4 થી 5 દિવસમાં ટમેટા બગડી જતા હોય અજમાવો આ આસાન ટેકનીક, 20 થી 25 દિવસ સુધી ટમેટા રહેશે તાજા અને વાસ પણ નહિ આવે…

ઘણી વખત ટમેટાના ભાવ ખુબ હોય છે તેમજ તે બજારમાં ખુબ મોંઘા મળે છે. તેવામાં આપણે ટમેટાને સ્ટોર કરવાના ચક્કરમાં વધુ પ્રમાણમાં ટમેટાની ખરીદી કરી લઈએ છીએ. પણ ટમેટા એક એવી વસ્તુ છે કે જો તેને યોગ્ય રીતે સ્ટોર કરવામાં ન આવે તો 3 થી 4 દિવસમાં તે ખરાબ અથવા તો બગડી જાય છે અને વાસ આવવા લાગે છે. આથી આજે અમે તમને એક એવી ટ્રીક વિશે જણાવશું કે જેની મદદથી તમે ટમેટાને 20 થી 25 દિવસ માટે એકદમ તાજા રાખી શકશો.

સૌથી પહેલા તો તમે બજારમાંથી સારા તેમજ એકદમ લાલ અને થોડા કડક ટમેટા ખરીદીને લઈ આવો. હવે ઘરે લાવ્યા પછી તેને સાફ પાણીથી સારી રીતે ધોઈ નાખો. પાણીથી ધોયા પછી ટમેટાને સાફ કોઈ કોટનના કપડાથી લુછી લો.

સાફ કપડાથી લુછી લીધા પછી ટમેટાનો ઉપરનો ભાગ જેને ટમેટાની આઈસ કહેવાય છે. કહેવાય છે કે તેને ન ખાવી જોઈએ અને તેમાં જ હવા જાય છે. જેના કારણે ટમેટા બગડી જાય છે. આથી ટમેટાની આ આઈસને પેક કરવાની છે.

ટમેટાને કેવી રીતે પેક કરવા ? : ટમેટાની આઈસને પેક કરવાની બે રીત છે. પહેલી રીતમાં તમારે મીણબતીના ટીપા ટામેટાની આઈસ પર પાડવાના છે. જેનાથી ઉપરનો ભાગ સીલ થઈ જશે અને ટમેટા ક્યારેય બગડશે નહિ.

આ સિવાય પણ એક રીત છે જેમાં તમે ટમેટાને તાજા રાખી શકશો. આ રીત છે ટેપ. એટલે કે ટેપપટ્ટી લગભગ દરેક ઘરમાં હોય જ છે. અથવા તો દુકાનમાંથી પણ સરળતાથી ખરીદી શકાય છે. તમારે આ ટેપપટ્ટીને ટમેટાની આઈસ પર લગાવવાની છે. બસ એ વાતનું ધ્યાન રાખો કે ટમેટાની આઈસ આખી પેક થઈ જવી જોઈએ. આ માટે તમારે 3 થી  4 વખત ટેપપટ્ટી લગાવવી પડશે.

ત્યાર પછી તમે ટમેટાને કોઈ બોક્સ અથવા પોલીથીન બેગમાં રાખીને ફ્રીજમાં રાખી દો. તમારા આ ટમેટા 20 થી 25 દિવસ આરામથી સારા રહેશે. જ્યારે તમારે જરૂર હોય ત્યારે ટમેટા કાઢો અને તેને ધોઈને અને આઈસ કાઢીને જ ઉપયોગ કરો.

મીઠું અને હળદર : ટમેટાને લાંબા સમય સુધી સ્ટોર કરવાની એક બીજી રીત પણ છે. સૌથી પહેલા તમે એક વાસણમાં પાણી લઈ લો, આ પાણીમાં 1 ચમચી મીઠું નાખી દો. ત્યાર પછી અડધી ચમચી હળદર નાખી દો. આ પાણીમાં તમે ટમેટાને સારી રીતે વોશ કરી લો.

તમે તેને વિનેગર પાણીમાં પણ ધોઈ શકો છો. ત્યાર પછી સાફ કપડાથી ટમેટાને સારી રીતે લુછી લો અને પછી કોઈ પોલીથીન બેગમાં અથવા તો બોક્સમાં ભરીને ફ્રીજમાં મૂકી દો. તેનાથી એક ફાયદો એ પણ થશે કે તેમાં ધોવાથી કીટાણું પણ નષ્ટ થઈ જશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment