ આવી રહ્યો છે અને તે છે વાયુ વાવાઝોડું.અરબી સમુદ્ર વચ્ચે વાવાઝોડું ઉભું થયું છે જે હવાની ગતિથી ગુજરાત તરફ આવી રહ્યું છે.તેથી જ તો હાલ સરકાર દ્વારા બે દિવસ સુધીની રાજાનું એલાન કરાયેલું છે.પરંતુ મિત્રો હવામાન વિભાગથી એક મહત્વની જાણકારી મળી છે કે આ વાવાઝોડાની ગુજરાતના દરિયા કિનારે ટકરાવાની પુરેપુરી આશંકા છે.આ ખતરો ગુજરાતથી હવે 340 કિલોમીટર જ દુર છે.

13 જુનના રોજ ગુજરાતના દરિયા કિનારે વાયુ વાવાઝોડું વહેલી સવારે ત્રાટકશે.અરબ સમુદ્રમાં ઉભું થયેલું વાવાઝોડું ધીમે ધીમે આગળ વધશે અને ચક્રવાતના સ્વરૂપે ગુજરાતના દરિયા કિનારા પર ત્રાટકશે તેવી આગાહી છે.આ વાયુ વાવાઝોડું વેરાવળ થી દીવ  વચ્ચે હીટ થશે .હાલ વાયુ વાવાઝોડું વેરાવળ થી 340 કિલોમીટર દુર છે.પરંતુ ધીમે ધીમે વાવાઝોડાની ગતિ વધતી જાય છે તેથી વહેલી સવારે ગુજરાતના દક્ષીણ દરિયા કિનારા તરફ 150 થી 170 પ્રતિકલાકની ઝડપે વાવાઝોડું આવશે અને વેરાવળ થી દીવ વચ્ચે હીટ થશે તેવી સંભાવનાઓ છે.

આ વાવાઝોડાના કારણે દીવ-દમણ, નવસારી, સુરત, ભાવનગર, અમરેલી, સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા,જામનગર,રાજકોટ,કચ્ચ વગેરે જિલ્લાઓમાં હાઈ એલર્ટ કરી દેવામાં આવી છે કારણ કે જો ચક્રવાત વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો તેનાથી નુકશાન થઇ શકે છે.તેથી તંત્રે પણ આ બાબતે ગંભીરતા દાખવી છે અને જવાબદારીઓ સંભાળી છે.આ વાયુ વાવાઝોડાનો વધારે ખતરો સૌરાષ્ટ્રમાં રહેશે તેમજ વરસાદની પણ ભારે આગાહી છે.કારણ કે દક્ષીણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ બની રહ્યું છે એટલે વરસાદ આવવાની પણ પૂરી સંભાવના છે અને તેનાથી પણ ગંભીર બાબત છે વાયુ વાવાઝોડાનું ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવું.

આ વાવાઝોડું એક વિકરાળ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી ગયું છે તેથી તેવી પરિસ્થિતિમાં 12 થી 14 જુન વચ્ચેના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ ના દરીયાકીનારાઓના વિસ્તારમાં પાંચ થી સાત ઇંચ જેટલા વરસાદની આગાહી છે.

તંત્રે પણ આ બાબતે જવાબદારી ઉપાડી લીધી છે અને રાહત અને બચાવ ટીમ રાખવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા બધા જ મંત્રીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપાઈ ગઈ છે. તેથી બધા લોકોએ આગામી બે ત્રણ દિવસ સાવધાન રહેવું સચેત રહેવું.ખાસ કરીને ગુજરાત સૌરાષ્ટ્રના લોકોએ ખાસ સાવચેતી રાખવી.આ ઉપરાંત અધિકારીઓ દ્વારા દેવાયેલા આદેશોનું અવશ્ય પાલન કરવું.તેમજ લાંબી મુસાફરી પર જવું નહિ તેમજ મુશ્કેલી જેવી પરિસ્થિતિઓ સર્જાય તો સુરક્ષિત જગ્યાએ પહોંચવું.ખાસ કરીને જે લોકો દરિયા કિનારા બાજુ રહે છે તે લોકોએ ખાસ સાવચેતી રાખવી અને પળે પળ ની ખબર જાણતા રહેવું જેથી કોઈ હાઈ અલર્ટ આવે તો તેની જાણ થઇ શકે અને જોખમ સામે પહોંચી શકાય.

જે જે વિસ્તારમાં તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યા છે તે બધા જ સૌરાષ્ટ્રના રહેવાસીઓ એ આવનારા બે થી ત્રણ દિવસો માટે ખાવાનું તેમજ ફૂડ પેકેટ્સ સ્ટોર કરી લેવા.જેથી આગળ જતા જો કોઈ મુશ્કેલી સર્જાય તો તે પરીસ્થીઓમાં સર્વાઈવ કરી શકીએ. આ ઉપરાંત ભારે વરસાદ ની પણ આગાહી છે તેથી ઘરમાં પાણીના નિકાલ માટેની સુરક્ષા પણ જોઈ લેવી  જેથી ભારે વરસાદનો સામનો કરી શકાય. કોમેન્ટ કરો તમને શું લાગે છે આ તુફાન ગુજરાતમાં કઈ નુકશાન કરશે કે કેમ?

વાવાઝોડાને ટ્રેક કરવા આ વેબસાઈટ પરથી તેની દિશા જાણી શકો છો httpps://www.windy.com આ ઉપરાંત ખોટી અફવા ઓથી સાવધાન રેહવું .. ખાસ કરીને whatsapp  માં આવતા વિડીયો ની ખરાય કર્યા વગર આગળ શેર કરવા નહિ. આ લેખ આગળ શેર કરો..

Leave a Comment