તારક મહેતા સિરિયલમાં હવે ક્યારેય નહિ જોવા મળે નટુકાકા, 77 વર્ષની ઉંમરે થયું ઘનશ્યામ નાયકનું થયું નિધન…

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, હમણાં થોડા સમયથી બોલીવુડ જગત અને ટીવી ઇન્ડસ્ટ્રીઝના ઘણા દિગ્ગજોના અવસાન થયા છે. તો હાલમાં જ સબ ટીવી પર આવતી ખુબ જ ફેમસ સિરિયલના ખુબ જ મોટા અભિનેતાનું અવસાન થયું છે. જેને લઈને બોલીવુડ જગત અને ટીવી સિનેમા ઇન્ડસ્ટ્રીઝમાં બધાને ખુબ જ મોટો ઝટકો પડ્યો છે.

મિત્રો સબ ટીવી પર આવતી સિરિયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” ના દિગ્ગજ અભિનેતા ઘનશ્યામ નાયક હવે આપણી વચ્ચે નથી રહ્યા. 77 વર્ષની ઉંમરમાં તેનું નિધન થઈ ગયું છે. ઘનશ્યામ નાયક ટીવીનો પોપ્યુલર શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” થી નટુકાકા પાત્ર રૂપે ખુબ જ લોકપ્રિય થયા હતા. પરંતુ તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. જેને લઈને તેનું અવસાન થયું છે.

તમને જણાવી દઈએ કે, ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી લડી રહ્યા હતા. તેનો ઈલાજ પણ ચાલી રહ્યો હતો. તેના ગળાની સર્જરી કરવામાં આવી હતી અને આ જ કારણે તે શુટિંગથી પણ દુર રહેતા હતા.

હાલમાં જ તેમણે પોતાની બીમારી વિશે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે તેમના ગળામાંથી 8 ગાંઠ કાઢવામાં આવી હતી અને તેને ખબર જ હતી કે આટલી બધી ગાંઠ કેવી રીતે બની ગઈ. આ ગાંઠને સર્જરી દ્વારા કાઢવામાં આવી હતી. તેમણે એ પણ જણાવ્યું હતું કે તેની સર્જરી ચાર કલાક સુધી ચાલી હતી.

ઘનશ્યામ નાયકના દીકરા વિકાસે પણ મીડિયાને જણાવ્યું હતું કે, તેના પિતાની ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગળાની સર્જરી થઈ હતી. જેમાં તેની 8 ગાંઠ કાઢવામાં આવી હતી. ત્યાર બાદ આ વર્ષે એપ્રિલમાં તેના પપ્પાના ગળાની પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી સ્કેનિંગ કરાવી હતી.

તો તેમાં અમુક સ્પોટ્સ નજર આવ્યા હતા. તેમણે આગળ જણાવ્યું હતું કે, જ્યારે તેના પિતાના ગળામાં અમુક સ્પોટ્સ નજર આવ્યા હતા ત્યારે તેને કોઈ તકલીફ ન હતી. પરંતુ તેમ છતાં તેની કિમોથેરાપી કરવામાં આવી હતી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment