મહાભારતનું યુદ્ધ શા માટે કુરુક્ષેત્રના મેદાનમાં જ કરવામાં આવ્યું હતું….. શું છે તેનું રહસ્ય….

મહાભારતનું યુદ્ધ શા માટે કુરુક્ષેત્રના મેદાનમાં જ કરવામાં આવ્યું હતું….. શું છે તેનું રહસ્ય….

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું હતું. પરંતુ મિત્રો શું તમને એ ખબર છે કે શા માટે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં જ કરવામાં આવ્યું હતું. તો આજે અમે તમને એક નાની કથા દ્વારા જણાવશું તેનું રહસ્ય.

મિત્રો મોટાભાગના લોકો એ એવું જ જાણે છે કે પાંડવો અને કૌરવ વચ્ચે જે મહાભારતનું યુદ્ધ થયું હતું, જે મેદાનમાં થયું હતું, તેને કુરુક્ષેત્ર મેદાન કહીએ છીએ. પરંતુ મિત્રો મહાભારતમાં કુરુક્ષેત્રના મેદાન વિશે એવું લખ્યું છે કે કુરુક્ષેત્રનું મેદાન કોઈ સાધારણ ભૂમિ ન હતી. પરંતુ તે એક ખૂબ જ પવિત્ર તીર્થ સ્થળ હતું. આ ત્રીઠ સ્થળની એવી માન્યતા હતી કે જે કોઈ યોદ્ધ તે કુરુક્ષેત્રના તીર્થસ્થળ પર યુદ્ધ દરમિયાન વીરગતિને પ્રાપ્ત થશે તો તેને સ્વર્ગ જ મળે છે. અને એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવો અને કૌરવોના યુદ્ધ માટે કુરુક્ષેત્રના મેદાનને પસંદ કર્યું હતું.

મિત્રો કુરુક્ષેત્રનું મેદાન એટલું પવિત્ર તીર્થ કેવી રીતે બન્યું અને ત્યાં મૃત્યુ પામનાર યોદ્ધા શા માટે સ્વર્ગમાં જતો હતો એ તમને આજે જણાવશું. જેનું તથ્ય ખુબ જ રોચક અને રહસ્યથી ભરેલું છે. માટે આ લેખને અંત સુધી વાંચો.

એક રાજા હતો અને તેનું નામ હતું કુરુ. પાંડવો અને કૌરવો બંને આ રાજાના વંશજ હતા. એટલા માટે કૌરવ અને પાંડવોને કુરુ વંશી પણ કહેવામાં આવે છે. કુરુ રાજાએ એક સમયે તેણે પોતાના હાથથી હળ ચલાવીને એક ખુબ જ મોરી જમીનને ખેડવાનું શરુ કરી દીધું હતું. રાજા કુરુ એક ધર્માત્મા પુરુષ હતા. એટલા માટે દેવરાજ ઇન્દ્રએ રોજ રાજા કુરુને એક જમીન પર હળ ચલાવતા જોયા તો તે ખુબ જ ચિંતિત થઇ ગયા. અને તેણે રાજા કુરુ પાસે આવીને એ પ્રશ્ન કર્યો કે તમે રાજા થઈને પણ આ જમીનને હાથથી શા માટે ખેડી રહ્યા છવો.

ત્યાં રાજાએ જવાબ આપ્યો અને ઇન્દ્રને કહ્યું કે હું આ જમીનને એટલા માટે ખેડું છું કે જે કોઈ મનુષ્ય આ જમીન પર આવીને મરે તેને સ્વર્ગ જ મળે. રાજા કુરુની આ વાત દેવરાજ ઇન્દ્રને સમજમાં ન આવી. એટલા માટે તે વિચારતા વિચારતા પોતાના સ્વર્ગમાં પરત થઇ ગયા. રાજા કુરુની વાત સાંભળીને દેવરાજ ઇન્દ્ર ખુબ જ ચિંતિત થઇ ગયા હતા. એટલા માટે તે ફરી રાજા કુરુની પાસે આવ્યા અને તેને ફરી પાછો એ  જ સવાલ કર્યો કે તમે આ જમીન’ને તમારા હાથે શા માટે ખેડી રહ્યા છવો.

ત્યારે રાજા કુરુએ પહેલા આપ્યો હતો એ જ જવાબ આપ્યો. કે આ જમીન પર જે વ્યક્તિ મૃત્યુ પામશે તે સીધો સ્વર્ગ જશે. રાજા કુરુનો આ જવાબ સાંભળીને દેવરાજ ઇન્દ્ર વધારે પરેશાન થઇ ગયા હતા. પરંતુ ત્યાર બાદ દેવરાજ ઇન્દ્ર ઘણી વાર રાજા કુરુની પાસે આવ્યા. અને એ જ સવાલ રાજાને કર્યો અને રાજા કુરુએ પણ પહેલા આપ્યો હતો એ જ જવાબ આપ્યો. રાજાનો જવાબ એકનો એક સાંભળીને ઇન્દ્રની  ચિંતા ખુબ જ વધી ગઈ અને તેણે સ્વર્ગમાં આવીને બધા દેવતાઓને કુરુની વાત જણાવી. દેવરાજ ઇન્દ્રની વાત સાંભળીને બધા જ દેવતા ખુબ જ ચિંતિત થઇ ગયા. અને તેણે દેવરાજ ઇન્દ્રને વિનંતી કરી. કે તમે કોઈ પણ રીતે રાજા કુરુને રોકો. કેમ કે જો તે તેના પ્રયત્નમાં સફળ થઇ ગયા અને મનુષ્ય યજ્ઞ કર્યા વગર જ સ્વર્ગમાં આવ્યા તો આપણો યજ્ઞ ભાગ નષ્ઠ થઇ જશે.

દેવતાઓની આ વાત સાંભળીને દેવરાજ ઇન્દ્ર તરત જ રાજા કુરુ પાસે જાય છે અને અને કહ્યું કે તમે હવે તમારું હળ ચાલવવાનું બંધ કરી દો. હું એક વરદાન આપું છું કે જે કોઈ પણ મનુષ્ય અને પશુ નિરાહાર રહીને અથવા યુદ્ધ કરતા સમયે પોતાનું શરીર ત્યાગ કરશે તે બધા જ લોકો સ્વર્ગના અધિકારી બનશે.

જ્યારે દુર્યોધનની બધી જ સેના મૃત્યુ પામી હતી ત્યારે દુર્યોધન કુરુક્ષેત્રથી દુર એક સરોવરમાં છુપાયો હતો. પરંતુ પાંડવો શોધતા શોધતા ત્યાં પહોંચી ગયા હતા. અને ત્યાં જ તે સરોવરના કિનારે ભીમ અને દુર્યોધનનું યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે જ ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ તેના બંને શિષ્યોનું ગદા યુદ્ધ જોવા માટે ત્યાં આવી ગયા હતા. દુર્યોધન અને ભીમ બંનેને તે સરોવરના કિનારે લડવાની ના પાડી. અને બંનેને ફરી કુરુક્ષેત્રમાં લઈને આવ્યા હતા.

કેમ કે દુર્યોધન અથવા ભીમ બંને માંથી જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેને સ્વર્ગ પ્રાપ્ત થાય. તો મિત્રો આજે પણ એવું કહેવાય છે આ જગ્યા પર જે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આજે પણ એ જગ્યાને એટલી જ પવિત્ર માનવામાં આવ છે.  મહાભારતના યુધ્ધમાં જે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ કુરુક્ષેત્રમાં થયું હતું તે બધા જ લોકો સ્વર્ગની પ્રાપ્તિ થઇ છે એવું ભગવાન પુરાણમાં માનવામાં આવે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment