ઓસ્ટ્રેલીયાના કરોડપતિની 100 દિવસની ચેલેન્જ ઈલોન મસ્કએ ફક્ત આટલા જ દિવસમાં જ પતાવી દીધી.

દુનિયામાં ઘણા બધા કામ એવા હોય છે, જે લોકો કરવા ઇચ્છે છે અને તે કામ વિશે મોટા ભાગના લોકો જાણતા હોય છે. પરંતુ આજે તમને એવા કામ વિશે જણાવીએ જે દુનિયાના માત્ર એક ટકા લોકો જ જાણતા હશે. તો આ વાત સાઉથ ઓસ્ટ્રેલિયા એનર્જી પ્રોબ્લેમની છે. 16 સપ્ટેમ્બર, 2016ના રોજ સાઉથ ઓસ્ટ્રેલિયા ખાતે એક બહુ મોટો સ્ટોમ એટલે કે વિજળી થઇ હતી. ત્યાં 80,000 વખત લાઇટિંગ થઇ તો બે વખત વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે સમગ્ર ઇલેટ્રિક ગ્રીડ બંધ થઇ ગયું અને સમગ્ર રાજ્ય એટલે કે 1 મિલિયન લોકો અંધકારમાં રહી ગયા.

આમ થવા પાછળનું કારણ જણાવતા માલકોમ ટુર્નબુલે કહ્યું કે,`આ બધુ એટલા માટે થઇ રહ્યું છે કારણ કે, સ્ટેટ રેન્યુબલ એનર્જી પર વધારે ધ્યાન આપે છે. આ બધુ જોતો ટેસલાના બેટરી ડિવિઝનના હેડએ ટ્વિટરના માધ્યમ દ્વારા સાઉથ ઓસ્ટટ્રેલિયાની આ સમસ્યા આપણે એક જ વખતમાં દુર કરી શકીએ છીએ. 100 મેગાવોલ્ટની બેટરી અમે 100 દિવસમાં લગાવી શકીએ છીએ.’
આ વાત સાંભળીને ઓસ્ટ્રેલિયન મિલિયોનર માઇક કેનોન બ્રુસ જે ઓસ્ટ્રેલિયન સોફ્ટવેર કંપનીના કો-ફાઉન્ડર પણ છે. તેમણે ટ્વિટરના માધ્યમથી ટેસલાના બેટરી ડિઝાઇનરને કહ્યું કે,`જો હું રાજનિતી અને પૈસા સંબંધિત બાબતોને સંભાળી લઉ તો શું તમે 100 મેગાવોલ્ટની બેટરી 100 દિવસમાં બનાવી લગાવવાની ગેરંટી આપી શકો છો.’આ ટ્વિટ વાંચીને એલોન મુસ્કને ગુસ્સો આવ્યો તેણે કહ્યું કે,`જીં હાં 100 દિવસ જ્યારે તમે મને કામ સોંપસો તેના બીજા દિવસથી 100 દિવસની ગણતરી શરુ થશે. જો હું 100 દિવસમાં 100 મેગા વોલ્ટની સિસ્ટમ ઇનસ્ટોલ કરી આપીશ અને જો હું ન કરી શકુ તો ઓસ્ટ્રેલિયાને આ ફ્રીમાં આપી દઇશ.’

આ ટ્વિટના રિપ્લાયમાં માઇક બ્રુસે કહ્યું કે,`ઠીક છે તો હું તેને મેનેજ કરુ છું, તમે મને તમારો રેટ સેન્ડ કરો.’ બીજા મહિને સાઉથ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે પોતાના ગ્રેડને વધારવા માટે 550 મિલિયનનો એનર્જી પ્લાન શોધ્યો. જેમાં 100 મેગાવોલ્ટનો એનર્જી પ્લાન હતો. અંતે 29 સપ્ટેમ્બરના રોજ ટેસલાના બેટરી ડિઝાનર હેડે આ કોનટ્રાક્ટ સાઇન કર્યો. કોન્ટ્રાકમાં એ વાતનો પણ ઉલ્લેખ હતો કે,`જે કંઇ પણ ટ્વિટર પર કહેવામાં આવ્યું છે તેમ જ થશે જો 100 દિવસની અંદર 100 મેગાવોલ્ટની બેટરી નહી બનાવી શકુ તો આ સિસ્ટમ હું ફ્રીમાં ઓસ્ટ્રેલિયાની ગવર્મેન્ટને આપીશ. નોંધનીય છે કે જો આમ કરવામાં આવે તો તેને 50 મિલિયન ડોલરનું નુકશાન થઇ શકે છે.’

વાત કહેવામાં સહેલી લાગે પણ 100 દિવસની અંદર આ કાર્ય પૂર્ણ કરવું તે એક મોટો ચેલેન્જ હતો. સામાન્ય માણસ 100 દિવસમાં તો પોતાનું ઘર પણ નથી બનીવી શકતો. તો અહીં સિસ્ટમ બનાવવાની વાત હતી. પરંતુ જાણીને નવાઇ લાગશે કે 100 દિવસમાં નહીં પરંતુ આ મહાશયે 40 દિવસમાં જ પોતાનું કાર્ય પૂર્ણ કરી બતાવ્યું છે. 23 નવેમ્બરે કામ પૂર્ણ કરી દીધું હતું.આ બેટરી બેન્ડના ખરેખર વખાણ કરવા જોઇએ. એટલા માટે નહીં કે 100 દિવસનું કહીને 40 દિવસમાં પતાવી લીધુ પરંતુ એટલા માટે કે આ દુનિયાનો સૌથી મોટુ બેટરી બેન્ક છે.

ઘણાં લોકો આ ઇલોનના આ કાર્યને પ્રભાવશાળી ગણે છે. જેમાં કઇ ખોટું પણ નથી. ઇલોન ફક્ત ઓસ્ટ્રેલિયામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સસ્ટ્રેન્બલ એનર્જીનો જ ઉપયોગ થવો જોઇએ. તે વિજળી માટે થઇને કોઇલ(કોલસો) કે ઓઇલ(ઇંધણ)નો ઉપયોગ કરવાના વિરુદ્ધમાં છે. તે વિશ્વ સ્તરે વિજળી પેદાશમાં બદલાવ લાવવા માંગે છે. આ બદલાવ માટે ગિગા ફેક્ટરનો પ્લાન કર્યો છે. ટેસ્લાનો પ્લાન છે કે દરવર્ષે 5 લાખ ઇલેક્ટ્રિક વાહન બનાવે તે માટે તેમને લેથિમિનબેટરી્સ જોઇશે.

Leave a Comment