દેશમાં થયો અનોખો સર્વે : આ રાજ્યના લોકો હોય છે સૌથી વધુ ખુશ..! વાંચો સંપૂર્ણ અહેવાલ

મિત્રો આજનો આ લેખ ખુબ જ મજેદાર છે, શું તમે જાણો છો કે, તમે જે રાજ્યમાં રહો છો એટલું ખુશ છે ? અથવા તો આ દેશના બધા જ રાજ્યોમાંથી ક્યું રાજ્ય એવું છે જે સૌથી ખુશ હોય. તો જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. દેશમાં પહેલી વખત હેપીનેસ સર્વેમાં દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સામેલ કરીને એક રેંકિંગ આપવામાં આવી. જેમાં મિઝોરમ, પંજાબ અને અંદમાન-નિકોબાર ટોપના ત્રણ રાજ્યો બન્યાં. આ ત્રણ રાજ્યોમાં લોકો સૌથી વધુ ખુશ છે એવું સામે આવ્યું છે. છત્તીસગઢ, ઓડિસા અને ઉત્તરાખંડનો સ્કોર સૌથી ઓછો હતો.

તમને જણાવી દઈએ આ સર્વેની એક ખાસ વાત એ છે કે, આ રાજ્યોમાં ખુશી પર કોવિડના પ્રભાવ સમજવામાં આવ્યો, તેથી જ મહારાષ્ટ્ર, દિલ્હી અને હરિયાણા જેવા રાજ્યોમાં ખુશીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું. જમ્મૂ અને કાશ્મીરમાં પણ ખુબ ઓછા લોકો ખુશ જોવા મળ્યા. આ સર્વેમાં શું વધુ જાણવા જેવુ હતું અને મિઝોરમના લોકો સૌથી વધારે ખુશ કેમ છે ? આવો તેના વિશે જાણીએ.

હેપીનેસ સર્વેમાં પાંચ પરીક્ષાઓ જેવી કે, કામકાજ, સંબંધો, સ્વાસ્થ્ય, સામાજીક સેવા, ધાર્મિક-આધ્યાત્મિક પક્ષ રાખવામાં આવી હતી. આ સર્વેમાં દેશના 16,950 લોકો પાસેથી માર્ચ-જુલાઇની વચ્ચે મંતવ્ય લેવામાં આવ્યું હતું. રાજેશ પિલાનિયા નામના પ્રોફેસરે એક સ્ટડીમાં જાહેર કર્યુ. જેમાં ભારતના જાણીતા લોકોની ખુશી અને સામાજીક સરોકારો વિશે પોતાનું મંતવ્ય રજૂ કર્યુ અને આ રિસર્ચને એક ગંભીરતા આપી.આ સ્ટડી અનુસાર, જેન્ડર અને ખુશીને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. જ્યારે વૈવાહિક જીવન, ઉંમર, શિક્ષણ અને આવકને ખુશી સાથે ગાઢ સંબંધ જોવા મળ્યો. એ પણ જોવા મળ્યું કે, દેશમાં વિવાહિત લોકો અપરણિત લોકોની સરખાણીમાં વધારે ખુશ હોય છે. કામકાજ સાથે જોડાયેલા મામલામાં અસમ, મિઝોરમ, અંદમાન, પંજાબ તથા પોંડીચેરી તો સંબંધોના મામલામાં પંજાબ, કર્નાટક, મિઝોરમ અંદમાન અને સિક્કિમ ટોપ 5 રાજ્યોમાં રહ્યાં.

મિઝોરમે આ લિસ્ટમાં બાજી મારી લીધી છે. દેશમાં સૌથી સુરક્ષિત રાજ્યોમાંથી એક છે. શાંતિ અને અછૂતી ખૂબસરતી માટે જાણીતા આ રાજ્યની અર્થવ્યવસ્થા એક તરફ પર્યટનના હાથમાં છે તો બીજી તરફ અહીંના બજાર વધારે મહિલાઓ દ્વારા સંચાલિત છે. અહીં અપરાધ ના બરાબર છે. જ્યારે લોકો આત્મનિર્ભર વધારે છે. અહીંના લોકો છેલ્લા કેટલાક દશકોથી હિંદી બોલવામાં રસ લે છે, પર્યટકો અનુસાર, અહીંના લોકો ખૂબ જ આત્મીય અને સારા મેજબાન છે.

મિઝોરમની જેમ ઉત્તર પૂર્વના સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્ય પણ ટોપ ટેનના લિસ્ટમાં સામેલ છે. નાના રાજ્યના સર્વેમાં વધારે ખુશ જોવા મળે છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના એપી ડો. એશલે વિલિયમ્સ મુજબ, જે રાજ્યોના લોકો પૈસાથી વધારે સમયને મહત્વ આપે છે તે વધારે ખુશ હોય છે. બીજી તરફ સ્ટેનફોર્ડની ડો. ઇમા સિપલાનું કહેવુ છે કે, જે રાજ્યમાં લોકો દયાળુ, લાગણીશીલ અને ધિરજવાળા હોય છે ત્યાં ખુશી અને સુખ-સમૃદ્ધિ વધારે હોય છે.આ સર્વેની એક બીજી વાત ખાસ છે કે, આ અભ્યાસમાં વર્ષ 2025 ની હેપીનેસ ઇન્ડેક્સ પણ જાહેર કરવામાં આવી છે. એક અનુમાન મુજબ, સ્વાસ્થ્ય અને સામાજીકતા અને વિકાસના હિસાબથી સ્થિતિઓ બદલાશે તેથી આગલા પાંચ વર્ષોમાં મણીપુર, અંડમાન, ગુજરાત, લક્ષ્યદ્વીપ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, સિક્કિમ, પંજાબ, રાજસ્થાન અને કર્ણાટક સૌથી ખુશ 10 રાજ્યોમાં સામેલ છે.

નોંધનીય છે કે, ભૂટાન પહેલો દેશ છે કે, જ્યાં જીડીપીની જગ્યાએ જીએનએચ એટલે કે ગ્રોસ નેશનલ હેપીનેસ સૌથી વધારે મહત્વ છે. ભૂટાન પણ દર વર્ષે પોતાના દેશનું હેપીનેસ ઇન્ડેક્સ જાહેર કરે છે. તેથી તર્જ પર દુનિયામાં હેપીનેસ રિપોર્ટ વર્ષનું તૈયાર કરવા માટે શરૂઆત થઈ અને ભૂટાન હંમેશા સૌથી ખુશ દેશોમાં જાણીતા છે. 156 દેશોની હેપીનેસ રિપોર્ટ 2020 માં ભારત 140 માં નંબર પર રહ્યું હતું એટલે કે સૌથી ઓછા ખુશ લોકો માટે જાણીતો દેશ છે.

Leave a Comment