73 વર્ષની ઉંમરે આ મહિલાએ આપ્યો જુડવા બાળકોને જન્મ. આ ઉમરે જન્મ આપનારી સૌપ્રથમ મહિલા

મિત્રો સામાન્ય રીતે  મહિલાઓ વધીને 40 થી 50 વર્ષ સુધી માતા બનવાની ક્ષમતા ધરાવતી હોય છે. ભાગ્યે જ કોઈ મહિલા 40 થી 50 વર્ષની ઉંમરે કોઈ બાળકને જન્મ આપી શકે. પરંતુ આજે અમે એક મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેણે આ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. કારણ કે આ મહિલાએ 73 વર્ષની ઉંમરે જુડવા બાળકોને જન્મ આપ્યો. મિત્રો 73 વર્ષની ઉંમરે તો કોઈ મહિલા દાદી બની ગઈ હોય છે અને પોતાના પૌત્રો કે પૌત્રીઓને રમાડતી હોય છે. પરંતુ આ મહિલાએ તો તે ઉંમરે પોતાના જુડવા બાળકોને જન્મ આપ્યો. તો જાણો કંઈ રીતે શક્ય બન્યું અને કોણ છે આ મહિલા.

મિત્રો આ મહિલાનું નામ છે યેરમતી મંગાયમ્માં. જેણે 73 વર્ષની ઉંમરે આંધ્રપ્રદેશના ગુન્ટૂર જીલ્લામાં જુડવા બાળકોને જન્મ આપ્યો છે. મહિલાના પતિનું નામ છે યેરમતી સિતારામ રાજારવ છે. આ દંપત્તિ પૂર્વ ગોદાવરી જીલ્લાના નેલાર્પતીપડું ગામના રહેવાસી છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ દંપત્તિ ની:સંતાન હતું. તેમનું કોઈ જ સંતાન ન હતું. તેથી પત્નીને બધા ખુબ જ ટોણા મારતા હતા. આ ટોણા ભાંગવા માટે મહિલા અને તેના પતિએ વર્ષો સુધી ઘણી હોસ્પીટલના ચક્કર લગાવ્યા. તેમણે ઘણી  અલગ અલગ ટ્રીક્સ અપનાવી પરંતુ તેઓ તેમાં સફળ ન થયા.

આ દંપત્તિના લગ્ન 22 માર્ચ 1962 માં થયા હતા. બાળકની ઈચ્છામાં દંપત્તિઓએ ઘણા વર્ષો સુધી હોસ્પીટલના ચક્કર લગાવ્યા હતા. તેમણે તેમની જ સોસાયટીમાં એક કેસ જોયો, જેમાં એક 55 વર્ષીય મહિલાએ આઇવિએફના માધ્યમથી બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ આ દંપત્તિએ પણ આઇવિએફ ટેકનીક દ્વારા એક વાર પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો. ત્યાર બાદ તેઓ ગયા વર્ષે ક્લીનીક પહોંચ્યા અને ત્યાં ડોક્ટર ઉમા શંકરે બધા ટેસ્ટ કર્યા અને તેમનો ઈલાજ શરૂ કર્યો હતો.

આ ટેકનીકમાં ગર્ભધારણ માટે દંપત્તિએ એક ડોનર પાસેથી અંડાણું લીધા અને આઇવિએફ ટેકનીક દ્વારા તેને મહિલાના પતિના શુક્રાણુ સાથે મિલન કરાવવામાં આવ્યું. ત્યાર બાદ બનેલા ભ્રુણને મંગાયમ્માંના ગર્ભમાં રોપિત કરવામાં આવ્યું અને તેમની આ ટેકનીક સફળ રહી અને મહિલા ગર્ભવતી બની અને જુડવા બાળકીઓને જન્મ પણ આપ્યો. આખરે દંપત્તિને એક એવી હોસ્પિટલ અને ડોક્ટરો મળ્યા કે જેના પ્રયત્નોથી મહિલા 73 વર્ષે ગર્ભવતી બની અને સીઝીરીયન દ્વારા જુડવા બાળકોને જન્મ પણ આપ્યો. તેમનું ઓપરેશન કરનાર ડોક્ટર ઉમા શંકરે બીબીસી તેલુગુને જણાવ્યું હતું કે, “માતા અને જુડવા બાળકીઓ બંને સ્વસ્થ છે. બાળકીઓ આગળના 21 દિવસ સુધી ડોક્ટરોની નિગરાની અને દેખરેખ હેઠળ રહેશે.

મંગાયમ્માંએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, “લોકો મને ની:સંતાન કહેતા હતા ત્યારે મને ખુબ જ દુઃખ થતું તેથી મેં બાળકને જન્મ આપવાનો નિર્ણય લીધો. મારી જિંદગીની આ સૌથી મોટી ખુશી છે.”

આ ઉપરાંત તેમના પતિ સીતારામ રાજરાવ કહે છે કે, “હવે હું ખુશ છું. આ બધું આ ડોક્ટરોના કારણે સંભવ બન્યું છે. અમે ઘણી હોસ્પિટલોમાં ઘણી પદ્ધતિઓ અપનાવી. ત્યાર બાદ અમે હજુ એક વાર પ્રયત્ન કરવા માટે હોસ્પીટલે ગયા અને ત્યાર બાદ બે મહિનામાં મારી પત્ની ગર્ભવતી થઇ. અમે છેલ્લા 9 મહિનાથી આ હોસ્પિટલમાં જ છીએ. પરંતુ હવે લોકો અમને ની:સંતાન કહેતા હતા તે ખતમ થઇ ગયું છે. અમે આ બંને બાળકીઓની ખુબ જ દેખરેખ કરશું.”

આ મહિલાએ બુધવારે સવારે 10.30 વાગ્યે સિઝેરિયન દ્વારા જુડવા બાળકીઓને જન્મ આપ્યો હતો. એવી ધારણાઓ લગાવવામાં આવી છે કે આ મહિલા જુડવા બાળકોને જન્મ આપનારી સૌથી મોટી ઉંમરની મહિલા રહેશે. પહેલા સૌથી મોટી ઉંમરે બાળકોને જન્મ આપનારનો અધિકારીક રેકોર્ડ સ્પેનની મારિયા ડેલ કાર્મેન બોઉસાડા લારાના નામે છે. તેણે વર્ષ 2006 માં 66 વર્ષની ઉંમરે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. પરંતુ હવે આ ભારતીય મહિલાએ તેનો પણ રેકોર્ડ તોડ્યો છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment