iPhone ન ના આ મોડેલને ભારતમાં બંધ કરવામાં આવશે. ખૂટી ગયા સ્ટોક

મિત્રો આ દુનિયા દિવસે દિવસે બદલતી રહે છે, જેમ નવો સમય આવતો જાય છે તેમ તેમ નવી વસ્તુઓ પણ અવતરી રહી છે. તો આપણે જાણીએ છીએ કે હાલ મોબાઈલનો ખુબ જ સારો યુગ ચાલી રહ્યો છે. તેમાં દરેક કંપની પોતાની વેલ્યુએશન વધારવા માટે નવા નવા મોડેલ બનાવતી હોય છે. તેમાં સૌથી શ્રેષ્ઠ iPhone ના મોબાઈલના ચાહકો ખુબ જ જોવા મળે છે. પરંતુ ત જેમ જેમ મોબાઈલમાં નવા વર્ઝન આવે છે એ રીતે અન્ય મોબાઈલના મોડેલ બંધ થઇ જતા હોય. તો હાલ જ iPhone કંપની દ્વારા તેના એક મોબાઈલ મોડેલને બંધ ભારતમાં બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તો ચાલો જાણીએ કે શા માટે એ મોડેલને બંધ કરવામાં આવશે. 

iPhone દ્વારા જે મોબાઈલ મોડેલ બંધ કરવામાં આવશે તે મોડેલ છે iPhone 8 અને iPhone 8 8 Plus 64GB. આ બંને વર્ઝનને કંપનીએ ભારતમાં બંધ કર્યા છે. આ જાણકારી ગેજેટ્સ 360 દ્વારા આપવામાં આવી છે. એપ્પલ દ્વારા હવે માત્ર iPhone 8 Plus 128G વર્ઝન જ ભારતમાં ઓફર થશે. પરંતુ  iPhone 8 અને iPhone 8 Plus 64GB નો જે સ્ટોક ભારતમાં છે એ ખૂટી ગયા બાદ, નવો સ્ટોક હવે નહિ આવે. 

આઈફોનના આ બંને વર્ઝનનો રિટેલ સ્ટોરમાં જેટલો સ્ટોક છે એટલું જ વહેંચાણ થશે, એ પૂર્ણ થયા બાદ નવો સ્ટોક માર્કેટમાં નહિ આવે. બીજી તરફ આઈફોન  7 ને પણ અત્યારે એપ્પલની વેબસાઈટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. સંભવ છે કે આ આઈફોન iPhone 8 Plus અને 128GB મોડેલ ની સાથે ઉપલબ્ધ રહેશે. 

એપ્પ્લે તેના પોર્ટફોલિયોમાં બદલાવ કર્યો છે છે, પરંતુ તે બદલાવ આ મહિનાની શરૂઆતમાં પેશ કરવામાં આવેલ સસ્તા iPhone SE (2020) ના લોન્ચિગ બાદ કરવામાં આવેલ છે.  મળતી જાણકારી અનુસાર એપ્પલ દ્વારા હવે દેશમાં  iPhone 8 અને iPhone 8 Plus નું 64GB  મોડેલનો નવો સ્ટોક નહિ આવે. સાથે સાથે કંપનીએ તેની વેબસાઈટને પણ અપડેટ કરી છે. 

iPhone SE (2020) ની વાત કરીએ તો ભારતમાં લોકડાઉન પૂર્ણ થયા બાદ તેનું વહેંચાણ કરવામાં આવે તેવી સંભાવના છે. તેની શરૂઆતી કિંમત 42,500 રૂપિયા રાખવામાં આવી છે. તેનું સ્પેસિફિકેશન ઘણી હદ સુધી iPhone 8 ની સાથે મળે છે. પરંતુ હાલ આપણા દેશમાં iPhone 8 Plus 128GB વર્ઝનની કિંમત 58,600 છે. 

નવા iPhone SE (2020) માં લેટેસ્ટ A13 બાયોનિક પ્રોસેસર, પોટ્રેટ મોડની સાથે સિંગલ 12 MP વાઈડ એન્ગલ કેમેરો અને IP67 સર્ટિફિકેશન જેમ સ્પેસિફિકેશન્સ પણ આપવામાં આવ્યા છે. સસ્તી કિંમતમાં સારી સુવિધા સાથે એપ્પલ દ્વારા આ મોબાઈલને લોન્ચ કરવામાં આવ્યો છે. 

Leave a Comment