વોટ્સઅપમાં કોઈના મેસેજ થી કંટાળી ગયા છો? કરો આ ટ્રીક તમે મેસેજ વાંચશો પણ તેને ખબર પણ નહિ પડે.

🔵કરો વોટ્સઅપમાં આ એક ટ્રીક જેનાથી તમે સામે વાળાના મેસેજ વાંચી લેશો તો પણ તેને બ્લુ ટીક નહિ બતાવે..🔵

Image Source :

જી હા, મિત્રો તમે સાચું સાંભળ્યું કે, આજના સમયમાં આપને વોટ્સઅપ વગર એક દિવસ પણ રહી નથી શકતા. આજનું મોટા ભાગનું કામ પણ વોટ્સઅપ પર થવા લાગ્યું છે. અને એક વાત પણ છે કે જો તમે કોઈને આજે એમ કહો કે, તમે વોટ્સઅપ નથી વાપરતા તો લોકો તમને કહેવા લાગશે કે, ભાઈ તારી તબિયત તો ઠીક છે ને…..
આમ, જોવા જઈએ તો વોટ્સઅપએ લોકોનો ટાઈમ છીનવી લીધો છે એમ કહીએ તો પણ ચાલે કે, કે, મોટા ભાગના લોકો કામ સિવાય પણ વોટ્સઅપ ખોટો ટાઈમ પાસ કરતા જોવા મળે છે.

Image Source :

અને અમુક લોકો એટલા બધા વ્યસ્ત હોય છે કે, એમને વોટ્સઅપ ચેક કરવાનો પણ ટાઈમ રહેતો નથી, આજે અમેં તમારા માટે એક ખુબ કામની અને મહત્વની ટ્રીક લઈને આવ્યા છીએ.

એ તરીકથી તમે લોકો કોઈ પણ લોકો કે સગા સબંધીઓ અને ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ ના મેસેજ વાંચી શકશો, અને તે માણસને ખબર પણ નહિ પડે. અને તમે તે લોકોને કહી પણ શકશો કે “યાર સોર્રી હું તો કામમાં વ્યસ્ત હતો/હતી અને તારો મેસેજ વાંચવાનું જ ભૂલી ગયો/ગઈ….

Image Source :

આ ટ્રીક દ્વારા તમે સાબિત કરી શકશો કે તમે ખુબ વ્યસ્ત હતા અને તમે રિપ્લે કરી નથી શક્યા.
આ ટ્રીક દ્વારા તમે નીચે મુજબના ફાયદા મેળવી શકશો કે કામ માંથી છૂટી શકશો…

૧. જો તમને કોઈ એવો મેસેજ કરે કે, ભાઈ આ વસ્તુ માર્કેટમાંથી લેતો આવજે હું આવીને પૈસા આપી દઈશ, અને તમને ખબર હોય કે તે પૈસા ક્યારેય તમને નથી મળવાના…(પણ જો તમે તેનો મેસેજ વાંચ્યો હશે તો તમારે તે વસ્તુ લઈને જવી જ પડશે, પણ આ વોટ્સઅપ ટ્રીક દ્વારા તમે તેનો આ મેસેજ વાંચી પણ શકશો પણ તેને ખબર પણ નહિ પડે અને તમારે તે વસ્તુમાં તમારા ખોટા પૈસા પણ બગાડવા નહિ પડે.)

Image Source :

૨. તમને કોઈ મિત્રો બહાર એક્ઝામ સમયે પાર્ટી કરવા બોલાવે, પણ તમારે અભ્યાસ કરવો હોય…જો તમે બહાર ના જાવ તો મિત્રોને ખોટું લાગે અને પાર્ટીમાં જાવ તો અભ્યાસ બાકી રહી જાય. માટે આ પરિક્ષા સમયે તમે આ વોટ્સઅપ ટ્રીકનો યુઝ કરી શકો. જેનાથી તમે મિત્રોનો આ પાર્ટી વાળો મેસેજ વાંચી તો શકશો પણ તમે તેને કહી શકશો કે, મેં તારો મેસેજ વાંચ્યો જ નથી.

Image Source :

૩. હા, આ વોટ્સઅપ ટ્રીકનો અમુક લોકો મિસ યુઝ પણ કરી શકે છે, પણ આ વસ્તુ કરવાથી તેને કોઈ રોકી પણ શકે નહિ. કેમ કે, અમુક લોકો તમને અવગણવા માટે પણ વારંવાર કહી શકે કે, સોરી યાર તારો મેસેજ મેં વાંચ્યો નહિ. તો આવા લોકોને તમે ઓળખી લઈને તમે તેનાથી દુર રહો એ તમારા માટે બેસ્ટ હશે.

અમુક લોકો એકથી વધુ લોકો સાથે રિલેશનમાં હોય ત્યારે તે આ ટ્રીકનો યુઝ કરતા હોય છે . કોઈ પણ બોય કે ગર્લ જયારે તમારી અને બીજા લોકોની સાથે પણ રિલેશનમાં હોય ત્યારે તમને ટાળવા માટે પણ તે વોટ્સઅપની આ ટ્રીક દ્વારા ખોટું બોલી શકે છે. તો તમે વોટ્સઅપના આધારે સબંધ રાખતા હોય તો હવે ચેતી જજો.

Image Source :

તો ચાલો, હવે આપને તે મહત્વની આ વોટ્સઅપ ટ્રીક કેવી રીતે કરી શકાય તે જાણીએ.

📲 ૧. સૌ પ્રથમ તમારા ફોનમાં વોટ્સઅપ ઇન્સ્ટોલ હોવું જોઈએ અને તેના પર વોટ્સઅપ ચાલુ હોવું જોઈએ. તો જ તમે તે ટ્રીક કરી શકશો.

📲 ૨.હવે તમે વોટ્સઅપ ઓપણ કરો અને તેના પર તમે જોઈ શકશો કે, તમારા ફોનની ઉપરની સાઈડ જમણી બાજુ તમને ૩ પોઈન્ટ દેખાશે.

Image Source :

📲 ૩. તે ૩ પોઈન્ટ પર ક્લિક કરો એટલે ત્યાં એક સ્લાઈડ ઓપન થશે જેમાં નીચેની વસ્તુ લખેલી હશે…
New goup
New broadcast
Whats App Web
Starred messages
Setting

📲 4. ત્યાર બાદ તમારે ઉપરના 5 ઓપ્શનમાંથી તમારે Setting પર ક્લીક કરવાનું રહેશે.

📲 5. Setting પર ક્લીક કર્યા બાદ તમારી સામે એક બીજા ઘણા ઓપ્શન આવશે.

Image Source :

📲 6. ત્યાર બાદ તે ઓપ્શન માંથી તમારે Account નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

📲 7 તે Account ઓપ્શન પર ક્લીક કર્યા બાદ તમારી સામે 6 ઓપ્શન આવશે. તેમાંથી તમારે પહેલું ઓપ્શન “Privacy” પર ક્લિક કરવાનું રહેશે.

📲 8. “Privacy” પર ક્લિક કાર્ય બાદ તમારી સામે આ એક નવી ટેબ ખુલશે તેમાં સૌથી છેલ્લે એક ઓપ્શન હશે તેનું નામ હશે “Read receipts” આ ઓપ્શનની બાજુમાં તમને એક બ્લુ ટીક કે બ્લુ માર્ક દેખાશે.

Image Source :

📲 9. બસ હવે લાસ્ટ તમારે તે બ્લુ ટીક (બ્લુ માર્ક ) દેખાય છે તેને હટાવી દેવાનો છે. એટલે કે તમે તેના પર ક્લિક કરશો એટલે તે બંધ થઇ જશે.

📲 10. બસ હવે તમારું કામ પૂરું થઇ ગયું, હવે આ તરીક તમારા મોબાઈલમાં શરુ થઇ ગઈ છે હવે તમે ગમે તે લોકોના મેસેજ જોઈ શકશો પણ તેને ખબર નહિ પડે કે તમે તેનો મેસેજ વાંચ્યો છે.

Image Source :

મિત્રો શું તમને આ તરીક ગમી? શું તમે તમારા સ્માર્ટફોન માટે બીજી આવી જ મહત્વની તરીક મેળવવા માંગો છો? તો અમને કોમેન્ટમાં “once more ” કે બીજું તમારું બીજું કોઈ સજેશન લખીને મોકલો.
અને આવી બધી સ્માર્ટફોન માટેની બીજી જ મહત્વની માહિતી માટે નીચેની લીનક પર ક્લિક કરીને લાઈક કરી લો અમારું આ પેજ

Image Source :

👱ભાઈઓ તથા 👱‍♀️બહેનો.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ  (૩) ગુડ  (૪) એવરેજ
Image Source :

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો ➡  સોશિયલ ગુજરાતી 

Image Source: Google

1 thought on “વોટ્સઅપમાં કોઈના મેસેજ થી કંટાળી ગયા છો? કરો આ ટ્રીક તમે મેસેજ વાંચશો પણ તેને ખબર પણ નહિ પડે.”

  1. બસ હવે લાસ્ટ તમારે તે બ્લુ ટીક (બ્લુ માર્ક ) દેખાય છે તેને હટાવી દેવાનો છે. એટલે કે તમે તેના પર ક્લિક કરશો એટલે તે બંધ થઇ જશે.
    આમ કરવાથી આપણે મોકલેલા મેસેજ પણ સામે વાળાએ વાંચ્યા કે નહિ તે ખબર નહિ પડે

    Reply

Leave a Comment