આ 6 વસ્તુઓ દો, સમય, પરિસ્થિતિ કે પૈસાનો અભાવ તમને ક્યારેય દુખી નહિ કરી શકે… ગમે તો બીજાને શેર કરજો.

🤫 જીવનમાં સદાય ખુશ રહેવા છોડી ડો આ 6 વસ્તુઓ 🤫

Image Source :

 

🙂 ૧. ભૂતકાળ માટે પસ્તાવાનું છોડી દો, અને ભવિષ્ય માટે વિચારવાનું શરુ કરી દો.

👉 કોઈ પણ ભૂલ તમે ભલે કરી બેઠા હોવ પણ ક્યારેય તે ભૂલ વિશે કે ભૂતકાળ વિશે વિચારીને દુખી થાવ નહિ. આજ કાલના મોટા ભાગના યુવક અને યુવતીઓ પોતાના ભૂતકાળ માટે વિચારીને પોતાના જીવનનો અમુલ્ય સમય ગુમાવી દે છે અને જયારે તે સમજી શકવા સક્ષમ બને છે ત્યારે મોટા ભાગનો સમય ચાલ્યો ગયો હોય છે અને વીતી ગયેલો સમય કયારેય પાછો મળતો નથી.

Image Source :

👉માટે તમામ યુવાનો અને યુવતીઓને એક સલાહ છે કે, જે થઈ રહ્યું છે તે સારા માટે થઇ રહ્યું છે તેમ માની ને ભૂતકાળ માટે ક્યારેય પસ્તાવ નહિ. ભલે કોઈ પણ તમારો સાથ છોડી દે કે તમારો પ્રેમ છોડીને ચાલ્યા જાય. તમે ક્યારેય તેના માટે રડો નહિ પસ્તાવ નહિ કેમ કે, આગળ ઉજ્જવળ ભવિષ્ય તમારી રાહ જોઇને ઉભું છે.
એટલે ભૂતકાળ માટે પસ્તાવાનું છોડો, વર્તમાન મજાથી જીવો અને ભવિષ્ય ઉજ્જવળ કેમ બને તે માટે વિચારવાનું શરુ કરી તે દિશા તરફ આગળ વધો.

Image Source :

 

 

😀 ૨. ક્યારેય નકારાત્મક વિચારો નહિ.

👉 ક્યારેય પણ તમે નબળા છો કે તમે તે કરી નહિ શકો તે વાત વિચારવાનું છોડી દો. તમે જો નકારાત્મક વિચારશો તો તમને પરિણામ પણ નકારાત્મક જ મળશે. કેમ કે બ્રમ્હાંડ નો નિયમ છે કે, જેવું તમે વિચારશો તેવું પરિણામ જ તમને મળશે.
👉 કેમ કે બ્રમ્હાંડ સમજતું નથી કે તમે નકારાત્મક માગો છો કે હકારાત્મક? શું સાચું છે કે શું ખોટું છે? તે તો તમને તે જ આપશે કે જે તમે માગ્યું છે. માટે જો તમે સારા વિચારો કરશો તો તમને સારું મળશે અને તમે ખરાબ વિચારો કરશો તો તમને ખરાબ પરિણામ જ મળશે.
માટે ક્યારે પણ નકારાત્મક વિચારો કરવાનું છોડી દો અને હંમેશા બી પોસીટીવ રહો.

Image Source :

 

🤗 ૩. દરેક પર વિશ્વાસ કરવાનું શીખો.

👉 દરેક લોકો પર વિશ્વાસ કરવાનું રાખો, હા, ખોટી અપેક્ષા ના રાખો પણ તમે વિશ્વાસ રાખો. કેમ કે આ સમયમાં પણ વિશ્વાસનું ખુબ મહત્વ છે. જો તમે કોઈ પર વિશ્વાસ રાખશો તો તે જરૂર તમને તેવું જ પરિણામ આપશે કે જેવો તમે વિશ્વાસ રાખેલો હશે.
👉 તમને જો કોઈના રાખેલા વિશ્વાસ પર યોગ્ય પરિણામ ના મળે તો ટેન્શન ના લો. કેમ કે, ક્યારેક વિશ્વાસમાં પણ સફળતા મળતી નથી. તેના કરને આપને વિશ્વાસ કરવાનું છોડી ના દેવું જોઈએ.કેમ કે મોટા ભાગના લોકોને જયારે કોઈ પર નો વિશ્વાસ તૂટી જાય છે તો તે બીજા લોકો પર પણ વિશ્વાસ કરવાનું છોડી દે છે.

Image Source :

 

🤪 ૪. બધાને ખુશ કરવાની જરૂર નથી

👉 તમે તમારા કામથી અમુક લોકોતો નારાજ હંમેશા રહેવાના કેમ, કે હંમેશા કોઈ દિવસ કોઈ તમે બધાને ખુશ નહિ કરી શકો. તમે હંમેશા જે કામ કરી રહ્યા છો તે કરતા રહો. જો તમને એમ હોય કે હું સાચા અને સત્યના રસ્તે જી રહ્યો છું તો ચિંતા ના કરો તમે આગળ વધતા જ રહો. સંઘર્ષ કરતી વખતે લોકો તમારી ઉપેક્ષા કરશે પણ એજ લોકો તમારી સાથે ઉભા રહેવા લાગશે.
માટે બધાને ખુશ કરવાની જરૂર નથી પ્રથમ તો તમારી જાતને ખુશ કરો, અંતરથી તમે ખુશ રહો. લોકોનું તો શું છે આજે ખુશ છે તો કાલે તમારાથી નાખુશ રહેશે.

Image Source :

 

🤭 ૫. સારી બુક્સ અને સારા માણસોની સદાય સંગત કરજો.

👉 જીવનમાં સફળ થવા માટે સારી બુક્સ અને સારા માણસોની સદાય સંગત કરજો. સારી બુક્સ કદાચ ભલે બોલીને કદાચ કઈ ના કહી શકે પણ તે તેમાં લખેલા શબ્દો દ્વાર હંમેશા તમારું માર્ગદર્શન કરી શકશે
અને સારા માણસો ભલે તમને કદાચ કોઈ વાસુ ખરાબ કહે પણ તે જરૂર તમને ક્યારેય મુશ્કેલીમાં નહિ મુકવા દે. સારી બુક્સ હંમેશાથી માનવ જાત માટે એક મહત્વનો મિત્ર સાબિત થઇ છે. માટે હંમેશા સારી બુક્સ અને સારા માણસોની સંગત કરવી.

Image Source :

 

😅 6. સમયને બાંધવાની નહિ માણવાની કોશિશ કરજો.

👉 હા, આજના જમાના પ્રમાણે ખાસ આ વાક્ય કહેવું પડે ચી, કેમ કે, આજના જમાના માં લોકો સમયને બાંધવાની નિરર્થક કોશિશ કરે છે પણ સમય બાંધવાની નહિ પણ માનવાની ચીજ છે. ભલે તમે પુરા દીઈવાસ દરમિયાન ખુબ વ્યસ્ય હોવ પણ તમારે થોડો સમય તો નિર્દોષ બની ને રહેવું જોઈએ. ક્યારેક વરસાદના ટીપાની મોજ તો ક્યારેક નાના બાળકની સાથે મજાક મસ્ત અને પરિવારને અપાતો સમય તે કાઢવો ખુબ જરૂરી છે.
👉 માટે સમયને બાંધવાની જરૂર નથી, તેને માણો અને તે સમયને પુરતું મહત્વ કામમાં પણ આપો.
મિત્રો આ 6 બાબતો એવી છે કે, જે તમે છોડી દેશો તો જીવનમાં ક્યારેય દુખી નહિ થાવ, પછી ભલે તમે સ્ત્રી હોવ કે, પુરુષ અથવા નાના હોય કે મોટા આ બાબત તમામ લોકો માટે એટલી જ જરૂરી છે કે જેટલી અન્ય માટે જરૂરી છે.

Image Source :

 

🤴ભાઈઓ તથા 👸બહેનો.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source :

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

6 thoughts on “આ 6 વસ્તુઓ દો, સમય, પરિસ્થિતિ કે પૈસાનો અભાવ તમને ક્યારેય દુખી નહિ કરી શકે… ગમે તો બીજાને શેર કરજો.”

  1. તમારા બધાજ આર્ટીકલ ખરેખર સરસ ને ઉપયોગી હોય છે… તમારો સંપર્ક કરવો શકય હોય તો કોન્ટેકટ નંબર આપશો પ્લીઝ ?

    Reply

Leave a Comment