મસ્તકને હાથમાં લઈને લડ્યા હતા યુદ્ધ…. મુઘલો સાથે લડતું હતું ધડ…. જાણો એક વીરની શૌર્યગાથા….

મસ્તકને હાથમાં લઈને લડ્યા હતા યુદ્ધ…. મુઘલો સાથે લડતું હતું ધડ…. જાણો એક વીરની શૌર્યગાથા….

મિત્રો ભારતની ધરતી પર અગણિત શુરવીરો થઇ ગયા છે. તેમાં અલગ અલગ રાજ્ય અને વિસ્તારના ઘણા બધા શુરવીરો થઇ ગયા. ભારતના ઇતિહાસમાં એવા ઘણા બધા યોદ્ધાઓ મળી આવશે કે જેની બહાદુરીના કિસ્સા માત્ર ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં પ્રચલિત છે. આજે અમે એવા જ એક શીખ યોદ્ધાની વાત કરવા જઈ રહ્યા છીએ. જેની બહાદુરીના કિસ્સાઓ સાંભળીને કોઈ પણ વ્યક્તિ તેમના શૌર્યને નમન કરવા લાગે. મિત્રો આ યોદ્ધા એવા થઇ ગયા કે દુશ્મનો તેમના નામ માત્રથી જ થરથર કાંપવા લાગતા અને ભારતના પુરા ઇતિહાસના આ એક માત્ર યોદ્ધા હતા જે શીશ કપાયા બાદ પોતાન જ શીશને હાથમાં રાખીને દુશ્મનો સામે બહાદુરી પૂર્વક લડ્યા હતા.

આજે અમે વાત કરી રહ્યા છીએ ભારતીય ઇતિહાસના એક મહાન યોદ્ધા બાબા દીપ સિંહની.  જેમણે યુદ્ધમાં પોતાના સાહસ અને શૌર્યના બળે લોકોને ચકિત કરી દીધા હતા. યુદ્ધમાં જેમનું શીશ કપાયા બાદ ધડ દુશ્મનો સામે લડતું રહ્યું હતું. તો ચાલો જાણીએ ભારતના એક સપૂતની વીરગાથા.

બાબા દીપ સિંહજીના પિતા ભાઈભગત અને માતા જીયોળીજી અમૃતસરના પહુવિન્ડમાં રહેતા હતા. પિતા ભાઈભગત ખેતીવાડીનું કાર્ય કરતા હતા અને ભગવાનની કૃપાથી તેમના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. પરંતુ તેમને એક વાતની ખોટ હતી કે તેમને કોઈ સંતાન ન હતું. જેના કારણે તેઓ હંમેશા ભગવાનને સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરતા હતા. એક દિવસ ભાઈભગતની મુલાકાત એક સંત સાથે થઇ. તેમણે જણાવ્યું કે તેમની ઘરે એક ખુબ જ ગુણવાન પુત્રનો જન્મ થશે અને તેનું નામ તેમણે દીપ રાખવાનું કહ્યું.

ત્યાર બાદ થોડા સમય બાદ 26 જાન્યુઆરી 1682 માં બાબા દીપ સિંહનો જન્મ થયો. દીપ સિંહ એક માત્ર પૂત્ર હોવાના કારણે તેમના માતા પિતાએ તેમણે ખુબ લાડ પ્રેમથી ઉછેર્યા હતા. જ્યારે દીપ સિંહજી 12 વર્ષના હતા ત્યારે તેના માતાપિતા તેમણે આનંદપુર લઇ ગયા જ્યાં તેમની મુલાકાત શીખના દશમાં ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહજી સાથે થઇ. ત્યાર બાદ દીપ સિંહ તેમના માતાપિતા સાથે થોડા દિવસો ત્યાં જ રહ્યા અને સેવા આપી.

જ્યારે દીપ સિંહ અને તેમના માતાપિતા પરત ફરી રહ્યા હતા ત્યારે ગુરુ ગોવિંદસિંહજીએ તેમના માતા પિતાને દીપ સિંહ ને ત્યાં જ છોડીને જવાનું કહ્યું.તેમના માતા પિતા તરત જ માની ગયા અને દીપ સિંહ ગુરુ ગોવિંદસિંહજી સાથે રહેવા લાગ્યા અને તેમના સાનિધ્યમાં તેમણે શીખ દર્શન અને ગુરુ ગ્રંથ સાહેબનું જ્ઞાન મેળવ્યું. ત્યાર બાદ સ્વયં ગુરુ ગોવિંદસિંહજીએ દીપ સિંહને ઘોડેસવારી, હથિયાર અને શિકારની શિક્ષા આપી.

દીપ સિંહ જ્યારે 18 વર્ષના થયા ત્યારે તેમણે ગુરુજીના હાથે વૈશાખીના પાવન દિવસે અમૃતસર અને શીખોની સદૈવ સુરક્ષિત રાખવાની શપથ લીધી. ત્યાર બાદ દીપ સિંહ પોતાના માતાપિતા પાસે પાછા આવી ગયા. એક દિવસ બાબા દીપ સિંહ પાસે ગુરુજીના એક સેવક આવ્યા અને જણાવ્યું કે મુઘલો સાથે યુદ્ધ કરવા માટે ગુરુજી આનંદપુર સાહેબ છોડીને કુચ કરી ગયા છે. જેના કારણે તેમની માતા અને તેના ચાર પુત્રો પણ વિખુટા પડી ગયા છે.

આ વાતની જાણ થતા જ બાબા દીપસિંહજી તરત જ ગુરુજીને મળવા જતા રહ્યા. દીપસિંહના પ્રયાસો બાદ આખરે બાબા દીપસિંહની ગુરુજી સાથે મુલાકાત થઇ અને તલવંડીના દમદમા સાહેબમાં થઇ. ત્યાં પહોંચ્યા બાદ દીપસિંહને ખબર પડી કે ગુરુજીના બે પૂત્ર યુદ્ધમાં શહીદ થઇ ગયા છે અને તેમના બીજા બે પૂત્રનું વજીર ખાને બેદર્દીથી કતલ કરી દીધું. ગુરુ ગોવિંદસિંહે જતા પહેલા ગુરુગ્રંથ સાહેબને પૂર્ણ કરી તેની જવાબદારી દીપસિંહને આપી અને તેની રક્ષા કરવાની જવાબદારી પણ આપી.

ત્યાર બાદ બાબા દીપસિંહે ગુરુગ્રંથ સાહેબની વાણી અને શિક્ષાઓ ફરીથી લખી અને તેની પાંચ પ્રતિ લીપીઓ બનાવી. બાબા દીપસિંહની શીખ ધર્મ પ્રત્યે ખુબ જ નિષ્ઠા ખુબ જ ગાઢ હતી. તેમણે પોતાના પંથ માટે એલાન કર્યું હતું કે તેમનું શીશ પંથ માટે ન્યોછાવર છે. જેથી તેમણે જીવતા શહીદ માનવામાં આવ્યા. આ ઉપરાંત તેમણે ઘણા યુદ્ધો પણ લડ્યા હતા.

વર્ષ 1707 માં બાબા દીપસિંહે પન્નાસિંહ બહાદુર સાથે મળીને પંજાબની આઝાદી માટે યુદ્ધમાં ભાગ લીધો.ત્યાર બાદ 1755 માં જ્યારે મુઘલોનો આતંક વધ્યો ત્યારે લાચાર લોકોની ચીખો બાબા દીપ સિંહ સુધી પહોંચી. તે સમયે અહેમદ શાહ અબ્દાલીન નામના અફઘાની શાસકે ભારતમાં ખુબ તબાહી મચાવી હતી. તે 15 વખત ભારત આવીને લુંટી ગયો હતો. તે દિલ્લીની આસપાસના ઘણા શહેરોમાંથી ઘણું સોનું લુંટી ગયો હતો. એટલું જ નહિ તે પોતાની સાથે લોકોને બંદી બનાવીને પોતાની સાથે લઇ ગયો હતો.

આ વાતની જાણ થતા બાબા દીપસિંહે પોતાની એક સૈનિક ટુકડી સાથે મળીને અબ્દાલીનના ઠેકાણાઓ પર આક્રમણ કરી દીધું. તેમણે ત્યાં રહેલા બંદી લોકો અને જપ્ત થયેલ સામાનને પાછો લાવ્યા. ત્યાર બાદ અબ્દાલીને નિર્ણય લીધો કે તે શીખ સમુદાયને સંપૂર્ણ રીતે બર્બાદ કરી દેશે. ત્યાર બાદ અબ્દાલીનનો એક સેનાપતિ પોતાની ફોજ સાથે હરમીન્દર સાહેબને તબાહ કરવા માટે પહોંચ્યું. ત્યારે ઘણા શીખ સૈનિક હરમીન્દર સાહેબને બચાવવામાં શહીદ થઇ ગયા.

આ સમયે બાબા દીપસિંહ દમદમાં સાહેબમાં હતા. જ્યારે તેમણે આ આક્રમણ વિશેની જાણ થઇ ત્યારે તેઓ તરત જ પોતાની સેના સાથે અમૃતસર પહોંચી ગયા. આ યુદ્ધ વખતે બાબા દીપસિંહની ઉંમર 75 વર્ષની હતી. જ્યારે તેઓ યુદ્ધ દરમિયાન સીમા પર પહોંચ્યા ત્યારે તેમણે સૈનિકોને પણ જણાવ્યું કે આ સીમાને એ લોકો જ પાર કરે જે પંથ માટે પોતાનું શીશ પણ કુરબાન કરી શકતા હોય.

તેમની આ વાત સાંભળીને બધા શીખો પુરા જોશ સાથે આગળ વધ્યા. અંતે ગોહરવાલ ગામમાં બંને સેના એક બીજાની આમનેસામને આવી. યુદ્ધનું એલાન થતા જ બંને ફોજ યુદ્ધમાં ઉતરી પડી, બાબા દીપ સિંહ પોતાની 15 કિલો વજન ધરાવતી તલવાર સાથે યુદ્ધમાં દુશ્મનોને પરાસ્ત કરતા હતા. અચાનક મુઘલ કમાન્ડર જમાલ ખાન બાબાજી સામે ઉતાર્યો. બંને વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. આખરે બંનેએ પૂરી તાકાત લગાવીને પોતાની તલવાર ઘુમાવી જેના કારણે બંનેના શીશ કપાઈ ગયા.

બાબાજીનું શીશ કપાતું જોય એક નવયુવાન શીખે બાબાજીને અવાજ લગાવી અને તેમને તેમની શપથ યાદ અપાવી. આ સાંભળતા જ બાબા દીપસિંહનું ધડ એકદમ ઉભું થઇ ગયું અને તેમણે પોતાનું શીશ પોતાના એક હાથમાં રાખ્યું અને બીજા હાથે તલવારના વારથી દુશ્મનોને માત આપતા શ્રી હરમીન્દર સાહેબ તરફ આગળ વધવા લાગ્યા. બાબાજીને જોઇને એક બાજુ શીખોમાં જોશ ભરાવા લાગ્યો, તો બીજી બાજુ દુશ્મનો ડરના માર્યા ભાગવા લાગ્યા. અંતે બાબાજી શ્રી હરમીન્દર સુધી પહોંચ્યા અને પોતાનું શીશ પરિક્રમામાં ચડાવીને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. તેમની આ કુરબાની સંપૂર્ણ શીખ પંથ માટે એક મિસાલ બની ગઈ હતી.

બાબા દીપસિંહ આજે પણ દેશના વીર સપૂતો માટે એક આદરણીય પ્રેરણા સ્ત્રોત મનાય છે. આજે આપણે પોતાના પંથ માટે કુરબાન ભારતના સપુતને શ્રદ્ધાંજલિ આપીએ અને કોમેન્ટમાં તેમની કુરબાનીને શત શત નમન અવશ્ય કરજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment