હવે હોટલ જેવું જ ટોમેટો સૂપ બનાવો ઘરે…. હોટેલ કરતા પણ સ્વાદ હશે લાજવાબ….

🍵 હવે હોટલ જેવું જ ટોમેટો સૂપ બનાવો ઘરે…. હોટેલ કરતા પણ સ્વાદ હશે લાજવાબ….   🍵

🍵 મિત્રો ટોમેટો સૂપ તો લગભગ બધા ઘરે બનાવતા જ હશે અને બનાવતી વખતે ડુંગળી ગાજર વગેરે પણ નાખતા હોય છે. એવું વિચારીને કે સૂપ ખુબ ટેસ્ટી બનશે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે ઘરે બનાવેલું સૂપ હેલ્ધી તો બને છે પરંતુ હોટલ જેટલું ટેસ્ટી નથી બનતું. પરંતુ આજે અમે તમને બિલકુલ હોટલ સ્ટાઈલમાં તેનાથી વધારે ટેસ્ટી અને હેલ્થી ટોમેટો સૂપની રેસેપી જણાવશું.

image source

🍵 હોટલ સ્ટાઈલ ટોમેટો સૂપ બનાવવા માટે જોઈતી સગ્રીઓ :

મિત્રો ખુબ જ ઓછી સામગ્રીમાં સરળતાથી તમે હોટલ સ્ટાઈલ ટોમેટો સૂપ બનાવી શકો છો. ટોમેટો સૂપ બનાવવા માટે જરૂરી સામગ્રીઓ આ પ્રમાણે છે. ચાર મોટા ટમેટા, ત્રણ ચમચી બટર, અડધી ચમચી લસણની પેસ્ટ, એક ચમચી આદુની પેસ્ટ, અડધી ચમચીથી પણ ઓછો કાળા મરીનો પાવડર, બે ચમચી મકાઈનો લોટ, ત્રણ ચમચી ખાંડ, બે ચમચી ટોમેટો કેચપ, એક ચમચી મીઠું અને પાણી જરૂરીયાત મુજબ.

image source

🍵 હોટલ સ્ટાઈલ ટોમેટો સૂપ બનાવવા માટેની વિધિ : 🍵

🍵 સૌથી પહેલા ટમેટાને સ્વચ્છ પાણીમાં ધોઈને જીણા સમારી લો. ત્યાર બાદ એક કડાઈ ગરમ કરો તેમાં ત્રણ ચમચી બટર, લસણ અને આદુની પેસ્ટ નાખી દો. હવે બટરમાં જ્યારે બબલ્સ દેખાવા લાગે ત્યારે તેમાં સમારેલા ટમેટા ઉમેરી દો. હવે ટમેટા જ્યાં સુધી ગળીના જાય ત્યાં સુધી તેને પકાવવાના છે. તેના માટે એક ચમચી મીઠું ઉમેરી દો તેનાથી ટમેટા ઝડપથી ગાળવા લાગશે.

🍵 લગભગ ચારથી પાંચ મિનીટમાં ટમેટા ગળી જશે અને ટમેટા ગળી જાય ત્યાર બાદ તેમાં ત્રણ ચમચી ખાંડ ઉમેરો અને સૂપમાં હલાવીને મિક્સ કરી દો. ત્યાર બાદ તેમાં બે ચમચી બજારમાં મળતો ખાટો મીઠો ટોમેટો કેચપ પણ ઉમેરી દો અને મિક્સ કરી દો.

image source

🍵 હવે તેમાં અઢી કપ એટલે કે 600ml પાણી ઉમેરી દો. ત્યાર બાદ તેમાં કળા મરીનો પાવડર ઉમેરી તેને મિક્સ કરી દો હવે તેને બરાબર ઉકળવા દેવાનું છે. સૂપ બરાબર ઉકળી જાય ત્યાર બાદ ગેસ બંધ કરી દો અને સૂપને નીચે ઉતારી લો.

🍵 હવે સૂપને ગાળવાનું છે. જેથી ટમેટાની  છાલ અને બી અલગ નીકળી જાય. મિત્રો અહીં તમે મિક્સચર કે બ્લેન્ડરનો ઉપયોગ કરશો તો તે સૂપમાં ટમેટાના બી અને છાલ પણ પીસાઈ જશે જેથી સૂપનો ટેસ્ટ થોડો કડવો થઇ જશે માટે તેને ગાળવાનું છે.

🍵 તેને ગાળવા માટે પહેલા તે મિશ્રણને સીધું ગાળી લો. ત્યાર બાદ ચમચાની મદદથી દબાવી દબાવીને ગાળવાનું છે જેથી ટમેટાનો પલ્પ બાકી રહી ગયો હોય તે પણ ગળાઈ જાય અને છેલ્લે હાથ વડે દબાવીને ગાળી લેવું. સૂપ ગળાઈ જાય ત્યાર બાદ હજુ તેને એક ફાઈનલ ટચ આપવાનો છે. તેના માટે ગાળેલા સૂપને તપેલીમાં લઇ તેને ગેસ પર ગરમ કરવા મૂકી દો.

image source

🍵 હવે એક વાટકામાં બે ચમચી મકાઈનો લોટ લઈને તેમાં ચારથી પાંચ ચમચી પાણી ઉમેરી એક બેટર જેવું તૈયાર કરી લો. પછી મકાઈના લોટ અને પાણીનું મિશ્રણ એક એક ચમચી કરીને સૂપમાં ઉમેરો. મકાઈના લોટનું મિશ્રણ ઉમેર્યા બાદ તેને મિક્સ કરીને બરાબર ઉકળવા દો. ઉકળી જાય ત્યાર બાદ સૂપમાં ઉપર જે જાર એટલે કે ફીણ છે તેને ચમચાની મદદથી કાઢી લો.

🍵 હવે તમારું સૂપ સર્વ કરવા માટે બિલકુલ તૈયાર છે. હવે તમે તેને ક્રિસ્પી બ્રેડ સાથે અથવા તો ટોસ્ટ કરેલ બ્રેડ સાથે સર્વ કરી શકો છો. તો મિત્રો શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ હોટલ સ્ટાઈલ ટોમેટો સૂપ અવશ્ય ટ્રાય કરજો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment