કુકરના ઢાંકણના કિનારા પર લગાવી દો આ એક વસ્તુ, દાળ અને ભાતનું પાણી બહાર નીકળતું થઈ જશે બંધ અને દાળ ચડી જશે ફટાફટ…

મિત્રો તમે તમારા ઘરમાં દાળને બાફવા માટે કૂકરમાં મુકતા હશો. ત્યારે ઘણી વખત પાણી વધુ પડવાથી દાળ કુકર માંથી બહાર આવે છે. અને આમ ઉભરાયને બધી દાળ ખરાબ થઈ જાય છે. તેમજ રસોડાનું પ્લેટફ્રોમ પણ ખરાબ થાય છે. પરંતુ જો તમે ઈચ્છો તો તમારી દાળ ખરાબ ન થાય તો કુકરના ઢાંકણામાં એક વસ્તુ લગાવી દો. તેનાથી ઘણો ફાયદો થાય છે.

દાળ-ભાત એ એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં બનાવવામાં આવે છે. પરંતુ અક્સર એવું થતું હોય છે કે, દાળ-ભાત બનાવતી વખતે પ્રેશર કુકરમાંથી સીટી વાગતા તેની સાઈડ માંથી દાળ અથવા ભાતનું પાણી બહાર નીકળે છે. તેવામાં કુકર ગંદુ થાય સાથે જ ગેસ, સ્ટવ અને પ્લેટફ્રોમ પર તેના છાંટા ઉડે છે. અને આમ ગૃહિણીનું કામ વધી જાય છે. પરંતુ આજે અમે તમને આ સમસ્યાથી કેવી રીતે બચી શકાય તેના વિશે જણાવીશું. માટે આ લેખ અંત સુધી વાંચો.

1 ) દાળ-ભાત બનાવતી વખતે પાણીનું પ્રમાણ યોગ્ય હોવું જરૂરી છે. ઘણી વખત વધુ પાણી હોવાને કારણે કુકરની સાઈડ માંથી દાળ કે ભાતનું પાણી બહાર નીકળે છે. અને આમ દાળ અને ભાત સુકા થઈ જાય છે.

2 ) એટલું જ નહિ ઘણી વખત કુકરની રીંગ ખરાબ થઈ જવાથી પણ દાળ કે ભાતનું પાણી કુકર માંથી બહાર આવે છે. તેવામાં તેનાથી બચવા માટે રીંગને ચેક કરી લો. ઘણી વખત રીંગ કડક કે ઢીલી થઈ જાય છે, જેના કારણે સીટી થતા પાણી બહાર આવે છે. માટે રીંગ બદલી નાખો તો પણ પાણી બહાર આવતું બંધ થઈ જશે.

3 ) જો રીંગ બરાબર હોવા છતાં પણ કુકર માંથી પાણી નીકળે છે તો, તમે કુકરના ઢાંકણામાં થોડું તેલ લગાવી દો. તેનાથી દાળ કે ભાતનું વધારાનું પાણી બહાર નહિ આવે. અને દાળને ભાત સુકા નહિ પડે.

4 ) દાળ કે ભાત બનાવતા પહેલા કુકરની સિટીને કાઢીને તેને બરાબર સાફ કરી લો. તેમાં કોઈ વસ્તુ ફસાય ન ગઈ હોય, કારણ કે ઘણી વખત વરાળ ન બનવાથી પણ કુકરની સાઈડ માંથી પાણી નીકળે છે.

5 ) ભાત બનાવતી વખતે પાણીનું યોગ્ય પ્રમાણ હોવું પણ જરૂરી છે. પાણીનું પ્રમાણ ઓછું હોય તો ચોખા કાચા રહે છે અને પાણી વધુ હોવાથી તે ઢીલા થઈ જાય છે અને ચિપકેલા રહે છે. તેવામાં પાણીનું યોગ્ય પ્રમાણ ચોખાથી ડબલ માત્રામાં હોવું જોઈએ. એટલે કે તમે એક ગ્લાસ ચોખા લો છો તો તેમાં બે ગ્લાસ પાણીનો ઉપયોગ કરવો જોઈએ.

6 ) તેમજ બરાબર દાળ બનાવવા માટે તમારે યોગ્ય પ્રમાણમાં પાણી નાખવાની સાથે 15 થી 20 મિનીટ માટે દાળને પલાળીને રાખવી જોઈએ. કારણ કે પાણીમાં પલાળવાથી તે બરાબર બફાય જાય છે અને તેનો સ્વાદ પણ સારો આવે છે.

આમ તમારે દાળ અને ભાતના પ્રમાણ અનુસાર તેમાં પાણી નાખવું જોઈએ. તેમજ કુકર માંથી પાણી બહાર આવે તો તમારે ઉપર આપેલ ટીપ્સને અનુસરવી જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment