આ રીતે રાખશો આદુ તો મહિનાઓ સુધી રહેશે તાજું | પણ ખરીદતી વખતે રાખજો આ ખાસ ધ્યાન

મિત્રો તમે આ શિયાળામાં આદુનું સેવન તો કર્યું જ હશે. કારણ કે આદુ એ શિયાળામાં વધુ ખાવું જોઈએ. તેનાથી તમારી તંદુરસ્તી જળવાઈ રહે છે. તેમજ તમને શરીરમાં ગરમાવો અનુભવાય છે. આ ઉપરાંત આદુ એ શિયાળામાં આવતી વસ્તુ છે. આથી તમને શિયાળામાં તે તાજી મળી જાય છે. પણ આ આદુને વધુ સમય રાખી મુકવામાં આવે તો બગડી જાય છે આવી સ્થિતિમાં જો તમે આદુ ને કઈ રીતે રાખવું જોઈએ તે જાણી લેશો તો મહિનાઓ સુધી આદુ તેવું જ તાજું બની રહે છે. ચાલો તો આ રીત વિશે વધુ જાણી લઈએ. 

ચા હોય કે કોઈપણ મસાલેદાર સબ્જી તેનો સ્વાદ વધારવાનું કામ આદુ કરે છે. વાકું ચૂકું દેખાતું આદુ એક સુપરફૂડ છે. જે ખાવાની સાથે તમારી તંદુરસ્તીનું પણ ધ્યાન રાખે છે. ઠંડીમાં તેને ખાવાથી અનેક ફાયદાઓ થાય છે. ઘણી વખત તેન સારી રીતે સ્ટોર કરવા છતાં પણ સુકાઈ જાય છે અથવા તો બગડી જાય છે. ત્યારે તમારે આખું આદુ ફેકવું પડે છે. આજે અમે તમને થોડી એવી ટીપ્સ વિશે જણાવીશું જેના દ્વારા તમે આદુને તાજું રાખી શકો છો. 

સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે આદુની અંદર ઘણા એન્ટી-બેકટરીયલ અને એન્ટી-ઇન્ફલેમેટ્રી ગુણ રહેલા છે. ખાવાની સાથે તે ઘણા પ્રકારની બીમારીમાં પણ તેનો ઉપયોગ થાય છે. તેની ગંધ ખુબ તેજ હોય છે અને સ્વાદમાં ખુબ તીખું હોય છે. 

આપણે અક્સર માર્કેટમાં જોતા હોઈએ છીએ કે આપણે બજારમાંથી ઘણું આદુ લઈને આવીએ છીએ અને ફ્રીજમાં આમ જ સ્ટોર કરી દઈએ છીએ પણ આમ કરવાથી આદુ જલ્દી ખરાબ થઈ જાય છે. 

આદુને સ્ટોર કરવા માટે સૌથી પહેલા સૂકાયેલ અને સાફ આદુ ની ખરીદી કરો. જો આદુમાં માટી જામેલી છે, તો તેને સારી રીતે ધોઈને તેને પૂરી રીતે સુકવી નાખો. ધ્યાન રાખો કે ભીનું આદુ જલ્દી ખરાબ થઈ જાય છે. 

આદુની છાલ કાઢ્યા વગર જ કોઈ ચારેબાજુ થી પેક બેગમાં એટલે કે જેમાં હવા ન જાય તેમાં લોક કરીને ફ્રીજમાં મૂકી દો. આ સિવાય તમે પેપર બેગ અથવા પેપર ટર્વીલ માં લપેટીને પણ મૂકી શકો છો. 

જોત અમે આદુને મહિનાઓ સુધી તાજું રાખવા માંગો છો તો તેને ખુબ ઝીણું પીસી નાખો અને આઈસ ટ્રે માં જમાવીને મૂકી દો. જયારે પણ આદુની જરૂરત હોય ત્યારે તેના ક્યુબ નો ઉપયોગ કરો. 

જો તમે આદુને સમારીને ફ્રીજમાં મુકો છો, તો તેમાં થોડું લીંબુ નાખી દો, આમ કરવાથી આદુ હંમેશ માટે તાજું જ રહે છે. 

જો તમે આદુને લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગો છો તો તેની છાલ ન કાઢો, અને તેને નાના ટુકડાઓ પણ ના સમારવા જોઈએ. કારણ કે આમ કરવાથી આદુ જલ્દી ખરાબ થઈ જાય છે. 

આદુને પૂરી રીતે સુકવીને તમે તેનો પાઉડર બનાવીને એક વર્ષ માટે સ્ટોર કરી શકો છો. આ જીંજર પાઉડર માર્કેટમાં મળતા પાઉડર કરતા બહુ સસ્તો અને સારો હોય છે. પણ યાદ રાખો કે આદુના પાઉડરને એર ટાઈટ બેગમાં જ ભરો. 

આ સિવાય તમને જણાવી દઈએ કે કિડનીની સમસ્યા, તાવ, ફ્લુ, અસ્થમા, અર્થરાઈટીસ આ બધી પરેશાનીઓને દુર કરવા માટે આદુ ખુબ અસરકારક કામ કરે છે. સવારે ખાલી પેટ આદુનો રસ પીવાથી ત્વચા માં ચમક આવે છે. અને વિટામીન એ અને સી મળતા તે વાળ માટે પણ ખુબ ફાયદાકારક છે. 

નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

Leave a Comment