વરસાદમાં બહાર જવાની જરૂર નથી, બાળકો માટે ઘરે જ બનાવો બ્રેડમાંથી આ ૩ બેસ્ટ વાનગી, રેસ્ટોરાંથી પણ બેસ્ટ સ્વાદ આવશે.

બ્રેડમાંથી બનાવો એકદમ સરળ, રેસ્ટોરાં કરતા પણ મજેદાર વાનગી……

મિત્રો તમે બ્રેડમાંથી સેન્ડવીચ, પકોડા વગેરે જેવી સામાન્ય રેસીપી તો બનતા જોઈ જ હશે. પરંતુ આજે અમે બ્રેડમાંથી એવી વાનગીઓ લઈને આવ્યા છીએ કે જેમાં તમને આશ્વર્ય થશે કે આટલી સરળતાથી તે વાનગીમાં બ્રેડનો ઉપયોગ થઇ શકે છે. 

Image Source :

અને તે વાનગી પણ એટલી સ્વાદિષ્ટ બનશે કે, તમને ખબર પણ નહિ પડે કે, આ વાનગી ઘરે બની છે કે, રેસ્ટોરાંમાંથી લાવ્યા….. તો ચાલો આપને તે વાનગી પર આગળ વધીએ….

(૧) 🥘 બ્રેડ પિઝ્ઝા 🥘

મિત્રો પિઝ્ઝાનું નામ સંભાળતા જ ઘણાના મોમાં પાણી આવી જતું હોય છે. પરંતુ પિઝ્ઝા ઘરે બનાવવાનું લોકો ટાળતા હશે. પરંતુ મિત્રો આજે અમે એવી વાનગી લાવ્યા છીએ કે જેમાં તમે પિઝ્ઝા બનાવી શકો છો. તેના માટે માત્ર બ્રેડ જોશે, પિઝ્ઝાના બ્રેડ(રોટલા)ની જરૂર નથી.

Image Source :

લોકો માટે પિઝ્ઝા બનાવવાની સામગ્રી તથા બનાવવાની રીત નીચે મુજબ છે. માત્ર ૧૫ મીનીટમાં તમે બનાવી શકો છો બ્રેડ પિઝ્ઝા.

જરૂરી સામગ્રી:

> ૬ બ્રેડ

> અડધો કપ બાફેલી મકાઈ,

> ૧ કેપ્સીકમ ઝીણું સમારેલું,

> ડુંગળી મધ્યમ આકારમાં સમારેલી,

Image Source :

> ટમેટા-૧ ટમેટાની પાતળી સ્લાઇડ્સ કરેલ,

> બટર – ૫ નાની ચમચી,

> મોઝ્રેલા ચીઝ  – ટુકડા કરેલું એક કપ,

> કાળા મરીનો પાવડર અડધી ચમચી,

> ટમેટા પિઝ્ઝા સોસ ૬ ચમચી મોટી,

> મીઠું સ્વાદ અનુસાર.

બનાવવાની રીત:

– સૌપ્રથમ બ્રેડની સ્લાઇડ્સ લઇ સૌથી પહેલા બટર લગાવો.

– બટર લગાવાયા બાદ તેમાં ઉપર ટમેટા નો સોસ લગાવી દો.

Image Source :

– ત્યાર બાદ તેની ઉપર શિમલા મિર્ચ, ટમેટા અને ડુંગળીની સ્લાઇડ્સ પથારી દો.

– હવે તેના પર બાફેલી મકાઈનું લેયર બનાવો.

– તેની  ઉપર સ્વાદ મુજબ કાળા મરીનો પાવડર અને મીઠું ભભરાવો.

– ત્યાર બાદ તેની ઉપર ટુકડા કરેલ ચીઝનું એક લેયર પાથરો.

– આટલું કર્યા બાદ હવે એક નોન સ્ટીક તવાને થોડો ગરમ થવા દો.

– હવે એક દોઢ ચમચી જેટલું બટર તવા પર નાખો. અને ગરમ થવા દો.

Image Source :

– બટર ગરમ થયા બાદ ધીમા તાપે તવામાં એકવારમાં જેટલી બ્રેડ સમાઈ જાય તેટલી રાખી દો.

– ત્યાર બાદ તવાને ઢાંકી દો. અને લગભગ ૫ મિનીટ સુધી રહેવા દો. જયારે કેપ્સીકમ નરમ થઇ જાય અથવા બ્રેડ કરકરી થઇ જાય ત્યારે તેને બહાર કાઢી લો.

તૈયાર છે બ્રેડ પિઝ્ઝા હવે તેને પ્લેટમાં કાઢી પિઝ્ઝા સોસ સાથે પીરસો. એક વાર ચાખી જુઓ આ પિઝ્ઝા એકદમ સ્વાદિષ્ટ લાગશે આ પિઝ્ઝા..તો ચાલો લાગી જાવ બનાવવા.

૨] 🍲  બ્રેડ પૌહા  🍲 

Image Source :

ઘરે બ્રેડ પડી હોય અને તરત જ ભૂખ સંતોષવી હોય તો બનાવો લાજવાબ બ્રેડ પૌહા. શું તમે આ રેસેપી પહેલા નથી બનાવી…? જરૂર બનાવો આ લાજવાબ વાનગી. નીચે તેને અનુરૂપ સામગ્રીનું લીસ્ટ આપી છે . જરૂરી સામગ્રી:

–  ચાર બ્રેડ

–  ૩ થી ૪ ટેબલ સ્પુન કોથમીર ઝીણી સમારેલી,

–  એક કપ બાફેલા બટેકા  ઝીણા સમારેલ,

–  તેલ  બે ચમચી,

–  માંડવીના બી શેકેલા  દોઢ ચમચી,

Image Source :

–  લીલા વટાણા બે ચમચી,

–  રાઈ થોડી,

–  લીલા મરચા ઝીણા સમારેલા,

–  આદુ પીસેલું,

–  મીઠું સ્વાદ અનુસાર.

બનાવવાની રીત :

> સૌપ્રથમ બ્રેડને કાપી લો.  પહેલા ઉભા અને પછી આડા નાના નાના ટુકડા કરો.

> માંડવીના બી અધકચરા પીસી લો.

Image Source :

> આટલી પૂર્વ તૈયારી કર્યા બાદ પૌવા બનાવવા માટે તપેલી ગરમ કરી તેમાં તેલ નાખો.

> તેલ ગરમ કર્યા બાદ તેમાં રાઈનો વઘાર કરો.

> ત્યાર બાદ તેમાં ઝીણા સમારેલ લીલા મરચા અને પીસેલું આદુ નાખો. તેને હલાવી થોડો સમય સાંતડો.

> ત્યાર બાદ તેમાં માંડવીના બી નાખી તેને સાંતડો. માંડવી જ્યારે ગહેરા રંગની થાય ત્યારે તેમાં વટાણા નાખી તેને   ૧ મિનીટ સુધી પકાવો.

> ત્યાર બાદ ટમેટા ઉમેરો. તેને ૧ થી ૨ સુધી પકાવો.

> ત્યાર બાદ ટમેટા ઉમેરો તેને ૧ થી ૨ મિનીટ સુધી પકાવો.

Image Source :

> ચીઝ ક્યુબ -૨ અને ટોમેટો કેચપ.

> ત્યાર બાદ તેમાં બાફેલા બટેકાના ટુકડા ઉમેરો.

> મીઠું સ્વાદ અનુસાર નાખો.

> હવે તેને ૧ થી ૨ મિનીટ સુધી ચમચા વડે હલાવો.

> ત્યાર બાદ તેમાં કાપેલા બ્રેડના ટુકડા ઉમેરો અને સાથે સમારેલી કોથમીર પણ ઉમેરો.

> હવે તેને ૨ મિનીટ સુધી બરાબર મિક્સ કરો.

Image Source :

> હવે પૌવા તૈયાર છે. તેને એક પ્લેટમાં કાઢી લો. તે પૌવા પર ઝીણી સમારેલી કોથમીર અમે સેવ વડે સજાવી સ્વાદિષ્ટ પૌવાની મજા લો.

] 🥧 બ્રેડ કટલેટ 🥧

બ્રેડ કટલેટ ને તમે નાસ્તા રૂપે ખાઈ શકો છો. બનાવવામાં ખુબ જ સરળ છે.

જરૂરી સામગ્રી :

>  ૪ બ્રેડની સ્લાઇડ્સ ,

>  ૧ બાફેલા બટેટાનો માવો,

Image Source :

>  બાફેલા અડધો કપ વટાણા,

> અડધો કપ સમારેલ ગાજર અને કોબી,

>  ૧ ડુંગળી ઝીણી સમારેલ,

> અડધું મરચું જીણું સમારેલું,

>  અડધી ચમચી પીસેલું આદુ,

> અડધાથી અડધી ચમચી ગરમ મસાલાનો પાવડર,

Image Source :

>  એક ચમચી લીંબુનો રસ,

>  ૩ ચમચી તેલ

>  પાણી તેમજ મીઠું જરૂરિયાત મુજબ.

બનાવવાની રીત:

–  એક તપેલીમાં ધીમા તાપે તેલ ગરમ કરો એક ચમચી જેટલું.

–  તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. તે ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતડો.

–  પીસેલું આદુ અને ઝીણા સમારેલા મરચા નાખી તેને ૩૦ સેકંડ સુધી સાંતડો.

–  ગાજર અને કોબી ઉમેરો.

Image Source :

–  હવે તેમાં બાફેલા વટાણા ઉમેરી તેમાં ગરમ મસાલોનો પાવડર પણ ઉમેરો. તેને બે મિનીટ સુધી પકાવો.

–  ગેસ બંધ કરી તે મિશ્રણને એક વાટકામાં કાઢી લો. અને ઠંડુ થવા દો.

–  બ્રેડની સ્લાઇડ્સ ને પાણીમાં ડુબાડી તરત બહાર કાઢો અને તે પાણી માં થોડુક મીઠું ઉમેરવું.

–  સ્લાઇડ્સ ને હળવા હાથે નીતરી  તેમાં ઠંડુ થયેલું મિશ્રણ તેમજ બાફેલા બટેટાનો માવો નાખો.

–  ૨ ચમચી સૂકવેલી બ્રેડનો ભૂકો અને લીંબુનો રસ ઉમેરો.

–  આ પ્રમાણે બરાબર મિશ્રણ કરી જરૂર હોય તો મીઠું ઉમેરો.

Image Source :

–  મિશ્રણમાંથી ગોળાકાર ટીક્કીઓ બનાવો. જો આ મિશ્રણ ભીનું લાગે તો હજુ ૧ થી ૨ ચમચી સૂકેલી બ્રેડનો ભુક્કો ઉમેરી શકો છો.

–  હવે એક પ્લેટમાં અલગથી થોડો બ્રેડનો ભૂકો કાઢો સૂકેલી બ્રેડનો.

–  હવે નોન સ્ટીક પેનમાં ધીમા તાપે ૨ થી ૩ ચમચી તેલ નાખી ગરમ કરો.

–  હવે એક એક ટીક્કીઓ બ્રેડના ભૂક્કામાં નાખો તે લગાવી તેને નોનસ્ટીક પેનમાં રાખો.

–  ટીક્કી નીચેથી પાકી જાય ત્યાર બાદ તેને પલટો અને એક ચમચી તેલ નાખી પાકવા દો.

–  બંને બાજુ બરાબર પાક્યા બાદ તેને થાળીમાં કાઢો.

Image Source :

–  તેવી રીતે બધી જ ટીક્કીઓ શેકી લો.

–  કટલેટ ઉપર ચીઝ તથા કેચપ થી સજાવો અને પીરસો.  

જો તમને આ વાનગીઓ ગમી હોય તો જરૂર શેર કરો જેથી બીજા લોકો પણ આ મસ્ત માહિતીનો લાભ ઉઠાવી શકે. વાનગી માટે અમે આશા રાખીએ છીએ કે તમને ખુબ ખુબ ગમી હશે.

  • મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
    આ રહી અમારા પેઇજની લીંક.
    www.facebook.com/gujaratdayro

    મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

    Image Source: Google

Leave a Comment