પૂજામાં અગરબત્તીનો ઉપયોગ ભૂલથી પણ ના કરો …થશે આ ગંભીર નુકશાન | જાણો કેવી કેવી બીમારી થાય ?

અગરબત્તીનો ક્યારેય પણ ઉપયોગ ન કરવો જોઈએ…. ભગવાનને પણ નથી હોતું પસંદ….

મિત્રો આજે અમે તમને એક ખાસ વસ્તુ વિશે જણાવશું. જેનો ઉપયોગ રોજ લગભગ બધા જ ઘરોમાં થતો હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે તે વસ્તુથી આપણને એટલું નુકશાન થાય છે કે તેનાથી એક સમયે આપણા ફેફસા પણ ખરાબ થઇ જાય છે. તો ચાલો જાણીએ કંઈ છે એ વસ્તુ.

આપણા ભારતમાં દરેક ઘરમાં એક નાનું મંદિર અવશ્ય હોય જ છે. જેમાં લોકો પોતના દેવીદેવતાઓની પૂજા અર્ચન કરતા હોય છે. તો એ પૂજા અર્ચન સમયે લોકો વિવિધ પ્રકારે પૂજા કરતા હોય છે. કોઈ ભોગ લગાવીને પૂજા કરતા હોય છે, કોઈ દીપક પ્રગટાવીને, કોઈ ધૂપ કરીને કોઈ અગરબત્તી સળગાવીને, કોઈ ફૂલો ધરીને વગેરે.

દરેક લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે ભગવાનની પૂજા પોતાના ઘરમાં કરતા હોય છે. તો મિત્રો આજકાલ લોકો ભગવાનની પૂજામાં દીવા અને ધૂપ કરતા વધારે ઉપયોગ અગરબત્તીનો કરવા લાગ્યા છે. કેમ કે આજના બદલાતા યુગ પ્રમાણે લોકોએ પૂજા પદ્ધતિમાં પણ ફેરફાર કર્યા છે. કેમ કે અગરબત્તી ખુબ જ સારું સુગંધ પણ આપે છે અને લાંબા સમય સુધી તની સુગંધ ઘરમાં રહેતી હોય છે. જેના કારણે મોટાભાગના લોકો અગરબત્તી ઉપયોગ પૂજા માટે કરતા હોય છે. અને બીજું એક કારણ એ પણ છે કે અગરબત્તી પૂજાની બીજી સામગ્રી કરતા વધારે સસ્તી હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે અગરબત્તીથી આપણને નુકશાન થાય છે. આપણને જે વસ્તુથી નુકશાન થાય છે તે વસ્તુ ભગવાનને ક્યારેય પસંદ નથી હોતી. કેમ કે અગરબત્તીથી આપણા સ્વાસ્થ્યને ઘણા બધા નુકશાનો થાય છે. કેમ કે અગરબત્તીમાં આવતી બધી જ વસ્તુ કુત્રિમ રીતે બનેલી હોય છે. જેમાં ઘણા એવા રસાયણો આવે છે જે આપણને ખુબ જ નુકશાન કરે છે.

આજકાલ કુત્રિમ રસાયણિક પદાર્થો દ્વારા બનતી અગરબત્તીમાં ખુબ જ સુગંધ આવતી હોય છે અને તે ખુબ જ તીવ્ર પ્રકારની હોય છે. જે આપણા સ્વાસ્થ્ય ખુબ જ હદ સુધી નુકશાન પહોંચાડી શકે છે. અગરબત્તીની સુગંધ બધી પ્રકારની એલર્જીને વધારે છે, માથાના દુઃખાવાને વધારે છે, માઈગ્રેન વગેરે જેવી સમસ્યાઓ સમય રહેતા કરાવે છે.

અગરબત્તીનો ધુમાડો જ્યારે શ્વાસ ક્રિયા દ્વારા અંદર જાય ત્યારે આપણા ફેફસાને સીધું ઇન્ફેકશન લગાવે છે. અને નાના બાળકો માટે આ ધુમાડો બહુજ ખતરનાક સાબિત થઈ શકે છે, તે ધુમાડો બીડી અને સિગારેટના ધુમાડા જેટલું જ નુકશાન આપણા ફેફસાને કરાવે છે. જો દરરોજ બે ટાઈમ આ ધુમાડો આપણા ફેફસામાં જાય તો કેન્સરની પણ સંભાવના રહે છે. એટલા માટે ક્યારેય પણ ઘરમાં અગરબત્તીનો ઉપયોગ કરવો જોઈએ નહી.અને બને એટલું બાળક ને અગરબતીના ધુમાડાથી દુર રાખવું ફાયદાકાર રહેશે. કેમકે આજકાલ નાનપણથીજ બાળકોને શ્વાસ અને ફેફસાની તકલીફો થતી હોય છે.

બીજું પણ એક વૈજ્ઞાનિક કારણ એ છે કે અગરબત્તીનો ધુમાડો ઓક્સિજન ઘરમાંથી ખેંચી લે છે અને કાર્બન ડાયોક્સાઈડ છોડે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ગંભીર રૂપે સાબિત થાય છે. હવે આપણે જોઈએ ભગવાનને પણ કેમ નથી પસંદ અગરબત્તી.

ધાર્મિક રીતે આપણે જોઈએ તો ભગવાનને હંમેશા કુદરતી રીતે જે વસ્તુનું સર્જન થાય છે તે વધારે પસંદ હોય છે. કેમ કે ભગવાને જ પ્રકૃતિનું સર્જન કર્યું છે. જે વસ્તુની સુગંધ પ્રાકૃતિક આવતી હોય છે તે આપણને ક્યારેય પણ નુકશાન નથી કરતી હોતી. કેમ કે પ્રાકૃતિક વસ્તુ આપણને હંમેશા ફાયદો જ પહોંચાડતી હોય છે. તો ચાલો જાણીએ કે ભગવાનને પૂજામાં કંઈ સુગંધી સામગ્રી ધૂપ માટે પસંદ હોય છે.

ભગવાનને મોટાભાગે નૈસર્ગિક રૂપે સ્વાસ્થ્ય વર્ધક ધૂપ પસંદ હોય છે. જેમ કે ગુગળ, લોબાન, કપૂર વગેરે. આ બધા ધૂપ 1% પણ નુકશાન નથી કરતા. જો ઘરમાં પૂજા દરમિયાન ગુગળ, લોબાન અથવા કપૂરનો ધૂપ ભગવાનને આપવામાં આવે તો ભગવાન તો ખુશ થાય જ છે પરંતુ તેનાથી આપણા સ્વાસ્થ્યને પણ ખુબ જ ફાયદો થાય છે. આ બધા ધૂપથી ઘરમાં પરેશાન કરતા જીવજંતુઓ પણ નશા પામે છે. પરંતુ આ ધૂપનો સૌથી મોટો બેનિફિટ એ છે કે તેનો ધુમાડો આપણને અને વાતાવરણને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.

ગુગળ, લોબાન અને કપૂર સળગે એટલે તેમાંથી ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. જે આપણા ઘરમાં બધાના સ્વાસ્થ્ય પર સારી અસર કરે છે. જ્યારે અગરબત્તી ઓક્સિજનને ખેંચી લે છે અને કાર્બન ડાયોક્સાઈડ છોડે છે. જે આપણા પ્રાણ વાયુને ઘટાડે છે.

તો મિત્રો આપણને જે વસ્તુથી નુકશાન થતું હોય તેનાથી ભગવાન ક્યારેય ખુશ ન થાય એટલા માટે ક્યારેય પણ ધૂપ માટે અગરબત્તીનો ઉપયોગ ન કરવો જોઈએ. ભગવાનની પૂજામાં બને એટલી સામગ્રી પ્રાકૃતિક હોય તો ભગવાન વધારે ખુશ થાય છે.

તો મિત્રો અગરબત્તી તમારા ઘરમાં પણ થાય છે ? કોમેન્ટ કરીને જવાબ આપો હા કે ના…
શું અગરબતીનો ઉપયોગ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પૂજામાં કરવો જોઈએ કે નહિ ? તમારો જવાબ આપો

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

1 thought on “પૂજામાં અગરબત્તીનો ઉપયોગ ભૂલથી પણ ના કરો …થશે આ ગંભીર નુકશાન | જાણો કેવી કેવી બીમારી થાય ?”

Leave a Comment