99.99% તમારું દરેક કામ થઇ જશે સફળ…. કરો આ એક વસ્તુના 20 અદ્દભુત ઉપાય…..

પૌરાણિક કથાઓમાં મોરપિચ્છનું એક વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આપણે બધા જ જાણીએ છીએ કે મોરપિચ્છને ભગવાન શ્રી કૃષ્ણના મુકુટ પર સ્થાન મળેલું છે. તો ઈન્દ્રદેવ પણ મોરપિચ્છના સિંહાસન પર જ બેસતા હતા. તે સમયે ઋષિ મુનીઓ દ્વારા લખવા માટે પણ મોરપિચ્છનો ઉપયોગ કરવામાં આવતો હતો.

તમને જણાવી દઈએ કે વાસ્તુ અને જ્યોતિષ વિદ્યામાં પણ મોરપિચ્છને એક વિશેષ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. તો આજે અમે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા આધારિત મોરપિચ્છના 20 એવા ચમત્કારિક લાભો વિશે જણાવશું કે જેના વિશે લગભગ તમે નહિ જાણતા હોય. તો ચાલો જાણીએ તે ઉપાયો.

જે વ્યક્તિ પોતાના ઘરમાં બે મોરપિચ્છ રાખે છે તે વ્યક્તિના ઘરમાં ક્યારેય કોઈ એકબીજાથી અલગ નથી પડતા. બે મોરપિચ્છ ઘરમાં રાખવાથી ઘર પરિવાર એકત્ર રહે છે. ત્યાર બાદ જે વ્યક્તિ હંમેશા પોતાની પાસે મોરપિચ્છ રાખે છે, તે વ્યક્તિ સાથે ક્યારેય કોઈ અમંગળ ઘટના નથી બનતી. જો કોઈ વ્યક્તિ હંમેશા પોતાની સાથે એક મોરપિચ્છ રાખે તો તે વ્યક્તિ હંમેશા દુર્ઘટનાઓથી બચી જાય છે.

મિત્રો વસ્તુશાસ્ત્ર અનુસાર મોરપિચ્છ હંમેશા ઘરમાં રાખવું જોઈએ. તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા નષ્ટ પામે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. માટે એક મોરપિચ્છ હંમેશા ઘરમાં રાખવું જોઈએ.

જો તમારું બાળક અભ્યાસમાં ધ્યાન નથી આપતું તો તેના બેગમાં એક મોરપિચ્છ રાખી દેવું. તેનાથી તમારું બાળક બુદ્ધિમાન બનશે અભ્યાસમાં રૂચી રાખતું થઇ જશે.

મિત્રો ઘણી વખત રાહુની કુદ્રષ્ટિના કારણે આપણા જીવનમાં ખરાબ સમય આવી જતો હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે આપણા ખિસ્સા કે ડાયરીમાં એક મોરપિચ્છ રાખવાથી રાહુદોષ આપણને પ્રભાવિત નથી કરી શકતો.

તમને જણાવી દઈએ કે મોરનો પ્રિય આહાર સાપ છે. તેથી સાપ મોરથી ડરતા હોય છે, તેથી સાપ એવી જગ્યાઓ પર નથી જતા જ્યાં મોરપિચ્છ દેખાય. જો તમને પણ સાપનો ડર સતાવતો હોય તો તમારી સાથે હંમેશા એક મોરપિચ્છ રાખવું.

જો તમારા ઘરનો મુખ્ય દ્વાર વાસ્તુને વિરુદ્ધ હોય તો દ્વાર પર ત્રણ મોરપિચ્છ રાખવા અને તેની નીચે ભગવાન ગણેશનું ચિત્ર લગાવવું. તેનાથી વાસ્તુ દોષ દુર થઇ જશે.

જો તમારા જીવનમાં અચાનક ઘણા બધા સંકટો અને વિપત્તિઓ આવી જાય. તો ઘર અથવા બેડરૂમમાં અગ્નિ કોણમાં મોરપિચ્છ લગાવવું જોઈએ. તેવું કરવાથી બધું જ ઠીક થઇ જાય છે.

મિત્રો જો પતિપત્ની વચ્ચે ઝગડાઓ વધારે થતા હોય તો બે મોરપિચ્છ લઈને તેને લગ્નના આલ્બમમાં છુપાવી દેવા જોઈએ. આવું કરવાથી ઝગડાઓ ખતમ થઇ જશે અને પતિપત્ની વચ્ચે પ્રેમ વધશે.

મોરપિચ્છને રાત્રે આંગણામાં રાખવાથી ઘરમાં રહેલી તેમજ ઘરની આસપાસ રહેલી નકારત્મક ઉર્જા નષ્ટ થાય છે અને સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે.

જો મિત્રો તમને મહેનત કરવા છતાં નિષ્ફળતાઓ મળતી હોય તો જિંદગીમાં દરેક જગ્યાએ સફળતાઓ પ્રાપ્ત કરવા માટે હંમેશા એક મોરપિચ્છ સાથે રાખવું જોઈએ. કારણ કે જે વ્યક્તિ હંમેશા પોતાની પાસે એક મોરપિચ્છ રાખે છે તે જિંદગીમાં સફળતાની સીડીઓ ચડતો જાય છે.

મોરપિચ્છને પથારી પર રાખીને સુવાથી ક્યારેય ડરાવના સપનાઓ નથી આવતા તેમજ સવાર પણ ઉર્જાસભર અને શુભ રહે છે. મિત્રો ભૂલથી પણ ક્યારેય મોરપિચ્છને નીચે ન ફેંકવું જોઈએ. કારણ કે મોરપિચ્છને નીચે ફેંકવાથી ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન થાય છે અને ઘરની પ્રગતિ અટકી જાય છે.

કોઈ તમને અજાણતા જ મોરપિચ્છ આપે છે તો તમારા જીવનની દરેક સફળતાના માર્ગો ખુલી જાય છે. જૂની માન્યતા અનુસાર એવું કહેવાય છે કે મોરપિચ્છ તૂટ્યા બાદ પણ જીવિત રહે છે અને તે તેટલું જ અસરકારક રહે છે.

જો મિત્રો મોરપિચ્છને કોઈ શુભ મુહરત પર ખરીદવામાં આવે તો જિંદગી સફળ થઇ જાય છે. આ ઉપરાંત મિત્રો મોરપિચ્છ ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખવું કે મોરપિચ્છ તૂટેલું ન હોવું જોઈએ. જો તમે તૂટેલું મોરપિચ્છ ખરીદો તો તે અશુભ ગણાય છે અને હંમેશા યોગ્ય સમયે તૂટેલું ન હોય તેવું મોરપિચ્છ ખરીદવું જોઈએ.

જો ઘરમાં બરકત વધારવી હોય તો મોરપિચ્છ તેના માટે ખુબ અસરકારક ઉપાય મનાય છે. ઘરના દક્ષીણ પૂર્વ કોણમાં મોરપિચ્છ રાખવાથી ઘરના હંમેશા બરકત રહે છે અને ક્યારેય ધનની કમી અનુભવાતી નથી અને મિત્રો મોરપિચ્છને ઘરે લાવતી વખતે અને લાવ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણનું નામ અવશ્ય લેવું. આવું કરવાથી દરેક કાર્ય આશ્ચર્યજનક રીતે સફળ થાય છે.

તો મિત્રો આ હતા મોરપિચ્છના આશ્ચર્યજનક અને ચમત્કારિક ફાયદાઓ. શું મિત્રો તમે આ ફાયદાઓ જાણ્યા બાદ તમારી પાસે અથવા ઘરમાં મોરપિચ્છ રાખવાનું વિચારી રહ્યા છો કે નહિ તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો અથવા જો તમે પહેલેથી જ મોરપિચ્છ રાખતા હોવ તો તમારા અનુભવો કોમેન્ટમાં જરૂર શેર કરજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ   

Leave a Comment