દહીં બરોબર જામતું ન હોય અને પાણી અથવા ઢીલું રહેતું હોય તો અપનાવો આ ટ્રીક, ફટાફટ જામશે અને બગડશે પણ નહિ થાય…

મિત્રો ખાસ કરીને મહિલાઓ જ્યારે ઘરે દહીં મેળવે છે ત્યારે ઘણી વખત તમે જોયું હશે કે દહીં બરાબર નથી જામતું, પરંતુ આજે આ લેખમાં અમે તમને સરળ રીત વિશે જણાવશું, જેના દ્વારા તમે બગડેલા દહીંને ઠીક અને કરી શકો છો.

દહીંનો ઉપયોગ ભારતીય રસોઈઘરમાં અનેક રીતે કરવામાં આવે છે. જે બજારમાં પણ તૈયાર પણ મળે છે અને ઘરે પણ તેને જમાવી શકાય છે. દહીંને ઘરે મેળવવાની રીત ખુબ જ સરળ છે છતાં પણ ઘણી મહિલાઓની ફરિયાદ રહે છે કે, તે જ્યારે પણ દહીં મેળવે છે તે બરાબર નથી જામતું અને તેમાં પાણી રહી જાય છે.

ખાસ કરીને આવું ચોમાસું અથવા ઠંડીના સમયે થતું હોય છે. કેમ કે ઠંડા વાતાવરણમાં દહીં ન જમવાની ફરિયાદ રહેતી હોય છે. તો અમે જે ટીપ્સ જણાવશું તેનાથી એકદમ પરફેક્ટ દહીં જામી જશે.જ્યારે કેટલીક મહિલાઓની એવી ફરિયાદ પણ રહે છે કે, દહીં જામતું નથી અને માત્ર જાડું દહીં એટલે કે ઘોળવા જેવું રહી જાય છે. જ્યારે આવું થાય છે ત્યારે તે દૂધ કોઈ પણ ઉપયોગમાં નથી લેવાતું. તેની ન તો ચા બનાવી શકાય કે ન છાશ બનાવી શકાય. તેમજ કોઈ અન્ય જગ્યાએ પણ તે ઉપયોગમાં નથી લેવાતું. કારણ કે તેનો સ્વાદ સારો નથી હોતો.

આ સ્થિતિમાં ઘણી મહિલાઓ દહીંને ફેંકી દે છે. પણ તમે ઈચ્છો તો આ દહીંને જ માત્ર 15 મિનીટમાં જમાવી શકો છો. તેની રીત ખુબ સરળ છે. ચાલો તો આપણે તેના સ્ટેપ વિશે જાણી લઈએ.

સ્ટેપ – 1 : સૌથી પહેલા એક વાસણ લો અને તેમાં પાણી ભરીને તેને ગરમ કરો. એ વાતનું ધ્યાન રાખો કે તમારે પાણી ઉકાળવાનું નથી. તેમજ પાણી નવશેકું પણ ન હોય. પણ માપસર ગરમ થવા દેવાનું છે.સ્ટેપ – 2 : હવે તમે દહીં વાળા વાસણને ઢાંકીને ગરમ પાણીમાં મૂકી દો. પાણીનું સ્તર એટલું હોવું જોઈએ કે દહીંનું વાસણ ડૂબી ન જાય. ત્યાર પછી તમારે પાણી વાળું વાસણ ઢાંકી દેવાનું છે.

સ્ટેપ – 3 : હવે તમે 15 થી 20 મિનીટ દહીં વાળા વાસણને ગરમ પાણીમાં ડુબાડીને રાખી મુકો. ત્યાર પછી તમે જોશો કે દહીં જામી ગયું હશે. પણ આ દહીંમાં ભૂલથી પણ ચમચી નાખવાની કોશિશ ન કરો. પણ તેને એક કલાક માટે ફ્રિઝમાં મૂકી દો. ત્યાર પછી તમારું દહીં સારી રીતે સેટ થઈ જશે.

નોંધ : આ રીતથી દહીં જમાવવા પર દહીં ક્યારેક ઘાટું થાય છે તો ક્યારેક પાણી છોડે છે. પણ દહીં ખરાબ નથી થતું અને ખાવા લાયક બની જાય છે.દહીં બરાબર ન જામવા પાછળના કારણો : ઘણી વખત એવું થાય છે કે આપણે પોતે જ દહીંને જમાવવા માટે યોગ્ય રીતે નથી મુકતા અને બધો દોષ દૂધ પર નાખીએ છીએ, ચાલો તો તેના કારણો જાણી લઈએ. જો તમે દુધને બરાબર ન ઉકાળીને યોગ્ય તાપમાને દહીં મેળવવા માટે મુકશો નહિ તો તે બરાબર નહિ જામે.

જે વાસણમાં દહીં મેળવ્યું છે તેને એવી જગ્યાએ મુકો, જ્યાં તે સ્થિર રહે. જો વાસણ વારંવાર હલશે તો દહીં બરાબર નહિ જામે. ઘરમાં દહીં જમાવવા માટે ગરમ તાપમાનની જરૂર હોય છે. આથી જો દહીંને ઢાંકીને જમાવશો નહિ તો દહીં બરાબર નહિ થાય. દુધને યોગ્ય વાસણમાં જમાવો. તેમજ આ દુધમાં છાશ કે દહીંને દુધમાં બરાબર મિક્સ કરો. સારું દહીં માટીના વાસણમાં જામે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment