પિતાએ શું કરવું? તમારા દીકરા ને ખરાબ રસ્તે જતા કઈ રીતે અટકાવવો

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

એક પિતા ક્યારેય ન કરે આ ભૂલ નહિ તો તે કરી દેશે પુત્રનો વિનાશ…

મિત્રો આચાર્ય ચાણક્ય એક મહાન જ્ઞાની તો હતા જ પરંતુ સાથે સાથે એક કુશળ નીતિકાર પણ હતા. તેમણે પોતાની નીતિમાં મનુષ્ય જીવનને સુખમય બનાવવા માટે ઘણી બધી મહત્વની વાતો જણાવી છે. જે વ્યક્તિ તેમની જણાવેલી નીતિઓનું સારી રીતે પાલન કરે છે તે જીવનમાં અવશ્ય સફળતાને પ્રાપ્ત કરે છે.

img source

આજે અમે આચાર્ય ચાણક્ય દ્વારા જણાવેલી મહત્વ પૂર્ણ વાત જણાવવા જઇ રહ્યા છીએ જે વાતને દરેક પિતાએ ધ્યાનમાં રાખવી જોઈએ. તો ચાલો જાણીએ કે એવી કંઈ ખાસ વાત છે.

આચાર્ય ચાણક્ય પોતાના એક શ્ર્લોકમાં કહે છે કે ..

એકેન શુષ્કવૃક્ષેળ દહ્યમાનેન વહીનના,

દહ્યતે તદ્વ્નમ સર્વં કુપુત્રેળ કુલં યથા.

img source

આ શ્ર્લોકમાં ચાણક્યએ દરેક પિતાને સાવધાન થવાનું કહ્યું છે અને જે પિતા આ વાત પર ધ્યાન નથી આપતા તેનું કુળ નષ્ટ થઇ જાય છે. તેઓ કહે છે કે જંગલમાં ઘણા પ્રકારના વૃક્ષ અને પ્રાણીઓ રહે છે અને તે બધા જંગલમાં એક પરિવારની જેમ રહે છે. પરંતુ મિત્રો તે વનમાં એક સુકાઈ ગયેલું વૃક્ષ હોય છે તે સમગ્ર જંગલનો વિનાશ કરી શકે છે. જો તે વૃક્ષમાં આગ લાગી જાય તો તેના કારણે આખા જંગલમાં પણ આગ લાગી જાય છે અને સંપૂર્ણ જંગલનો જોત જોતામાં વિનાશ સર્જાય છે.

img source

તેવી જ રીતે જો એક કુળમાં પણ કોઈ પૂત્ર મુર્ખ હોય તો તે પૂત્ર સમગ્ર કુળનો વિનાશ કરી શકે છે. ચાણક્ય કહે છે કે મનુષ્ય જન્મતા પહેલા પોતે કેવો છે તે લખાવીને નથી આવતો. પરંતુ તેના જન્મ બાદ તેની આસપાસ રહેલા લોકો અને વાતાવરણ તેમજ ગતિવિધીઓના  પ્રમાણે તેનો વિકાસ થાય છે.

આજના સમયમાં લોકો આ વાતને ભૂલતા જાય છે. એક પિતા પોતાના પુત્રને યોગ્ય સમય આપીને તેમાં સંસ્કારનું સિંચન કરવાનું ભૂલતા જાય છે. કારણ કે આ સમયમાં પૈસાનું અત્યંત મહત્વ છે જેના કારણે દરેક પિતા પૈસા કમાવવામાં વ્યસ્ત હોય છે. તે એવું વિચારે છે કે હું ખુબ પૈસા કમાયને મારા બાળકનું ભવિષ્ય સુધારું અને તે પૈસા કમાવવાના ચક્કરમાં તેનું પુત્ર પર ઓછું ધ્યાન રહે છે.

img source

પરંતુ મિત્રો એક પિતાએ આવું ક્યારેય ન કરવું જોઈએ. તેણે પોતાના પુત્ર પર ધ્યાન આપવું જોઈએ અને તેનામાં સંસ્કારો અને સદગુણોનું સિંચન કરવું જોઈએ. જો પુત્ર કોઈ ખરાબ આચરણ કરતો હોય તો તેને રોકવો જોઈએ. નહિ તો મોટા થતા તે પુત્ર એટલો દુરાચારી બની જાય છે પછી તે આગળ જતા સમગ્ર કુળનો નાશ સર્જી શકે છે.

img source

આ ઉપરાંત અમુક પિતા પોતાના પુત્રને હદથી વધારે લાડ લડાવતા હોય છે, તે માંગે તે બધું જ તેને હાજર કરી દેતા હોય છે. જો તેની દરેકે દરેકે જીદને પૂરી કરવામાં આવે તો તે પુત્ર મોટો થતા ઉદંડ સ્વભાવનો બની જાય છે અને તે પોતાના  પિતાની આજ્ઞાનું પાલન પણ ન કરે તેવું પણ બની શકે છે. માટે તેવું ક્યારેય ન કરવું જોઈએ. હંમેશા એક પિતાએ પોતાના પુત્રને ખામીઓનો અહેસાસ કરાવવો જોઈએ. કારણ કે જ્યાં સુધી ખામીઓ નહિ ખબર પડે ત્યાં સુધી તે પ્રયત્ન નહિ કરે.

પુત્રની દરેક વસ્તુ હાજર કરવા લાગે તો તે આળસું બની જાય છે અને એક ખાસ વાત કે પુત્ર કોઈ વસ્તુ માંગે તો હંમેશા તેના ઉપયોગ વિશે જાણી લેવું જોઈએ. તે વસ્તુના નુકશાન પણ પુત્રને સમજાવી દેવા જોઈએ. ત્યાર બાદ ભલે તમને ઉચિત લાગે તે વસ્તુને ખરીદીને આપો.

img source

અને અંતે તો એટલુ જ કહેવાનું કે પ્રેમથી અથવા તો કઠોરતાથી પરંતુ તેની ભૂલો અને ખરાબ વ્યવહારને ટોકતા રહેવું જોઈએ અને તેના સારા કામની પ્રસંશા કરવી જોઈએ. કારણ કે તે પ્રસંશા જ તમારા પુત્રને આગળ વધારશે.

માત્ર આ નાની બાબતનું જ ધ્યાન આપવામાં આવે તો તે પુત્રનું અને પિતાનું બંનેનું ભવિષ્ય સુધરે છે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment