BSNL આપી રહ્યું છે તેના આ પ્લાન્સ પર એમેઝોન પ્રાઇમ નું ફ્રી સબ્સક્રિપ્શન.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે દેશમાં ટેલિકોમ કંપનીઓ વચ્ચે ખુબ જ કોમ્પિટિશન થઇ રહ્યું છે. હાલ ઈન્ટરનેટને લઈને દરેક કંપની ખુબ જ સસ્તા પ્લાન્સ આપી રહી છે. પરંતુ અ દેશની દુર સંસાર નિગમ એટલે કે BSNL દ્વારા તેના પોસ્ટપેડ ગ્રાહકોને એક ખાસ એવી સુવિધા આપી રહી છે. તો આજે આ લેખમાં તમને જણાવશું કે BSNL દ્વારા શું ખાસ ઓફર આપવામાં આવી છે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

મિત્રો BSNL દ્વારા તેના પોસ્ટપેડ પ્લાન યુઝર્સ માટે Amazon Prime નું મફત સબ્સક્રિપ્શન આપવાની ઘોષણા કરી છે. BSNL પોસ્ટપેડ યુઝર્સ 399 રૂપિયાથી લઈને 1525 રૂપિયા વાળા પ્લાન્સ પર Amazon Prime નું 999 રૂપિયા વાળું સબ્સક્રિપ્શન પ્રાપ્ત કરી શકે છે. 

આ પ્લાન પર મળશે સબ્સક્રિપ્શન ફ્રી : આ ઓફર પ્રમાણે 399, 401, 499, 525, 725, 798, 799 , 1125 અને 1525 રૂપિયા વાળા પોસ્ટપેડ પ્લાન પણ શામિલ છે. તેના સિવાય અમુક સિલેક્ટેડ સર્કલ્સમાં આ સર્વિસમાં 499 અને 798 રૂપિયા વાળા પ્લાન સાથે પણ ઉપલબ્ધ છે. આ સર્કલ્સમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા શામિલ છે. 

BSNL દ્વારા હાલમાં જ એડવાન્સ રેન્ટલ ઓપ્શન પણ પોસ્ટપેડ યુઝર્સને આપ્યો છે. તેમાં BSNL પોસ્ટપેડ યુઝર્સને 11 મહિના માટે કોઈ પ્લાન પસંદ કરવો પડે અને તેના બદલે કંપની તેને 12 મહિનાની સર્વિસ આપે છે. તેવી જ રીતે 21 મહિનાનો પ્લાન કરવામાં આવે તો યુઝર્સને 24 મહિનાની સર્વિસ કંપની દ્વારા મળે છે. એડવાન્સ રેન્ટલ ઓપ્શનમાં પોસ્ટપેસ પ્લાનની સાથે બે વર્ષ માટે એમેઝીન પ્રાઈમ સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. પ્રાઈમ સિવાય BSNL અમુક પ્રીપેડ પ્લાન્સની સાથે Eros Now ની મેમ્બરશિપ પણ યુઝર્સને આપી રહ્યું છે. તો અમુક બ્રોડબેન્ડ પ્લાન હોટસ્ટાર સબ્સક્રિપ્શનની સાથે આવે છે. 

ગ્રાહકોના ઈન્ટરનેટમેંટને ધ્યાનમાં રાખીને ટેલિકોમ કંપનીઓ એમેઝોન પ્રાઈમ, ZEE5, હોટસ્ટાર અને નેટફ્લિક્સ જેવી સ્ટ્રીમીંગ સર્વિસીસની સાથે પાર્ટનરશિપ પર યુઝર્સને તેના સબ્સક્રિપ્શન ફ્રી આપી રહી છે. એરટેલ અને વોડાફોન આઈડિયાના પોસ્ટપેડ અથવા બ્રોડબેન્ડ પ્લાન્સની સાથે ZEE5 અને એમઝોન પ્રાઈમનું સબ્સક્રિપ્શન પણ મળે છે. 

Leave a Comment