માતા એક વર્ષની દીકરીને છોડીને જતી રહી…. વર્ષો પછી આવી તેની દીકરીન મળવા… જાણો શું કીધું તે દીકરીએ…

માતા એક વર્ષની દીકરીને છોડીને જતી રહી…. વર્ષો પછી આવી તેની દીકરીન મળવા… જાણો શું કીધું તે દીકરીએ…

મિત્રો સામાન્ય રીતે કોઈ બાળક જન્મે ત્યારે સૌથી વધારે જરૂર તેને તેની માતાની હોય છે. ડોક્ટર દ્વારા પણ બાળકને માતાની હૂંફમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ જન્મના અમુક વર્ષો સુધી બાળક માતા પર જ નિર્ભર રહે છે. પરંતુ દરેક બાળકનું નસીબ આવું નથી હોતું. દરેક બાળકને જન્મથી જ માતાનું સુખ પ્રાપ્ત થાય તેવું નથી હોતું. તે તમને આજનો અમારો આ લેખ વાંચ્યા બાદ અંદાજો આવી જશે.

આજે અમે એક એવી માતા અને દીકરી વિશે વાત જણાવશું, માતા તેની એક વર્ષની દીકરીને બંધ પડેલા ખાલી મકાનમાં મુકીને જતી રહે છે. મિત્રો કોઈ એક વર્ષનું બાળક માતાથી થોડું પણ અળગું થાય તો edમાતાનો જીવ બેચેન થઇ જતો હોય છે. જ્યારે આ મહિલાએ પોતાની એક વર્ષની બાળકીનો તિરસ્કાર તો કર્યો પણ તેને એક ખાલી મકાનમાં મુકીને ભાગી ગઈ. હવે તે છોકરીનું શું થયું તે આજે અમે તમને જણાવશું જે જાણીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે.

આ ઘટના રશિયાના યારોસ્લેવ શહેરની છે. જેમાં એક ખાલી પાડેલા સુમસાન ઘરમાં એક માતા પોતાની એક વર્ષની બાળકીને મુકીને જતી રહે છે. ત્યાર બાદ તે મકાનની પાસે રહેતા એક પાડોશીને મકાનમાંથી બાળકના રડવાનો આવાજ આવ્યો ત્યારે તેને તે વાત સામાન્ય લાગી કે કોઈનું બાળક રડતું હશે. પરંતુ તે વ્યક્તિ જ્યારે તે ઘર પાસેથી પસાર થતા ત્યારે બાળકના રડવાનો અવાજ આવતો. જે વાત તેને થોડી અજીબ લાગી. કારણ કે તે વ્યક્તિએ કોઈને પણ ઘરમાંથી આવતા જતા જોયા ન હતા. તેથી તેને તે બાળકના રડવાનો અવાજ આવવો તે વિચિત્ર લાગ્યું.

ત્યાર બાદ તે વ્યક્તિ ઘરની અંદર ગયો તો જોયું કે ઘરમાં કંઈ ન હતું.ઘરમાં કોઈ જ સમાન ન હતો અને એકદમ ખાલી અને સુમસાન ઘર હતું. પછી તેણે આગળ જોયું તો તેને ખરાબ થઇ ગયેલી ગંદી ફર્શ પર એક વર્ષની બાળકી મળી જે ભૂખથી ટળવળતી હતી અને રડી રહી હતી. ત્યાર બાદ તેણે પોલીસને જાણ કરી અને પોલીસ દ્વારા તેને હોસ્પીટલમાં ભરતી કરવામાં આવી. ત્યારે ડોક્ટરે તે બાળકી જીવે છે તેને એક ચમત્કાર જણાવ્યો. કારણ કે તે બાળકી છેલ્લા 6 દિવસથી ભૂખી હતી તેણે કંઈ પણ ખાધું ન હતું. તેથી તે મૃત્યુ પામી જાય તેવું બની શકે. પરંતુ તે તેમ છતાં જીવિત હતી જે કોઈ ચમત્કારથી કમ ન હતું.

ત્યાર બાદ પોલીસે તપાસ હાથ ધરી ત્યારે તેને બાળકીના પરિવાર વિશેની માહિતી ન મળી. પરંતુ એટલી જાણ થઇ કે તે છોકરીનું નામ લીઝા છાંયા છે. લીઝાની હાલત થોડી નાજુક હતી તેથી તેને હોસ્પીટલમાં રાખવામાં આવી. ત્યારે ત્યાં એક એના નીતા નામની મહિલાને ત્યાંની નર્સે લીઝાની દુઃખ ભરી દાસ્તાં સંભળાવી. જેના કારણે લીઝા માટે એનાના દિલમાં મમતા જાગી અને તે તેના માટે જમવાનું, રમકડાં, કપડા વગેરે લાવવા લાગી અને તેનું એક માતાની જેમ ધ્યાન રાખવા લાગી.

ત્યાર બાદ એક દિવસ એના નીતા હોસ્પીટલે આવી તો જોયું તો લીઝા ત્યાં ન હતી. તેની તબિયત ઠીક થઇ જતા તેને એક અનાથ આશ્રમમાં મોકલી દેવામાં આવી. પરંતુ એનાને લીઝા સાથે એક લગાવ હતો જેના કારણે તે અનાથ આશ્રમે પહોંચી અને તેણે લીઝાને દત્તક લીધી અને પોતાના દીકરાની જેમ જ લીઝાનો પણ ઉછેર કર્યો.

લીઝાનું જીવન સંઘર્સોથી ભરેલું જ હતું લીઝા થોડી મોટી થઇ ત્યારે તેને ચાલવામાં તકલીફ થતી હતી, પછી તેની માતા એનાએ તેને ડાન્સ ક્લાસ કરાવ્યા જેથી તે વ્યવસ્થિત ચાલવા લાગી. ત્યાર બાદ લીઝા સ્કુલમાં જવા લાગી, પરંતુ લીઝા થોડી કાળી હતી જેના કારણે સ્કુલમાં અન્ય વિદ્યાર્થીઓ ખુબ ખીજવતા. પરંતુ તેની માતાએ તેને સમજાવ્યું કે બીજાની વાતો પર ક્યારેય ધ્યાન ન આપવું, પરંતુ પોતાના લક્ષ્યો પર ફોકસ કરવું જોઈએ.

તમને જણાવી દઈએ કે લીઝા આજે ત્યાંની પ્રખ્યાત મોડલ બની ચુકી છે. લીઝા ઘણી કોમ્પીટીશન જીતી છે અને ઘણા કોન્ટ્રાકટ પણ સાઈન કરી ચુકી છે. લીઝા જ્યારે ફેમસ મોડલ બની ત્યારે તેની અસલી માતા સુધી લીઝાની વાત પહોંચી  અને તેની અસલી માતાએ લીઝનો કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો.

પરંતુ લીઝા આજે પોતાની અસલી માતાનો ચહેરો પણ જોવા નથી માંગતી અને તેની સાથે વાત પણ કરવા નથી માંગતી અને તેની માતા તેને એક બંધ રૂમમાં મરતી છોડીને ભાગી ગઈ હતી. તે વાતનું તે આજે પણ દુઃખ અનુભવે છે અને આજે તે એનાને જ પોતાની માતા માને છે.

ક્યારેય પણ કોઈને છોડતા પહેલા વિચાર કરવો જોઈએ. લીઝા એટલી કિસ્મત વાળી હતી અને તેની મહેનત અને સાચી માતાના સંસ્કારથી આજે ખુબ જ આગળ આવી છે. તો મિત્રો કોમેન્ટ કરીને જણાવો લીઝાની સાચી માતા કોણ કહેવાય એના કે તેને છોડીને જતી રહી એ. જરૂર કોમેન્ટ કરો….

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

 

Leave a Comment