તમારા રસોડાની આ 10 સમસ્યાનું નિવારણ થઈ જશે ચપટી વગાડતા જ, અપનાવો આ સરળ ટિપ્સ…

દરેક મહિલાને રસોડાનું કામ ખુબ જ હોય છે. ઘણી વાર રસોડામાં કામ તો ઓછું હોય છે, પણ તેને કરવું એ કેટલીક વાર મુશ્કેલી ભર્યું થઈ જાય છે. ઘરનું કામ કરવામાં ઘણો સમય જતો રહે છે અને કેટલાક લોકોને તો જે સમય થવો જોઈએ તેના કરતાં વધારે સમય થઈ જાય છે. આ લોકડાઉનમાં તો હાઉસ હેલ્પ પણ આવી રહી નથી કે જેનાથી થોડું કામ ઓછું કરવાનું રહે. જો તેવામાં તમને થોડી રસોડાની ટિપ્સ મળી જાય તો તે તમારા માટે ખુબ જ ફાયદાકારક થઈ શકે છે. તો આજે અમે તમને આ લેખમાં અમુક ટીપ્સ વિશે જણાવશું, જેનાથી તમને રસોડાના કામકાજમાં ઘણી મદદરૂપ પણ થશે અને ફાયદાકારક પણ રહેશે.

કુકરના ઢાંકણાંમાં દાળ ચોંટશે નહિ : ઘણીવાર આપણે દાળ કુકરમાં બાફવા માટે મૂકીએ છીએ ત્યારે સિટી સાથે કુકર માથી પાણી બહાર આવે છે અને આજુ બાજુ નું પ્લેટફોર્મ અને દીવાલો ખરાબ કરી નાખે છે. તો આ માટે તમારે એક ટિપ્સ અજમાવવાની છે. જ્યારે તમે દાળને કુકરમાં બાફવા માટે મૂકો ત્યારે તેની સાથે એક સ્ટીલની નાની કટોરી પણ કૂકરમાં મૂકી દો. પરંતુ ધ્યાન રાખો કે કુકરમાં ખાલી કટોરી મૂકવાની છે. આમ કરવાથી દાળનું પાણી બહાર નહિ આવે અને કુકરની સિટી જ્યારે બોલશે ત્યારે ફક્ત સ્ટીમ જ બહાર આવશે.સરગવાને સ્ટોર કરવા માટે આ ટિપ્સને અજમાવો : આ વસ્તુને પણ તમે વટાણાની જેમ જ સ્ટોર કરી શકો છો. તમારે સરગવાને છોલીને તેના નાના-નાના ટુકડા કરી તેને એક એર ટાઈટ કન્ટેનરમાં નાખી ફ્રિઝરમાં રાખી દો. આમ કરવાથી સરગવાને દોઢ મહિનાથી પણ વધુ સમય માટે સારો રાખી શકાય છે.

રસોડામાં રાખવામા આવતી કાતરની ધાર જો ઓછી થઈ ગઈ છે તો અપનાવો આ ટિપ્સ : જો તમારા રસોડામાં રાખવામાં આવતી કાતરની ધાર ઓછી થઈ ગઈ છે તો નવી કાતર લાવતા પહેલા આ ટિપ્સને જરૂરથી અજમાવીને જુઓ. તમે કાતરને મીઠાના ડબ્બામાં 2-3 મિનિટ સુધી ચલાવો. સાચે જ, આ કરવા માટે સાદું મીઠું જ કામ આવશે. આમ કરવાથી તમારી કાતરની ધાર સારી થઈ જશે અને નવી કાતર લાવવાની જરૂર પણ નહિ પડે.જો તમે રાજમા પલાળવા ભૂલી ગયા છો તો આ ટિપ્સને ફોલો કરો : સૌથી પહેલા તો તમે રાજમાને 2 થી 3 વાર સારી રીતે વોશ કરી લો અને પછી તમે કુકરમાં રાજમા અને પાણી નાખીને 1 ચમચી મીઠું નાખો. પછી કુકરની 1 સિટી થઈ જાય એટલે કુકરને ઠંડુ થવા દો. પછી તેમાં થોડો બરફ નાખી દો. સાચે જ મીઠાથી અને બરફથી રાજમા જલ્દી પીગળી જાય છે. હવે આ રાજમાને ફરીવાર કુકરમાં નાખીને સિટી બોલાવો અને પછી સ્લો ગેસ કરીને 5 થી 7 મિનિટ સુધી બાફો. આ ટિપ્સથી તમારું કામ થઈ જશે. બેકિંગ સોડા નાખીને પણ બાફી શકાય છે, પરંતુ બેકિંગ સોડા નાખીને બાફવાથી તેનો સ્વાદ ખરાબ થઈ જાય છે. પરંતુ આ ટિપ્સથી સ્વાદ ખરાબ થતો નથી.

જો તમે ચોખાને બાફો છો ત્યારે વધારે પાણી રહી જાય તો આ ટિપ્સને અજમાવો : જો તમે ચોખાને બાફતી વખતે તેમાં વધારે પાણી રહી ગયું છે અને તમને સમજમાં નથી આવતું કે હવે શું કરવું. તો તેને તરત જ ખાવા લાયક બનાવવા માટે તેની અંદર એક બ્રેડના પીસને નાખી દો. પછી આ બ્રેડને પલટાવો. હવે તમે ગેસ બંધ કરીને થોડીવાર સુધી બ્રેડને તેમાં જ રહેવા દો. અને થોડીવાર પછી બ્રેડને કાઢી લો કારણ કે હવે તે બ્રેડ થોડી નરમ થઈ ગઈ હશે. આ બ્રેડમાં તમે ચીલી ફ્લેક્સ નાખીને ખાય પણ શકો છો.જો મીઠાની બરણીમાં ભેજ છે તો આ કામ કરો : જો મીઠાની નાની બરણીમાં ખુબ જ ભેજ આવી ગયો છે અને મીઠું નિકળતું નથી તો તમે તે બરણીમાં ચોખાના દાણા નાખી દો. ચોખાના દાણા ભેજને શોષી લે છે બીજું કે ચોખાના દાણા વજન વાળા હોવાથી તે મીઠાને બહાર કાઢવા માટે પ્રેસ કરે છે અને તેથી મીઠું સહેલાઈથી બહાર નીકળી જાય છે.

સૌથી સહેલી લસણને છોલવાની ટિપ્સ : લસણ છોલવું ખુબ જ સહેલું થઈ શકે છે તેના માટે તમારે આ ટિપ્સને ફોલો કરવી પડશે અને થોડી બાબતોનું ધ્યાન રાખવું પડશે. આ માટે તમારે લસણની કળીઓને થોડીવાર સુધી ગરમ પાણીમાં રાખવી પડશે. આ સમય દરમિયાન તમે તમારું કોઈ પણ કામ કરી શકો છો. આ પછી જ્યારે તમે લસણને કાપવાની કોશિશ કરશો એટલે તેની સાથે તેના છોતરાં પણ સહેલાઈથી નીકળી જશે.


ચટણીનો રંગ બદલાશે નહિ : ઘણી વાર એવું થાય છે આપણે ચટણી બનાવીએ છીએ અને થોડી વાર થાય એટલે તેનો રંગ બદલાયને કાળો થઈ જાય છે અને ફ્રિઝમાં રાખવાથી તો વધારે કાળો રંગ થઈ જાય છે. તેવામાં તમે ચટણીમાં 1 ચમચી દહીં નાખી દો. આવું કરવાથી ચટણીનો કલર કાળો નહિ થાય.

સફરજનના ટુકડા કાળા નહિ પડે : તમે જ્યારે પણ સફરજનને કાપો છો ત્યારે થોડી વાર થાય એટલે તેનો રંગ બદલવા લાગે છે. શું એવું ન થઈ શકે કે સફરજનને કાપ્યા પછી પણ લાંબા સમય સુધી તેને ફ્રેશ રાખી શકાય. તો તેના માટે તમારે થોડું મીઠું અને ઠંડા પાણીને મિક્સ કરી તેમાં સફરજનના ટુકડાને નાખીને બહાર કાઢી લો. આમ, કરવાથી તમે સફરજનને લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકશો.શાકભાજીને રોસ્ટ કરવાથી પણ ખરાબ નહિ થાય ગેસનું બર્નર : જો તમે કોઈ પણ શાકભાજીને રોસ્ટ કરવા જઈ રહ્યા છો, જેમ કે ટામેટા, રીંગણ, મરચું અથવા તો કોઈ પણ શાકભાજીને ગેસ પર રાખતા પહેલા તેના પર તેલ જરૂરથી લગાવવું.  આથી શાકભાજીની છાલ સહેલાઈથી નીકળી જશે.

આ બધી જ ટિપ્સ તમને ખુબ જ કામ આવી શકે છે. આ ટિપ્સને તમે જરૂરથી અજમાવજો અને જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો શેર જરૂરથી કરજો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment