જાણી લો લીંબુના રસને સ્ટોર કરવાની આ સરળ ટિપ્સ વિશે, 2 મહિના સુધી કડવો કે બગડશે પણ નહિ અને રહેશે એકદમ ફ્રેશ…

રસોડામાં અમુક વસ્તુઓ એવી હોય છે જેનો ઉપયોગ દરરોજ કરવામાં આવતો હોય છે. લીંબુ પણ તેમાંથી જ એક વસ્તુ છે, જેનો ઉપયોગ દરેક ગૃહિણીઓ દરરોજ રસોઈ બનાવવામાં કરતી હોય છે. લીંબુ જો તાજું હોય તો તેનો રસ સહેલાઈથી નીકળી જાય છે, પરંતુ લીંબુ જો સુકાઈ જાય તો તેનો રસ સહેલાઈથી નીકળતો નથી.

તમે ચાહો તો લીંબુના રસને આસાની સ્ટોર પણ કરી શકો છો અને તમારે જ્યારે પણ લીંબુની જરૂર હોય ત્યારે તમે સહેલાઈથી લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો. તમને જણાવી દઈએ કે, લીંબુના અનેક ફાયદાઓ છે. જમવાના સ્વાદ વધારવાની સાથે જ તે હેલ્થ માટે પણ વધુ ફાયદાકારક છે.વિટામિન-સી થી ભરપૂર લીંબુને જો સવારે પાણીમાં નાખીને પીવામાં આવે તો વજન ઓછું થાય છે. તેથી જ દરરોજ ડાયટમાં શામિલ થવા વાળી વસ્તુમાં લીંબુ એક પ્રમુખ સ્થાન રાખે છે. જો તમને એવું લાગી રહ્યું છે કે, લીંબુના રસને સ્ટોર કરવાથી તેનો સ્વાદ ખરાબ થઈ જાય છે, તો તમે ખોટું વિચારી રહ્યા છો. આજે અમે તમને કેટલીક ટિપ્સ વિશે જણાવશું, જેને અપનાવીને તમે લીંબુના રસનો સ્વાદ ખરાબ થયા વગર જ ખુબ જ લાંબા સમય સુધી તમે તેને સ્ટોર કરી શકો છો.

પહેલી રીત : સૌથી પહેલા લીંબુના રસને કાઢી તેને એક બાઉલમાં રાખી દો. તમે ચાહો તો રસ કાઢવા જ્યુસરનો ઉપયોગ કરી શકો છો. હવે રસને એક બાઉલમાં ગાળી લો, તેથી તેના બીજને સહેલાઇથી દૂર કરી શકાય. હવે તેને એક કાચની બોટલમાં ભરી લો, ધ્યાન રાખો કે બોટલને પૂરી ભરવાની નથી. બોટલનો થોડો ભાગ ખાલી રાખવાનો છે. હવે તેને ફ્રિઝમાં રાખી દો. આ ખુબ જ સહેલી રીત છે, પરંતુ આ રસને માત્ર 2 અઠવાડીયા સુધી જ ઉપયોગ કરી શકાય છે.બીજી રીત : લીંબુના રસને કાઢયા પછી તેને એક બાઉલમાં ગાળી લો. હવે તેને આઈસ ક્યુબમાં નાખીને ફ્રિઝરમાં રાખી દો. હવે જ્યારે આઈસ ક્યુબ જામી જાય, તે પછી તેને એક-એક કરીને બહાર કાઢી લો, પછી તેને એક ઝિપ વાળા પ્લાસ્ટિક બેગમાં ભરી લો. પેકેટને બંધ કરીને ફ્રિઝરમાં રાખી દો, જ્યારે પણ તમારે જરૂર હોય ત્યારે તેને બહાર કાઢો અને તેનો ઉપયોગ કરો.  જો તમે સવારે લીંબુ પાણી પીવો છો, તો તમે આ આઈસ ક્યુબને કાઢીને તેને પાણીમાં નાખીને તેનું સેવન કરી શકો છો. આ સિવાય જો તમે લીંબુ સરબત બનાવી રહ્યા છો, તો તમે આ આઈસ ક્યુબનો ઉપયોગ કરી શકો છો.

ત્રીજી રીત : જો તમે લીંબુના રસને 1 મહિના સુધી અથવા તો 2 મહિના સુધી સ્ટોર કરવા માંગો છો, તો તમને આ ટિપ્સ ખુબ જ કામ આવશે. જો લીંબુનો રસ 2 કપ છે, તો તેમાં ¼  ચમચી મીઠાને ઉમેરો. તમે ચાહો તો લીંબુના રસની માત્રા વધારે હોય તો મીઠાની માત્રા વધારી તેમજ ઘટાડી શકો છો.લીંબુના રસમાં મીઠું એટલા માટે ઉમેરવામાં આવે છે, કારણ કે લીંબુના રસનો સ્વાદ કડવો ન થાય. હવે તમે લીંબુના રસને 1 કાચની બોટલમાં ભરીને ફ્રિઝમાં સ્ટોર કરી શકો છો. જ્યારે પણ તમારે જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરવો.

આમ તમે આ ત્રણ રીત વડે લાંબા સમય સુધી લીંબુના રસને સ્ટોર કરી શકો છો. ખાસ કરીને આ રસનો ઉપયોગ તમે જ્યારે લીંબુ મોંઘા હોય ત્યારે કરી શકો છો. જે ખુબ જ ઉપયોગી નીવડે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment